________________
સંસ્કરણના સ્રોત
૭૩
મહારાજ : તમારી પત્ની ધર્મપત્ની છે કે કર્મપત્ની ? ધર્મમાં સહાય જ કરે અને ચારિત્રની ભાવના થતા તમને અટકાવે નહીં પણ રજા આપે તો તે ધર્મપત્ની. નરસિંહ મહેતાના ભક્તિયોગમાં, જ્ઞાનયોગની જે છાંટ જોવા મળે છે તે અત્યંત પ્રશંસનીય છે.
જેને ઉપયોગમાંથી વિષયો નીકળી ગયા છે, અંદરમાં જેને સંસાર નથી, તેના મતિજ્ઞાનના ઉપયોગમાં કેન્દ્રવર્તી તરીકે પરમાત્મા સ્થાન પામે છે.
તમારે તો બધાને મારા મારા, બધાને સારા સારા કહેવા છે. આ જ નાદ અનાદિનો ચાલી રહ્યો છે.
“અહોરૂપમ્ અહોધ્વનિ' જેવા તમારા સંબંધો છે. કાગડો શિયાળણી ને કહે છે, શું તમારું રૂપ છે ? અદ્દભુત રૂપ છે. શિયાળણી કહે છે, શું તમારો અવાજ છે ? અત્યંત મધુર કર્ણપ્રિય અવાજ મને સાંભળવો બહુ ગમે છે. તમારા બધા સંબંધો, ખાસ કરીને પતિ-પત્નિના સંબંધો આવા છે. આજે તમે તમારી પત્નીની ભૂલ બતાવી શકો તેમ છો ? અને તમારી પત્ની તમારી ભૂલ બતાવી શકે તેમ છે ? સંબંધો ઉપરછલ્લા most superfluous રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મરવાનું થાય તો દુર્ગતિ દુર્લભ નથી. આજે તમે બધી સુખની સામગ્રીને લાત મારીને, સર્વ ફોરવીને નીકળી જાવ તો તમે સામગ્રીના ગુલામ નથી પણ માલિક છો એવું પુરવાર થઈ શકે.
આજે કરોડપતિ, મિલમાલિક એ મોટામાં મોટો મજૂર છે. પેલો મજૂર તે નાનો મજૂર છે. મિલમાલિક ઘેર જાય છે ત્યારે મિલ પણ સાથે જાય છે. મિલ બળી જાય તો તેના મનમાં આગ લાગે છે. મજૂર ઘેર જાય ત્યારે તેની સાથે કશું જતું નથી તે શાંતિથી સૂઈ જાય છે. મિલ બળી જાય તો નોકર વિચારે છે, આપણું શું ગયું ? આવા સંસારમાં કોઈ ડાહ્યો માણસ ટકી ન શકે. તમારા બંગલા ભલે કરોડના હોય, અદ્યતન સામગ્રીથી સજ્જ હોય પણ તેમાં શાંતિ નહી મળી શકે. અમારા ઉપાશ્રયો જુઓ. ચાર દીવાલ વચ્ચે માત્ર સુધર્માસ્વામીની વ્યાખ્યાનની પાટ અમારું સતત રક્ષણ કરે છે. અમને ગુરુદેવો મળ્યા છે. શાસ્ત્રોનું બળ મળ્યું છે. કલ્યાણમિત્રોનો સતત સહવાસ છે, વાતાવરણ પણ પ્રદૂષણથી રહિત છે. પરમાત્માની આજ્ઞા પાળીએ તો ન્યાલ થઈ જઈએ, મોક્ષ નિકટ આવે. તમે તમારી પત્નીનું માનીને ચાલો, તો શું કલ્યાણ નિશ્ચિત છે ? અમે તમારા ઘરની ગોચરી ખાઈએ છીએ, પણ ફૂંક મારીને ખાઈએ છીએ, અમે ગોચરી આલોવીને. ગુરુને બતાવીને વાપરીએ છીએ, જેથી રાગાદિનું ઝેર અમને ચઢે નહિ. અમારા પ્રભુએ કહ્યું છે, કે, ૪૨ દોષ ટાળીને ગોચરી લાવવાની અને ૫ માંડલીના દોષો ટાળીને ગોચરી વાપરવાની, બસ, આનાથી અમારું રક્ષણ છે. આ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org