________________
૭૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
જાગૃતિ અમને બચાવે છે, જો અજાગૃત થઈને પદાર્થનો રાગ કર્યો, કેષ કર્યો, તો, આ પ્રમાદના પ્રાયશ્ચિત્ત રૂપે અનુક્રમે ઉપવાસ અને આંબિલ કરવું પડે. સાધુને અંદરમાં બધું જ પડ્યું છે એટલે રાગ-દ્વેષ થવાની સંપૂર્ણ સંભાવના છે પણ જાગૃતિ એ તરણોપાય છે. અમારે અહીંના સંયોગો એવા છે કે મરતાં સુધી ઘણો બધો રાગ તૂટી જાય છે. રાગ ન થાય એવું નહીં, રાગ ઓછો – વધતો થાય, પણ તેનું પ્રાયશ્ચિત્ત છે, તેની આલોચના છે, તેનાથી નિરતિચાર સંયમ આવે છે. શાસ્ત્રયોગનું આલંબન રાગાદિનું મારક છે. આ આલંબન મળે કોને ? પરમાત્માને જાણવાની ઇચ્છા, પરમાત્માને ઓળખીને પામવાની ઇચ્છા ચરમ યથાપ્રવૃત્તિકરણમાં પ્રાપ્ત થાય છે.
કરણ = અધ્યવસાય = અંતઃકરણનો પરિણામ છે.
ચરમયથાપ્રવૃત્તિકરણ એ ગુણસંપન્ન અપુનબંધકાવસ્થા છે. આ આત્માનો એવો અધ્યવસાય છે કે અવશ્ય ગ્રન્થિભેદ થવાનો જ છે.
પહેલી ચાર દૃષ્ટિમાં આ પરિણામ છે. શુદ્ધ વ્યવહારનયથી આ દૃષ્ટિઓમાં આવો પરિણામ છે. અત્યંત સ્થૂલ દેષ્ટિથી ચરમયથાપ્રવૃત્તકરણ ચરમાવર્તમાં આવે. ત્યાં પરમાત્માને ઓળખવાની યોગ્યતા છે. જે ચરમાવર્તમાં નથી તેને પ્રભુને ઓળખવાની ઈચ્છા જ ન થાય. સૂક્ષ્મનયે અપૂર્વકરણના પૂર્વના અંતર્મુહૂર્તના કાળને પણ ચરમયથાપ્રવૃત્તકરણ કહી શકાય.
તમે સૌ જૈનકુળમાં આવ્યા. હવે પરમાત્મા કેવા છે ? તેમનું સ્વરૂપ શું છે ? એવી ઈચ્છા તમને જાગે છે ? આ ઈચ્છા માટે પણ પુરુષાર્થ કરવાનો છે. આ જિજ્ઞાસા પ્રબળ થાય તો ૨-૫ ભવમાં સમકિત પામી શકાય.
जे धम्मिया ते खलु सेवियव्वा,
जे पंडिया ते खलु पुच्छियवा; जे साहुणो ते अभिवंदियचा,
જે નિર્મમાં તે નિમિયા આ જગતમાં જે કોઈ ધર્મી આત્માઓ છે, તે સેવા કરવા યોગ્ય જાણવા. જે પંડિત પુરુષો છે, તે પૃચ્છા કરવા યોગ્ય છે, જે સાધુ – મહાત્માઓ છે, તે વંદન કરવા યોગ્ય છે. જેઓ નિ:સ્પૃહી તેમ જ નિર્મમત્વી છે, તેઓ સર્વ પ્રકારે પડિલાભવા (એટલે જરૂરી વસ્તુઓ આપવા) યોગ્ય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org