________________
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
દૃષ્ટિ છે, ત્યાં જૈન શાસન નથી. જેની વિચારણામાં સંકુચિત દૃષ્ટિ છે, તે બીજાને તુચ્છ દૃષ્ટિથી જુએ છે. દૃષ્ટિમાં વિવેક આવે ત્યારે પરમાત્માનું શાસન સ્પર્શે. માટે જ પરમાત્માને યોગીગમ્ય કહ્યા છે. ઉન્માર્ગમાં જેનું પ્રવર્તન છે તેવા મિથ્યાષ્ટિથી પરમાત્મા લાખો યોજન દૂર છે. જેના ઉપર અતિ રાગ છે, સૌથી વધુ રાગ છે એવી કાયા હોતે છતે ક્ષપક શ્રેણી મંડાઈ શકે તો વસ્ત્રપાત્રના પરિધાન માત્રથી શું ક્ષપકશ્રેણી ન મંડાય ? દેહનું અસ્તિત્વ જો ક્ષપકશ્રેણી માટે બાધક નથી, તો પછી, વસપાત્રનું અસ્તિત્વ ક્યાંથી બાધક બને ? આટલી વિશાળદેષ્ટિ આ સંપ્રદાયની છે ? અપનુબંધક અવસ્થાનું સ્વરુપ
ચરમયથાપ્રવૃત્તકરણમાં વર્તતા જીવને ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થાય છે. ચરમાવર્તમાં આવ્યા એટલે કાળ નામનું કારણ નીકળી ગયું. આ ચરમાવર્ત ધર્મ પામવા માટે યોગ્ય છે. પણ ચરમાવર્તમાં આવે એટલે બધાને ધર્મ મળી જ જાય, ગમી જ જાય તેવું નથી. પણ ધર્મ મળે તો, ધર્મ ગમે, તો ચરમાવર્તીને જ મળે, અને ચરમાવર્તીને જ ગમે. ચરમાવર્તિમાં પણ અનંતી ઉત્સર્પિણી, અનંતી અવસર્પિણી હોય છે અસંખ્યવર્ષો = ૧ પલ્યોપમ, ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ, ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી, ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી, ૨૦ કોડાકોડી સાગરોપમ = ૧ કાળચક્ર.
આવા અનંતા કાળચક્રો ચરમાવર્તિમાં જીવને હોય છે. પણ અહીં આવ્યા પછી જીવને ધર્મની નિમિત્ત સામગ્રી મળે, તો હળુકર્મી બને. વળી અન્ય ફરી નિમિત્તના આલંબને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, તે ખપાવે, ફરી બાંધે, વળી ખપાવે આવું ઘણીવાર કરે છે. જે કર્મોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે, ઘણીવાર બાંધવાનું અહીં શક્ય બને છે.
મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કો. કો. સાગરોપમ છે. વેદનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, આ ૪ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમની છે. નામ – ગોત્ર આ બે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમની છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ હવે માત્ર બે જ વાર જે જીવ બાંધવાનો છે, તેને હિંસકૃતબંધક કહેવાય છે અને આવી ઉત્કૃષ્ટ સ્થિતિ જે જીવ માત્ર હવે એક જ વાર બાંધવાનો છે તેને સકૃત બંધક કહેવાય છે. અને હવે જે જીવ એકપણ વાર આવી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો નથી તેને અપુનબંધક કહેવાય છે. અ = નહિ; પુનઃ = ફરી, બંધક = બાંધનાર. હવે ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ નહિ બાંધનાર જીવ, અપુનબંધક કહેવાય છે. આ તેનો વ્યુત્પત્તિ અર્થ છે. આવી યોગ્યતા જેની ઊભી થઈ છે, તેવા જીવને ધર્મ સામગ્રી મળે, જિનવાણી સાંભળવા મળે તો, તે, તેને ઝીલી શકે છે. પછી તેનો પુરુષાર્થ કામયાબ બની શકે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org