________________ 44 યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ દુ:ખનો પ્રતિકાર થયો, સ્વતંત્ર સુખ ન થયું. સંસારનું સુખ દુઃખના પ્રતિકાર સ્વરૂપ છે. ભૂખનું કે તૃષાનું દુ:ખ તીવ્ર બન્યા સિવાય ભોજનનું કે પાણીનું સુખ અનુભવાતું નથી. સંસારી જીવને શરીરમાં સાત ધાતુની વિષમતા થતાં અશાતા વેદનીયનો અનુભવ થાય છે. એ ધાતુને સમ કરવા અનુકૂળ પુદ્ગલોના પ્રક્ષેપની જરૂર પડે છે. ખોરાક - પાણી લેવા દ્વારા તે વિષમતા ધીરેધીરે ઘટે છે.શાંત-સમ થતી જાય છે. તેથી અશાતા વેદનીયનો ઉદય ઘટતો જાય છે. દેહ અને આત્માનો લોહાગ્નિ ન્યાયે તાદાભ્ય = એકમેક સંબંધ હોવાથી અશાતાના ઉદય વખતે અંદરથી જે આકુળતા - વ્યાકુળતા થાય છે તે મોહનીયકર્મના ઉદયથી થાય છે. અને તે ભાવદુઃખ છે. અનુકૂળ પુદ્ગલોનો પ્રક્ષેપ થતાં, અશાતા ઘટતાં અને સાત ધાતુ સમ થતાં, શાતા થાય છે. ત્યારે આકુળતા-વ્યાકુળતા પણ બંધ થાય છે. તેથી ભાવ દુ:ખ પણ રહેતું નથી. આને જ જીવ સુખ માને છે. સંસારી જીવને કોઈ પણ સુખની પ્રાપ્તિ અને ભોગવટા પહેલાં તેની ઇચ્છા થાય છે. અને એ ઇચ્છા તે વસ્તુના અભાવને સૂચવે છે. ઇચ્છા એ મોહનીયના કારણે છે. જેની ઇચ્છા છે તેનો અભાવ એ અંતરાયને જણાવે છે. વળી જેની ઇચ્છા થાય છે તે તેનાથી અતૃપ્ત હોય છે. જે જેનાથી અતૃપ્ત ન હોય તેને તેની ઇચ્છા થતી નથી. " જેણે દૂધપાક આકંઠ પીધો હોય તેને દૂધપાકની ઇચ્છા થતી નથી. કારણકે દૂધપાકથી તૃપ્ત થયેલો છે. આમ અતૃપ્તિ, ઇચ્છા, પ્રવૃત્તિ, પ્રાપ્તિ, ભોગ અને તૃપ્તિ આ ક્રમ છે. પણ આ તૃપ્તિ ક્ષણિક છે. કારણ કે સંસારના બધા જ પદાર્થો વિનાશી છે. માટે તેની પ્રાપ્તિમાં જીવ ક્ષણવાર તૃપ્તિ (સુખ) પામી શકે છે. કાયમી નહીં. તેથી વળી પાછી પુદ્ગલોમાં વિષમતા, વળી પાછી ઇચ્છા, પ્રાપ્તિ, તૃપ્તિ આમ ચાલ્યા જ કરે છે. માટે પુદ્ગલના સંગે થતું સુખ એ વાસ્તવિક ન હોવાના કારણે અને અનેક કુસંસ્કારોનું આધાન કરી દુર્ગતિમાં પણ લઈ જતું હોવાના કારણે જ્ઞાનીઓ ડિડિમ વગાડીને તેને છોડવાનું કહે છે. આમ ભૌતિક સુખ ત્રણે કાળમાં દુઃખરૂપ હોવા છતાં આપણને સુખ 'રૂપ લાગે છે તેમાં મિથ્યાત્વનો ઉદય જ કારણ છે. કમળાના રોગીને સફેદ વસ્તુ જેમ પીળી દેખાય છે તેમ મિથ્યાત્વના ઉદયે જીવને સંસારમાં જ્યાં લેશમાત્ર પણ સુખ નથી. છતાં ત્યાં સુખના મહાસાગર છલકાતા દેખાય છે. અને સંયમમાં જ્યાં અનંતસુખ છે, ત્યાં વ્યથા દેખાય છે આ ભ્રમ તોડવો જરૂરી છે. ભ્રમ તૂટે તો વૈરાગ્ય પ્રગટે. વૈરાગ્યને વધારવા માટે દૃષ્ટિરાગને તોડવાનો છે. દેષ્ટિરાગ એટલે પોતાની અજ્ઞાનમૂલક વિપરીત માન્યતાનો રાગ; Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org