________________ 70 યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પરિણામ પામતાં જીવ દુઃખી થાય છે. જગતમાં કરવા યોગ્ય કર્યા વિના કોઈનો વિસ્તાર નથી. પણ કર્તવ્યપાલન કર્યા પછી અંતર્મુખ બનવાનું છે. વ્યવહાર ‘કરવા ઉપરભાર મૂકે છે, તેને બહારનું કરવામાં જ આનંદ છે. નિશ્ચય કરવા યોગ્ય કર્યા પછી અંદરમાં ઠરવા ઉપર ભાર મૂકે છે એને માન - સન્માન - પ્રતિષ્ઠા બધું અસાર અને તુચ્છ લાગે છે. સંસારના કોઈ પ્રલોભનો તેને આકર્ષણ કરવા સમર્થ નથી. બાળક જ્યાં સુધી નાનો હોય છે, ત્યાં સુધી ઢીંગલીઓથી રમે છે, રેતીનાં ઘરો બનાવીને રમે છે, પણ એ મોટો થાય છે ત્યારે એને આ ચેષ્ટાઓ તુચ્છ લાગે છે, અસાર લાગે છે. તેવી જ રીતે આ આત્મા ધર્મમાં બાલ છે, ત્યાં સુધી એને વિષયોમાં આનંદ આવે છે. પશુચેષ્ટાઓમાં સમય વિતાવે છે અને સ્વરૂપથી ભ્રષ્ટ થતાં કર્મો બાંધે છે. કર્મબંધનો આધાર પરિણતિ ઉપર છે, પરિણમન પહેલાં મનન જોઈએ અને મનનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે શ્રવણ જોઈએ. ખાલી ક્રિયા, ખાલી શ્રવણ એ પરિણતિ બદલી શકવા સમર્થ નથી. વિચારથી મોહનીયને ઉડાડી શકાય છે. સાધકની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક વ્યવહાર એ સ્વરૂપને પકડનારો હોવો જોઈએ. સૌ પ્રથમ અશુભમાંથી નિવર્તન પામી શુભમાં પ્રવર્તન કરવાનું છે અને તેમાં સ્થિરતા થતાં, શુદ્ધની પ્રાપ્તિ થશે. "" પદથી એટલે પરમાત્મા યોગિગમ્ય છે. એ વિશેષણ મૂકવા દ્વારા આયોગી એવા મિથ્યાદેષ્ટિનો વ્યવચ્છેદ થાય છે. અહિંયા હરિભદ્રસૂરિજી મહારાજા મિથ્યાષ્ટિ માટે અયોગી શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. જેમ યોગનો અભાવ થતા આત્મા અયોગી બને છે તેમ મિથ્યાદૃષ્ટિ પોતાના ત્રણે યોગોને ઉન્માર્ગમાં પ્રવર્તાવે છે માટે તેને માટે અયોગી શબ્દનો પ્રયોગ કરે છે. પોતાના યોગોને ઉન્માર્ગમાં પ્રવર્તાવે તે ક્યારે પણ પરમાત્માને ઓળખી શકે નહીં. એટલે કે યોગીથી અવધિજિન, મન:પર્યવજિન, શ્રત જિન અને તેના ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ પરમાત્માને ઓળખી શકે છે. ઉપરની જ વાતની સાક્ષીમાં કલિકાલ સર્વજ્ઞ અયોગ દ્વાáિશિકામાં લખે છે, "यदीय सम्यकत्वबलात् प्रतीमो, भवादृशानां परमस्वभावम् / कुवासनापाशविनाशनाय, __नमोऽस्तु तस्मै तव शासनाय / / પરમાત્માને ઓળખવાની શરૂઆત સમ્યકત્વથી છે. જેના ત્રણે યોગ ઉન્માર્ગમાં, સંસારમાં પ્રવર્તે, તેને પરમાત્મા સમજાય નહીં. પરમાત્મા તો સંપૂર્ણ સ્વરૂપમાં ડૂબી ગયા છે. પોતાને મળેલા યોગ દ્વારા, ઉપયોગને સ્વરૂપમાં ડૂબાડી દો, પછી પદાર્થોની માત્ર જાણકારી રહે છે. તે ઉપયોગ સ્વરૂપમાં છે. તેનું જ નામ સહજ સમાધિ. ઉપયોગને પોતાના સ્વરૂપમાં પકડી રાખવો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org