________________ 58 યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સાંભળી લોકોએ પાણી ભેગું કર્યું. ટાંકાના ટાંકા પાણીથી ભરી દીધા અને વરસાદનું પાણી ન પીતાં ભરેલા ટાંકામાંથી પાણી પીવા લાગ્યા. પણ કાળ પસાર થતાં ભરેલું પાણી ખલાસ થઈ ગયું અને લોકોથી તૃષા સહન ન થતાં વરસાદના નિષિદ્ધ કરેલા પાણી પીવા માંડ્યા. અને તેથી લોકો ગાંડા થયા. રાજા અને મંત્રી આ બે જણે પાણી ન પીધું અને તેઓ ગાંડા ન થયા. એટલે આ બંને વ્યક્તિની ચેષ્ટાઓ જગત કરતાં જુદી હતી એટલે જગતના ગાંડા થયેલા લોકો આ બેને ગાંડા કહેવા લાગ્યા - હવે શું કરવું ? ડાહ્યા માણસો પાગલમાં ખપી રહ્યા છે. વિચક્ષણ, મંત્રીએ કહ્યું કે, રાજનું ! હવે બનાવટી ગાંડા બનો. એ સિવાય છૂટકો જ નથી.' ગાંડો માણસ ડાહ્યો કોને કહે ? પાગલ જેવી એટલે કે પોતાના જેવી ચેષ્ટા કરે તેને ડાહ્યો કહે. તમારું કુટુંબ આજે તમને ડાહ્યા કેમ કહે છે ? ખબર છે ? તમે એના જેવા પાગલ છો માટે. આજે તમે કુટુંબીઓ જોડે હસીને બોલવાનું બંધ કરો, ટેસ્ટથી ખાવા પીવાનું બંધ કરો. ટી.વી.ની મોજ - મજા બંધ કરો તો તમને બધા પાગલ કહેશે, અવ્યવહારુ કહેશે. સંસારની આ જમાતના ઉદ્દગારો છે કે તમે લોલ કે લોલ ચાલો તો તમે ડાહ્યા. હવે જ્ઞાનીની દૃષ્ટિથી ચાલતાં તમને લોકો પાગલ જ કહેશે. એટલે નિષ્કર્ષ એ આવ્યો કે, જ્યારે તમારા કુટુંબીઓ, સ્નેહીજનો, મિત્રો તમને ગાંડા કહે ત્યારે સમજજો કે તમે ડાહ્યા છો. હકીકતમાં મોહના ઉદયથી જીવે તે બધા પાગલ અને વિવેકથી જીવે તે બધા ડાહ્યા. તમારા ઘરમાં કોઈ વિરાગીને રહેવાનું સ્થાન છે ? તમારા છોકરાના ભવાંતરના (આ ભવમાં તો તમે આપ્યા નથી !) સંસ્કારો જાગૃત થાય અને આરાધના ગમે, અને સંસારમાં ઉદાસીનભાવે રહે, ચારિત્રની શક્તિ ન હોય, ચારિત્રનો વર્ષોલ્લાસ જાગતો ન હોય અને તે કહે કે આખી જિંદગી અચિત્ત વાપરીશ, મૌન રાખીશ, બોલીશ નહિ, કાચા પાણી અને અગ્નિને અડીશ નહિ, મારે કોઈ વિરાધના નથી કરવી - તો તમે તેને ઘરમાં રહેવા દો ? સભા : મહારાજ ! તમને સોંપીએ ! મહારાજ : અરે વાતમાં શું માલ છે ? અમને સોંપવાની વાત તો તમને સ્વપ્નમાં પણ ન આવે પણ તમારા જેવો પાગલ બનાવવા માટે જ પ્રયત્ન કરો. સંસારમાં ચારે બાજુ મોહનું નાટક છે. સંસારના પાયામાં દુઃખોની, પાપોની સુરંગ ગોઠવાયેલી છે. તમે બધાને મારા મારા કહીને જીવો છો એ જ ભૂલ છે. હવે તમને સદ્ગતિએ જવાનો ઉપાય બતાવું ? જુઓ તમે મરવા પડો, ડો. કહે ચાર-છ, કે વીસ-પચીસ કલાકના મહેમાન છો. ત્યારે તમારે તમારી Jain Education International 2010_05 www.jainelibrary.org For Private & Personal Use Only