________________ સંસારની રુચિ પાપાનુબંધ, મોક્ષની રુચિ પુણ્યાનુબંધ યોગર્દષ્ટિ સમુચ્ચયમાં પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ બતાવ્યું છે અને તે પામવા માટેનો માર્ગ બતાવ્યો છે. પરમાત્મા શું છે ? કોણ છે ? કેવા છે ? એ સમજવા માટે એક વિશેષણ મૂક્યું છે કે પ્રભુ યોગીગમ્ય છે. યોગીઓ જ પ્રભુને જાણી શકે છે. અને પામી શકે છે. પ્રભુને પામવા માટે વૈષયિક સુખોને છોડવાનો અને આત્માના સુખ માટેની સાધના કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્માને જ્યાં સુધી સંસારની રુચિ હોય છે ત્યાં સુધી પાપનો અનુબંધ ચાલુ છે, આત્માની રુચિ થતાં પુણ્યનો અનુબંધ પડે છે. જે ચીજ આપણી નથી એને ભૂલવાની છે, એને છોડવાની છે. આ કરો તો જ આત્માનું સ્વરૂપ હાથમાં આવે. અને માટે જ વ્યવહારથી પ્રભુએ મુનિપણાનો ઉપદેશ આપ્યો. જે વસ્તુનો રાગ છોડવો હોય તેનો પરિચય ઓછો કરવો જરૂરી છે. વસ્તુના સતત પરિચયથી તેના સંસ્કારો દેઢ થાય છે અને તેનો રાગ છૂટવો મુશ્કેલ બને છે. ભોગમાર્ગે જીવનને વેડફશો તો કદી સંયમ મળી શકશે નહિ. ત્યાગમાર્ગને અપનાવવાથી સંયમની પ્રાપ્તિ સુલભ બને છે. પહેલે ગુણસ્થાનકે જેને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. તેને વ્રત ઉચ્ચરાવી શકાય. જેને સંસારની નિર્ગુણતા ભાસી છે તે વ્રતનો અધિકારી બની શકે છે. તેને પ્રતીતિ હોય છે કે રાગદ્વેષથી ભરેલો આ સંસાર આત્માની વિડંબના સિવાય કંઈ કરતો નથી. સુખમય સંસાર પણ પ્રકૃતિથી નિર્ગુણ છે. સંસારમાં ગાડી, વાડી, લાડી વિ. કોઈ પણ પદાર્થ આત્માનું હિત કરવા સમર્થ નથી. સમ્યક્ત્વાદિની ઉપરની ભૂમિકા પામવા માટે પણ પાયામાં વૈરાગ્ય જોઈએ છે. અને વૈરાગીને દ્રવ્યથી વ્રત ઉચ્ચરાવી શકાય. દ્રવ્યદીક્ષા ગ્રહણ કરીને ઘણા આત્માનું કલ્યાણ થયું છે. પ્રભુના માર્ગની આરાધના કરીને પ્રતિદિન ચિત્તની પ્રસન્નતા વધતાં, વર્ષોલ્લાસના વધવાથી ગુણસ્થાનક ભાવથી સ્પર્શી શકે છે અને જીવ ક્ષપકશ્રેણી માંડી શકે છે. પરિણામ એ અંતરંગ ચીજ છે, જે જોઈ શકાતા નથી. પરિણામ પેદા ન થાય તો દીક્ષા આપવી જ નહી એવું હોઈ શકે નહિ. લક્ષ્યપૂર્વકનો પ્રવૃત્તિધર્મ પરિણતિધર્મને પેદા કરી શકે છે માટે સમકિતનો આરોપ કરીને દીક્ષા આપવી એ માર્ગ છે. સંયમ લીધા પછી મહાવ્રતનો ભાર વહન કરતા જીવ નૈૠયિક ગુણસ્થાનકને પામી શકે છે. માટે જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. 125 ગાથાના સ્તવનમાં લખ્યું છે કે, “જે વ્યવહાર મુગતિ મારગમાં, ગુણઠાણાને લેખે જી અનુક્રમે ગુણશ્રેણીનું ચડવું, તેહી જ જિનવર દેખે . ભાવ આવ્યા પછી જ ધર્મ કરવાનો હોય તો તો ભાવ આવવા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org