________________ સંસ્કરણના સ્રોત પૂર્વે મા-બાપ, મિત્રમંડળ, શિક્ષણ સંસ્થા અને સંતો સંસ્કરણનું કામ કરી લેતાં. આજે, પહેલા ત્રણ સ્ત્રોતો સુકાઈ ગયા છે. સંતો પાસે કોઈ જતું નથી એટલે સંસ્કારનો દુકાળ આજે છવાઈ ગયો છે. શિક્ષણ પણ સંસ્કરણથી વિભક્ત થઈને વિગતોના જ્ઞાન પાછળ દોડી રહ્યું છે. મિત્રો પણ પ્રદૂષણના ભોગ થઈને વાસનાને instigate ઉત્તેજિત કરે છે, આગમાં પેટ્રોલનું કામ કરે છે પણ પાણીનું કાર્ય કરતા નથી. આ બધો મોહનો વ્યાપક પ્રભાવ છે. મોહનું અસ્તિત્વ અજ્ઞાનથી ટકે છે. અજ્ઞાનને દૂર કરવા માટે પદાર્થનો યથાર્થ પરિચય જરૂરી છે. જેમણે, પુદ્ગલનો સડન - પડન - વિધ્વસન સ્વરૂપનો બોધ કર્યો છે, વિનાશી પુદ્ગલની નશ્વરતા જેમણે સમજી લીધી છે અને આત્માની નિત્યતાનું જ્ઞાન કર્યું છે. તેઓ સિદ્ધ બની ગયા. સ્વરૂપમાં સમાઈ ગયા. હવે તેમને કોઈ પુદ્ગલ નૈમિત્તિક વિકાર છે ? પુદગલના સંપૂર્ણ સાક્ષી બની ગયા છે. આ જ રીતે જીવ જો શેયના જ્ઞાનકાળે કોઈ સારા - ખોટાનો વિકલ્પ ન કરે, કર્તા - ભોક્તા ન બને અને માત્ર જ્ઞાતા - દ્રષ્ટા બની રહે તો લાંબાગાળાના અભ્યાસથી જીવકર્મબંધથી અટકી શકે છે. એકાંતમાં બેસીને અંતર્મુખ બનવા વડે મૌન અને ધ્યાનથી જીવ ઉપયોગને સ્થિર કરી શકે છે. પુરુષાર્થથી બધું જ મેળવી શકાય છે. આત્માને સારા - ખોટાના વિકલ્પથી બચાવવાનો છે. પદાર્થમાં સારા - ખોટાના ભાવ જાગ્યા કે તરત કર્મબંધ થાય જ છે. જે જ્ઞાનમાંથી વિકલ્પો નીકળી ગયા છે, તેમાંથી આનંદ આનંદ અને આનંદ જ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાં વીતરાગતા પ્રાપ્ત થતાં તરત જ મતિજ્ઞાન - પૂર્ણજ્ઞાન એટલે કે કેવલજ્ઞાન બને છે. કેવલજ્ઞાન દર્પણ જેવું છે; દર્પણ જેમ પદાર્થના પ્રતિબિંબને ઝીલે છે તેમ કેવળજ્ઞાનમાં જગત જેવું છે તેવું દેખાય છે. જે જ્ઞાન વિષયોને પકડે છે તે જ્ઞાનમાં આનંદ પ્રાપ્ત નથી થતો, વિષયોની છાયા જ્ઞાનમાં પડતાં આનંદ નષ્ટ થાય છે. તમારા જ્ઞાનને અંદરમાં વાળો તો અંદર રહેલો આનંદ તમને પ્રાપ્ત થશે. અંદરના આનંદ ઉપર વિષયાસક્તિ, અજ્ઞાન અને કર્મોના થરના થર બાઝેલા છે. જ્યાં સુધી થરો છે ત્યાં સુધી આનંદની અનુભૂતિ થવાની નથી. ધર્મ કરનારે આ વાત ખાસ સમજવાની છે કે, મારે જ્ઞાનને વિષયમાંથી ઉઠાવવાનું છે, અને અંદરમાં વાળવાનું છે. તમને જે કાંઈ સામગ્રી અને શક્તિ મળી છે, તેનાથી જગતના જીવોનું કલ્યાણ થાય છે. એ રીતે જે બીજાના સુખમાં પ્રવર્તે છે, તે સુખી થાય છે. જે પોતાના સુખમાં પ્રવર્તે છે તે આત્મા દુઃખી થાય છે. દેહાધ્યાસને કારણે અહંકાર અને આસક્તિરૂપે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org