________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ માટેની શક્યતા નહિવત છે. ભાવ લાવવા માટે પણ ધર્મ કરવો રહ્યો. આજે ઘણા એવું વિચારે છે કે ભાવ વિનાની ભક્તિ નકામી છે એ વાત પણ વિચારણીય છે. ભાવ લાવવા માટેની ભક્તિ યથાર્થ ભાવ ન લાવી શકે તેટલા પૂરતી નકામી કહો તો પણ સંસ્કારોનું આધાર કરાવવા માટે તો દ્રવ્યક્રિયા સમર્થ છે જ. અને લક્ષ્ય નક્કી થતાં, પ્રણિધાન જાગતાં તે દ્રવ્યક્રિયા ભાવક્રિયા બની શકે છે. સંસારમાં પણ આ જ વાત છે, કોઈ કહે કે બરોબર ગોળ રોટલી વણતાં આવડે પછી જ રોટલી વણવી, બરોબર ચાલતાં આવડે પછી જ બાળકે ચાલવું. તો આ શક્ય જ નથી. ગોળ વણવાના લક્ષ્ય, ચાલવાના લક્ષ્ય જીવ પ્રવૃત્તિ કરે તો તેમાં સફળતા મળે છે. મહાવ્રતનું પાલન કરવા માટે મેર જેવી સ્થિરતા જરૂરી છે. તે ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. તે માટે સંસારના અનુભવને પરિણામદેષ્ટિથી વિચારવો જરૂરી છે. બહારથી સોહામણો દેખાતો સંસાર અંદરથી બિહામણો છે. અનાદિ કાળની વિષય - કષાયની પરિણતિએ આત્માની વિડંબના સિવાય કાંઈ જ આપ્યું નથી. સંસારની નિર્ગુણતાનું દર્શન આંતરિક રુચિને પલટાવવા સમર્થ છે. સંસાર રૂચિ ન પલટાય તો ભવની પરંપરા તૂટે નહિ. બીજાનાં સુખોને જોયા પછી વિચારવાનું છે કે આ તો પુણ્યનાં ફળ છે. આગંતુક છે. મૌલિક નથી. સહજ નથી સ્વરૂપ નથી. આટલું સમજાઈ જાય તો ભૌતિક સંપત્તિના કોઈના ઉત્કર્ષ પ્રત્યે ઈર્ષ્યા ન થાય, બલ્ક આત્માને મેળવવાનો તલસાટ થાય. જેને પરલોકની ચિંતા નથી તેણે પણ વિચારવું જોઈએ કે પરમાત્માનો ધર્મ સમજતા નથી તો પરલોકમાં શું થશે ? આત્માની નિત્યતાને સમજનાર મૃત્યુથી ડરતો નથી અને જીવવાનો લોભી બનતો નથી. આત્માનો વિવેક આત્માને સન્મતિ આપે છે. અવિવેક આત્માને નુકસાન કરે છે. પુણ્યશાળીની ઈર્ષ્યા ન કરવી, તેની સામે ન પડાય. પાપીની નિંદા - ટીકા ન કરવી, તેના પક્ષમાં પણ ન બેસાય. સત્યના પક્ષપાતીએ અસત્યનો પરિહાર કરવો જ રહ્યો. પુણ્યશાળી આત્માની સામે પડવાનો પ્રયત્ન ન કરશો. તે પ્રયત્ન સૂર્યની સામે ધૂળ ઉડાડવા બરાબર છે. તેનાથી સૂર્ય કંઈ ઢંકાવાનો નથી બલ્ક ધૂળ આપણી આંખોમાં પડશે. પુણ્યશાળીની સામે બંડ પોકારવાથી આપણે જ ફેંકાઈ જઈએ છીએ. સંસાર બધો પુણ્યને આધીન છે. પુણ્ય રહિત બધાની નજરમાંથી ઊતરી ગયેલો આત્મા કઈ રીતે જીવી શકે ? પણ આ પાપ તો નગણ્ય છે. પણ જીવનો પરાભવ થયો છે. આત્મસ્વરૂપમાંથી ખસવાનું થયું છે એ જ મોટું પાપ છે. જીવનમાં ગુણવાનની સામે પણ ન પડાય. ખોટા માણસનો પક્ષપાત ન કરાય. તેની વાહવાહ કરવામાં આત્માને નુકશાન છે. વાહ વાહ કરવામાં તેના આત્માને પણ નુકશાન છે. ““ઉન્મારગી ગુણતાં હુએ ઉન્મારગ પોષ.' Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org