________________
૭૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
બુદ્ધ (૩) અબુધ (શ્રદ્ધજીવી).
બુદ્ધિજીવીને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તીવ્ર હોય છે. તે ઘણું સમજી શકે છે. ઘણી ઊથલપાથલ કરી શકે છે. પરંતુ તેના હૃદયનો વિકાસ થયેલો ન હોવાથી તેની બુદ્ધિ અહંકારને પોષનારી છે. અને સ્વાર્થોધ માણસ દુર્જન બન્યા વિના રહી શકતો નથી. તેથી તેની બુદ્ધિ સત્ય તરફ જવાના બદલે
અહ” તરફ જાય છે. તેની માન્યતા છે, “મારું તે સાચું.” આવા જીવોના માટે પ્રભુ મળવા દુર્લભ છે.
બીજા જીવોનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અલ્પ હોવાથી તેઓ કશું સમજી શકતા નથી. ઉપલો માળ જાણે ભાડે આપ્યો હોય એવી તેમની સ્થિતિ છે.
ત્રીજા પ્રકારના જીવો ભલા-ભોળા અબુધ જેવા લાગે છે પણ તેમના હૃદયનો વિકાસ ઘણો જ થયેલો હોય છે. તેમને અહેસાસ થતો હોય છે કે મારામાં કશું જ નથી. હું કંઈ જ જાણતો નથી. હજી મારે ઘણું સમજવાનું, ઘણું મેળવવાનું બાકી છે, એમ સમજીને વધુ જ્ઞાન મેળવવા તે પ્રયત્ન કરે છે. વળી તેને સતત થતું હોય છે કે મારે હજી પરમાત્મા મેળવવાના બાકી છે. પ્રભુ વિના જેને પોતાનું અસ્તિત્વ, વ્યક્તિત્વ અપૂર્ણ લાગ્યા કરે છે. અને માટે જ એ આત્મા અહંકારને તોડીને પોતાની શક્તિ પરમાત્માને પામવા માટે વાપરે છે. જગતમાં લોકો એને અબુધ કહે છે. નરસિંહ મહેતાને જાણો છો ? શું ભણેલા હતા ? કોઈ ડીગ્રી તેને ન હતી, પણ તે બુદ્ધ ન હતા અબુધ હતા, શ્રદ્ધાજવી હતા અને માટે જ તેને પ્રભુ મળ્યા. પ્રભુને પામવા માટે બુદ્ધિની તીક્ષ્ણતા જરૂરી છે. પણ સાથે હૃદયની કુણાશ હોય
તો.
પરમાત્મભક્તિમાં નરસિંહ મહેતાને પત્ની વિ. સંસારના પદાર્થો અને વ્યક્તિ અંતરાયભૂત લાગે છે. તમને પત્ની સહાયભૂત લાગે છે. શેક્સપીયર જગપ્રસિદ્ધ નાટ્યકાર સ્ટેજ પર બોલે છે, “હે પ્રિયા ! આજે તો તું છે, પણ હે પ્રિયા ! તું નહીં હોય તો મારું શું થશે ? તારા વિના હું શું કરીશ ?' વાસ્તવિકમાં હજી તો પત્નીનો વિયોગ થયો નથી પણ તેના વિયોગની કલ્પના તેને અકળાવે છે. સંયોગમાં જે રાચે છે તે વિયોગમાં
રે છે. “વિયો IIન્તા: સંયો II:' એવું જે જાણે છે, તે સંયોગમાં જાગૃત રહે છે. અળગો રહે છે. નરસિંહની પત્ની મરી ગઈ છે તે સમયે તે ચોરામાં મંજીરા વગાડીને પ્રભુભક્તિ કરી રહ્યા છે, સમાચાર મળતાં જ તે બોલે છે,
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.'' તે સમજે છે કે હવે પરમાત્માને ભજવામાં કોઈ અંતરાય નહીં પડે.
સભા : પણ સાહેબ ધર્મપત્ની કહીએ છીએ ને ? Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org