________________ જીવનની વાસ્તવિકતા જગતમાં જીવો સુખની ઇચ્છાએ પાપ કરે છે, ભૌતિક સુખની ઇચ્છા જેટલી તીવ્ર તેટલો પાપબંધ વધારે. અને તેનાથી જીવો દુઃખો પામે છે. જગતમાં ક્ષણનું સુખ, મણનું પાપ અને ટનનું દુ:ખ પડે છે આ સત્ય સમજાઈ જાય તો જીવ વિવેકી બની જાય છે, સુખાભાસને છોડી આત્માના ગુણોનું સુખ મેળવવા તત્પર બને છે. ધર્મની ક્રિયા એ વ્યવહારમાર્ગ છે, એના આલંબને જીવની આસક્તિ તૂટે છે અને વાસ્તવિક ધર્મ થઈ શકે છે. ધર્મક્રિયા કરનારની જો લોભવૃત્તિ તૂટી નહિ, વિષયાકર્ષણ ઘટ્યું નહિ તો આત્માએ પરમાર્થથી ધર્મ કર્યો કેવી રીતે કહેવાય ? સંજ્ઞાનો નાશ એ ધર્મનું વાસ્તવિક ફળ છે. પ્રભુએ દાન, શીલ, તપ, ભાવ ધર્મ બતાવ્યો છે પણ તેમાં સમજવું કે - 25,000 રૂ. દાનમાં આપ્યા તે દાનક્રિયા થઈ અને પરિગ્રહ સંજ્ઞા તૂટે તો દાનધર્મ થયો સમજવો. તેવી રીતે પાંચમ, આઠમ ચૌદસે જીવ અબ્રહ્મનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળે છે એ શીલક્રિયા થઈ અને મૈથુનસંજ્ઞાનો હ્રાસ, નાશ એ શીલધર્મ થયો. તેવી રીતે એકાસણું, અબીલ, ઉપવાસ વગેરે તપક્રિયા થઈ અને આહાર સંજ્ઞાનો ફોર્સ તૂટે કે છૂટે તો તપધર્મ થાય છે. એવી રીતે પ્રભુની પાસે ગગદ અવાજે ક્રિયામાં એકતાન થઈએ તે ભાવક્રિયા થઈ અને પુણ્યના ઉદયથી મળેલો સુખમય અનુકૂળ સંસાર કે પાપના ઉદયથી મળેલો દુ:ખરૂપ પ્રતિકૂળ સંસાર એ અસાર લાગે ત્યારે ભાવધર્મ થયો સમજવો. પ્રકૃતિથી નિર્ગુણ સંસારમાં રતિ છોડવા માટે ભાવધર્મનું આલંબન લેવું પડશે. ભવોભવનાં દુઃખોથી છુટકારો જોઈતો હોય તો ચારિત્ર એ શ્રેષ્ઠ માર્ગ છે. જિનવચનની જે રીતે સદુહણા થવી જોઈએ તે રીતે કરતાં નથી માટે ઉત્થાન થતું નથી. જિનવચન ભવ્યજીવોને સંસારરૂપી કૂવામાંથી બહાર કાઢવા માટે દોરડા સમાન છે. સ્ત્રી પાણી ભરવા જાય 300-400 ફૂટ દોરડું આખું પાણીમાં નાંખી દે છે, ઘડો નાખી દે છે છતાં ચાર આંગળનું દોરડું હાથમાં છે તો ઘડો, પાણી, લાંબું એવું દોરડું બધું જ પાછું આવે છે, બસ, આ જ રીતે તમે સંસારમાં ગળાબૂડ ડુબેલા હો તો પણ જિનવચનને ઉપયોગમાં લૂંટ્યા કરશો તો નક્કી તમે તમારા આત્માને પામી શકશો, જિનવચન રૂપી મશાલ પાસે મોહનું અંધારું, કર્મોનો પડછાયો અને દુઃખનું અસ્તિત્વ ટકી શકતું નથી. જિનવચન ગમી જવું, તેનું ચિંતન - મનન - નિદિધ્યાસન કરવું એ જ શ્રેષ્ઠ પુણ્યોદય છે. અને પૈસા, ભોગ અને સંસાર ગમવો એ જ ઉત્કૃષ્ટ પાપોદય છે. આ સંસારના રવાડે ચડ્યા એટલે અનંતા જન્મો થયા, અનંતીવાર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org