________________ 60 યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ બનવાનું છે. તે માટે મોહનીયની સામે લડવાનું છે. મહાન યુદ્ધો જીતવા સહેલ છે પણ મોહની લડત આકરી છે. મોહન પરાજય માટે સ્વરૂપમાં લીનતા જોઈએ. ઉપસર્ગ વચ્ચે પણ સ્વરૂપના સુખનું વેદન કરતાં આવડે તો જ મોક્ષ મળી શકે. કાયાનું દુઃખ મન સુધી પહોંચ્યું તો આત્મા દુઃખને વેદશે પણ ઉપયોગ કાયામાં ન ભળે તો કાયાનું દુઃખ મન સુધી ન પહોંચતા સ્વરુપ સ્થિરતા થઈ શકે. આત્માના ઘરમાં જઈને મોહનીયકર્મનો કચ્ચરઘાણ વાળવાનો છે. તમારે તો મળેલું કશું જ છોડવું નથી. છોડવાનો વિચાર પણ નથી અને ભાવના પણ થતી નથી. પાપના ઉદયે આ સામગ્રી ચાલી જાય તો હસો કે રડો ? હસી શકો તો ધર્માત્મા. રડો તો ધર્મી નહિ. ગમે તેટલું જાય તો પણ મારા જ્ઞાન - આનંદ મારી પાસે છે એમ સમાધાન અધ્યાત્મ ન ગમે તેને જૈન શાસન સાથે શું સંબંધ છે ? “આત્માને કઈ રીતે પૂર્ણ બનાવવો ?' એ જૈન શાસન બત્સવે છે. આત્માની ઉન્નતિના ઉપાય ન ગમતા હોય તેને શાસન સાથે શું સંબંધ હોઈ શકે ? कोहो विषं कि अमयं अहिंसा, ___ माणो अरि किं हियमप्पमाओ; माया भयं किं सरणं तु सञ्चं, તો તુદો જિં તુમાર તુ / ઝેર શું ? તો ધ, અમૃત શું ? તો - અહિંસા, શત્રુ કોણ ? તો-માન કષાય; હિતકારી શું ? તો - અપ્રમત્તતા, ભય ક્યાં ? તો - માયામાં; શરણભૂત કોણ ? તો - સત્ય, દુ:ખ શાથી ? તો - લોભથી; સુખ શાથી ? તો - સંતોષથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org