________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ત્યારે પર્યાયાર્થિક નયનો વિચાર કરવો, બીજાની વર્તમાન દુઃખદ અવસ્થાને જોઈને સહાય કરવા દોડી જવું. સેવા લેવી એ પાપનો ઉદય છે અને સેવા કરવી એ પુણ્યબંધનું કારણ છે, પુણ્યોદયથી જ સેવા કરવાની તક મળે છે. વળી સાધકે બીજાની પ્રવૃત્તિ જોઈને તેની વૃત્તિ ઉપર આક્ષેપ ન કરવો ને પોતાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિની તપાસ કરવી. આ નદષ્ટિ આત્માને સાધનામાં અત્યંત ઉપયોગી છે. વ્યવહારની મુખ્યતા હોય ત્યારે તેને નજરમાં રાખવો જોઈએ અને નિશ્ચયની મુખ્યતા હોય ત્યારે તેને પ્રધાનતા આપવી. ધર્મ પરમાત્માની આજ્ઞામાં છે. ઔચિત્ય - મર્યાદાનો ભંગ કરીને સામાયિક કરો તો ચિત્તની પ્રસન્નતા ન હોય, સંકલેશ જ હોય. તમારો નિયમ મુખ્ય કે સમાધિ મુખ્ય છે ? અરે, સમાધિ માટે તો, નિયમાવલિ હોય છે. મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની ત્રિવિધ આરાધનામાં છે. એકલું સમ્યગ્દર્શન એ સંપૂર્ણ મોક્ષમાર્ગ નથી, હા, માર્ગના એક અંગભૂત ચોક્કસ છે અને માટે જ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં સભ્ય ર્શનજ્ઞાનવારિત્રાળિ મોક્ષમા: લખ્યું. આ ત્રણે સમુદિત થઈને એક માર્ગ બને છે. જે જ્ઞાન શ્રદ્ધામાં પરિણામ પામ્યું છે. તે જ કિંમતી છે અને તે શ્રદ્ધેય જ્ઞાન પ્રમાણે ક્રિયા કરીએ ત્યારે જ કાર્ય સિદ્ધ થાય છે. શ્રદ્ધા કોને કહેવાય ? જેમાં કદી ભૂલ ન થાય તે શ્રદ્ધા. દા.ત. ઝેર ખાવાથી મરી જવાય એ જ્ઞાન છે, તો તેમાં કદી ભૂલ થતી નથી. માણસ ભૂલથી પણ ઝેર ખાતો નથી. આજ (નિવૃત્તિ સ્વરૂપ) પ્રવૃત્તિ થઈ. આમ શ્રદ્ધા, જ્ઞાન અને પ્રવૃત્તિએ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. પણ આપણા તે મિથ્યા હોય તો વિપરીત ફળ આપે. સમ્યગુ હોય તો સમ્યગુ ફળ આપે. ઈદ્રિયોના વિષયોમાં અને કષાયોના આવેગ અને આવેશમાં સુખ નથી એ વાતની શ્રદ્ધા થયા વિના તેનાથી નિવૃત્તિ શી રીતે શક્ય બને ? અને આત્માના ગુણોમાં સુખ છે આ વાતમાં શ્રદ્ધા થયા વિના ત્યાં પ્રવૃત્તિ શી રીતે શક્ય બને ? આ વાતનું વિધિ-નિષેધપૂર્વક જ્ઞાન કરીને, તેમાં શ્રદ્ધા કરવાની છે અને તે પ્રમાણે જીવન જીવવાથી ચારિત્ર મળે છે. આ શ્રદ્ધા, બુદ્ધિ અને શ્રમ એ કોઈ સાંપ્રદાયિક વસ્તુ નથી, સર્વ જીવને માટે લાગુ પડે છે. universal તત્ત્વ છે. એનું નિરસન કરવા કોઈ સમર્થ નથી. जहा सुइ ससुत्ता पडियावि न विणस्सइ / तहा जीवे ससुत्ते संसारे न विणस्सइ // અર્થ : દોરો પરોવેલી સોય, પડી જવાથી ખોવાઈ હોય તો પણ તે સહેલાઈથી જડી જાય છે. તેમ સમ્યગુ શ્રુતજ્ઞાનરૂપી દોરાથી પરોવાયેલો જીવ, સંસારમાં ખોવાઈ જતો નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org