________________ જીવનની વાસ્તવિકતા છે. મોહનીય કર્મ જાય એટલે નામ અને ગોત્રકર્મ પણ દેહભાવને પુષ્ટ કરવામાં સમર્થ બની શકતાં નથી. ઘાતીના નાશ પછી અઘાતી કર્મ બળી ગયેલી સીંદરીવત્ છે જેનો માત્ર આકાર છે. હકીકતમાં તો રાખની ઢગલી જ હોય છે. અઘાતિ કર્મોમાં પ્રધાનતા આયુષ્યકર્મની છે. ઘાતિકર્મનાં પ્રધાનતા મોહનીયકર્મની છે. તે ઉપયોગ ઉપર અસર કરે છે, ચેતનાને કંઠિત કરી નાંખે છે. મતિજ્ઞાનમાં વિકારોને ઘુસાડી દે છે. આત્મા સુખસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે. અને પ્રેમસ્વરૂપ છે. પણ મોહનીયકર્મે વિજયી ફટકો આપીને આત્માને પોતાના આનંદ સ્વરૂપથી ભ્રષ્ટ કર્યો છે. આ આનંદ શાતા અને અશાતામાં વહેંચાઈને વિકૃત બની ગયો છે, જ્ઞાન એ અજ્ઞાન એટલે અલ્પજ્ઞાન અથવા વિપરીતજ્ઞાનમાં Convert થઈ ગયું છે અને આત્માનો પૂર્ણ પ્રેમ, રાગ અને દ્વેષમાં વિભક્ત થઈ ગયો છે. પ્રેમ વ્યાપક હોય છે, રાગ સીમિત હોય છે. વળી પ્રેમ આત્માશ્રિત હોય છે રાગ દેહાશ્રિત હોય છે. પ્રેમમાં સમર્પણ છે. ઘસાઈ છૂટવાની તૈયારી છે, રાગમાં સ્વાર્થવૃત્તિ છે, લૂંટી લેવાની વૃત્તિ છે. આજે સંસારમાં સુખ ઓછું - આટામાં લુણ જેટલું કે સમુદ્ર પાસે બિંદુ જેટલું છે અને દુઃખ ઘણું છે. મોહનીય કર્મની અસર નીચે રહેલું આત્માનું જ્ઞાન વિકારી બની જાય છે. અને તેથી આપણે દેહમય, ઈન્દ્રિયમય, સ્વજનમય બન્યા. હકીકતમાં જ્ઞાનાનંદને લૂંટવાનો હતો. જ્ઞાનથી પદાર્થને માત્ર જાણવાનો હતો તેમાં ભળવાનું ન હતું. કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી જગતના સૈકાલિક પર્યાયોને એક જ સમયે જુએ છે, જાણે છે, પણ વેદે છે તો સ્વરૂપને. માટે તેઓ જ્ઞાનાનંદની મસ્તીમાં છે. આપણે જ્ઞાનથી જોયને જાણી શેયમાં ભળી જઈએ છીએ માટે આત્માનો જ્ઞાનાનંદ આત્માથી વિખૂટો પડી જાય છે. જગતના પદાર્થોમાં સાક્ષીભાવ રાખવા દ્વારા આપણે નિજાનંદની મસ્તીને પામી શકીએ છીએ. આપણે હંમેશાં આપણા વિચારોના પણ સાક્ષી બનવું જોઈએ, આગ્રહી ન બનવું always be the witness of your thoughts. not the victim of your thouhts. જગતમાં પર એવા દેહાદિને સ્વ માનવાની ભૂલ કર્યા પછી આપણી ઓળખાણ અને સરનામું પણ ખોટું આપીએ છીએ. તમને પૂછે, તમે કોણ છો ? તો કહેશો કે, હું મહેન્દ્રભાઈ છું. હું છગનભાઈ છું ? તમારું સરનામું કયું ? તે સરનામા ઉપર તમે ત્રણે કાળ મળો ખરા ? જગતની દૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિ હંમેશાં જુદી હોય છે. એક રાજાના રાજ્યમાં પ્રખર જ્યોતિષી આવ્યો. તેણે ભવિષ્ય ભાખ્યું કે આ વર્ષે વરસાદ પડશે, તેનું પાણી જે કોઈ પીશે તે ગાંડા થશે. આ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org