________________ સંસ્કરણના સ્રોત 71 તે સહજ સમાધિ છે. ત્યાં વિકલ્પો અસર કરતાં નથી. સમાધિ સહજ બનતાં ક્ષપકશ્રેણી મંડાય છે અને તેના ફળ રૂપે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉપયોગ નિર્વિકલ્પ બને છે. હરિભદ્રસૂરિ મ. કહે છે, જેના એક પણ યોગનાં ઠેકાણાં નથી, જેને ત્રણે યોગ બહાર પદાર્થમાં જાય તે ભોગી. જેના ત્રણે યોગ અંદરમાં છે તે યોગી. યોગી પણ ખાય છે, પીએ છે, બધું જ કરે છે પણ પદાર્થનો ઉપયોગ કરતાં, જ્ઞાનચેતનાને પદાર્થ સાથે એકમેક ન કરતાં ખાલી ઉપયોગ જ કરે છે. ઉપભોગ નથી કરતો, પદાર્થનો ઉપયોગ કરે તે યોગી, ઉપભોગ કરે તે ભોગી. ઉપમિતિકાર સદ્દબુદ્ધિની ઉપાસનાને જ પરમાત્માની ઉપાસના કહે છે. ઉપયોગમાં પંચ પરમેષ્ઠીના, સત્પરુષોના આકારો પડ્યા કરે તે નિર્મળ દૃષ્ટિ છે. સ્વચ્છ બુદ્ધિની નીપજ છે. પરમાત્માને છોડીને પત્નીને, પદાર્થને બુદ્ધિમાં રમાડવા - તે દુષ્ટબુદ્ધિ છે, ભોગદશા છે, સંસારદશા છે. સંસારમાં પંચ પરમેષ્ઠી અને તેની આરાધના સિવાય બધું અસાર છે. તે સમજવું જરૂરી છે. મતિજ્ઞાનના ઉપયોગમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયો રમ્યા કરે તે ઉન્માર્ગગમન છે. આત્માનો ઉપયોગ સમ્યક્ત્વ, વિરતિ, અકષાયમાં ચાલે તે સન્માર્ગગમન છે. તમારા પુણ્યના ઉદયથી તમને જે કાંઈ ભૌતિક સામગ્રી મળે છે તેમાં કાંકરા - વિષ્ટાતુલ્ય બુદ્ધિ ન થાય ત્યાં સુધી પરમાત્મા નહીં ઓળખાય. - તમારી પ્રેમાળ પત્નીએ, તમારી વર્ષગાંઠે, ઘણી મહેનતે તૈયાર કરેલી મીઠાઈ, જમણ, સારાં સારાં પકવાનો, western dishes , આ બધું જ રીફાઈન કરેલી વિષ્ટા છે. જ્યાં સુધી આ શરીરનું ભૂત વળગેલું છે ત્યાં સુધી આ જમવું - પીવું વિ. બધું જ કરવું પડે. પણ યોગી અને ભોગીમાં શું ફરક ? યોગી ખાતા-પીતાં પણ સાવચેતી રાખે અને ભોગી પાગલ બનીને કરે, એનાં જ ગાણાં ગાય. હકીકતમાં તમને જે જે મળ્યા છે, તે શત્રનો કાફલો છે. અમે, સાધુઓ મિત્રના કાફલામાં છીએ. જેને તમે સારા માનો છો, જેને તમે તમારા માનો છો તે જ પહેલા નંબરના તમારા શત્રુ છે. તેમાં પણ જેની ઉપર રાગની પરિણતિ વધારે તે મોટામાં મોટો શત્રુ છે. તમે પૈસાને, પત્નીને, કાયાને, પતિને, પરિવારને શત્રુ માનો ? મરી જાવ તોય તમે નહીં માનો. ઘરે જઈને શત્રુ કહેશો તો તમે મરી જશો. મોહનીયના ઉદયવાળાને જેટલી બુદ્ધિ વધારે તે તેનો પાપોદય સમજવો. જેઓ, જેટલા બુદ્ધિમાન બનવા ગયા, તે પરમાત્માથી દૂર ગયા છે. જેટલા અબુધ બન્યા તે પરમાત્માની નજીક પહોંચ્યા છે. જગતમાં જીવોના ત્રણ પ્રકાર છે. (1) બુદ્ધિમાન (બુદ્ધિજીવી) (2) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org