________________ જીવનની વાસ્તવિકતા પ૯ પત્નીને તમારી આંખ સામે આવવા નહિ દેવાની. આ તમને ફાવે ? આખી જિંદગી જેના પર અનહદ રાગ કરીને જીવ્યા છો, તે તમારી અંતિમ પળે સંભવિત વિરહનાં આંસુ સારશે અને તમારા રાગને ઉશ્કેરશે અને તમે પહેલી નરકમાં જતાં હશો તો ધક્કો મારીને બીજી નરકે મોકલશે. જિંદગી આખી રાગનાં પાત્રો સાથે જ ગાળી છે, મરતી વખતે તે ઉપસ્થિત થાય તો રાગ વધે કે ઘટે ? અને વધે તો શું થાય ? “જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ' થવાની સંભાવના રહે. સંસાર બહુ વિચિત્ર છે. એમાં આપણું કંઈ નથી. અન્યત્વ ભાવનાને દઢ કરો, દેહ - ઈદ્રિયોથી જુદાપણું વિચારીને વૈરાગ્યને જ્વલંત રાખો. સમાજમાં સૌની વચ્ચે છતાં સૌથી અળગા થઈને જીવવાનું છે. એટલે કર્મોદયથી જે ફરજો અદા કરવાની પ્રાપ્ત થઈ છે તેનું પાલન કરવાનું છે અને અધિકારોની જમાવટ માટે અળગા થવાનું છે. આપણા અધિકારો આપણને ક્યારે મળે ? આપણું પુણ્ય અને સામી વ્યક્તિની પાત્રતા હોય તો મળે. આ બંને વસ્તુ પરાધીન છે માટે પરાધીન વસ્તુ માટે પુરુષાર્થ કરવાની જરૂર નથી અને ફરજનું પાલન સ્વાધીન છે તેના માટે પુરુષાર્થ છોડવાનો નથી. તેમ કરતાં ઔચિત્ય ગુણનો વિકાસ થતાં અધ્યાત્મ માર્ગ, આગળ વધાય છે. પણ તેમાં વિઘ્ન કરનારા ઘાતકર્મો છે. એમાં પણ મોહનીય કર્મ એ આત્માનો પ્રચંડ શત્રુ છે. જે જ્ઞાનને ખંડિત કરે છે, વિપરીત કરે છે, મલિન કરે છે. ચૈતન્યનો સંબંધ જ્ઞાન અને આનંદ બંને સાથે છે ઉપયોગને સુધારવા માટે સાધના છે. અઘાતી કર્મનો ઉપયોગ સાથે સીધો કોઈ સંબંધ નથી. કેવળજ્ઞાન થયા પછી જીવને આનંદ આનંદ જ હોય છે. અત્યારે સ્વરૂપના ભોક્તા બને તે જ કાળક્રમે મોક્ષને પામી શકે. સૌ પ્રથમ સત્ અને અસનો નિર્ણય કરો. જે આદિ અને અંતમાં નથી અને મધ્યમાં છે. તે બધું જ અસત્ છે. “નથી” “છે” અને “નથી' એ બધું જ અસત્ છે. સંસારના બધા સંબંધો અસત્ છે. આખું જગત અનિત્ય હોવાથી અસત્ છે. જે “છે', “છે' ને “છે' તે જ સત્ છે. તેનું ત્રણે કાળમાં અસ્તિત્વ છે. અસતું એટલે મિથ્યા, ક્ષણભંગુર, સાદિ - સાંત પર્યાય. અસતના દષ્ટા બનીએ તો સના ભોક્તા બની શકીશું. અને ભોગવે તે મોહનીય કર્મ જ બાંધે, જે અસતને છોડે, ભૂલે, તે જ “સ”ને પામી તેના ભોક્તા બની શકે. પરને ભોગવવાથી સ્વરૂપ દબાય છે માટે કર્મ બંધાય છે. ક્ષયોપશમ ભાવના આનંદને વેદશો તો જ ક્ષાયિક ભાવના આનંદને પામી શકશો. જ્ઞાનનું કાર્ય સ્વક્ષેત્રે આનંદવેદન છે અને પરક્ષેત્રે શેયને જણાવવાનું છે. કેવળજ્ઞાન એ-મૌલિક સ્વતંત્ર ચીજ છે. તેને પોતાના વેદન માટે જગતના કોઈ પદાર્થની જરૂર નથી. માત્ર મોહનીયની સામે વિજય મેળવવામાં આવે તો જ કેવળજ્ઞાન મળે છે. સર્વજ્ઞ થવા માટે વિતરાગ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org