________________ જીવનની જરૂરિયાત પ૩ કેટલું ? તેમાં ગુજરાતના ભાગે કેટલી જગ્યા ? તેમાં પણ અમદાવાદ કેટલું ? તે અમદાવાદમાં જૈનનગરનું સ્થાન કેટલું ? અને તે જૈન નગરમાં 35 નંબરના તમારા બંગલાનું સ્થાન કેટલું ? એક ટપકાથી પણ બતાડી શકાય તેમ છે ? તમારો બંગલો વિશ્વના નકશામાં સોયના ટપકાથી પણ બતાડી શકો તેમ છો ? ના, છતાં પણ એવા મુફલીસ પુણ્યના ઉદયમાં રાજીના રેડ થઈને દિવ્ય પુરુષાર્થની તકને હારી રહ્યા છો. આવા મામૂલી પુણ્યોદયમાં રાજી થવું એ એક નંબરની પાગલતા છે. રાજા મહારાજા, શ્રેષ્ઠી - પુત્રો, ચક્રવર્તી, ગણધર, તીર્થકરે આ બધું છોડ્યું !! શા માટે ? ઉત્તમ માણસો સારી વસ્તુને છોડે ખરા ? અને ઉત્તમ માણસોએ છોડેલી વસ્તુને સારી પણ કહેવાય ખરી ? ના, તો પછી ખરાબ વસ્તુ સારી લાગે એ માણસને બુદ્ધિશાળી કહેવાય ? વળી જીવો અનંતા છે ને પુદ્ગલની સામગ્રી મર્યાદિત છે. ખાલી પંચેંદ્રિય જીવો અસંખ્યાતા છે, તેમાં ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે. ભોગસામગ્રી રૂપે રહેલા પુદ્ગલના સ્કંધો મર્યાદિત છે. માટે બધાને બધા સ્કંધો ભોગવવા મળતા નથી અને જેઓને પૌલિક સામગ્રી ભોગવવા મળી છે તેઓને પણ આયુષ્ય પૂર્ણ થતાં આ બધું છોડીને જવું પડે છે. પુણ્યોદય હોય તો જીવનના અંતિમ શ્વાસ સુધી આ બધું રહે છે અને તમે ચાલ્યા જાઓ છો અને પુણ્ય ઘટે તો તમે ઊભા રહો અને બંગલા ચાલ્યા જાય આવું બને છે. ટૂંકમાં સંયોગ એ વિયોગના ગર્ભને લઈને જ જન્મે છે. ઉત્કૃષ્ટ પુણ્યોદયથી પણ જે સુખની સામગ્રી મળે છે તે યાદુ છે, કાંઈક છે. ઘણું બધું મળતું નથી, મળશે નહિ અને મળ્યું પણ ન હતું. આ વાત જે ભૂલ્યા તે બધા આત્મિક પુરુષાર્થ ચૂક્યા, તેનું ભાવી પણ સલામત નથી અને તેઓએ ભવોભવ સંસારમાં રખડવાનું, રઝળવાનું નિશ્ચિત કર્યું. આત્મિક પુરુષાર્થ ખોયો. તેનું ભાવિ તો ખરાબ જ છે. જીવ પાસે સામગ્રીનું ઠેકાણું નથી અને અહંકારનો પાર નથી. ભિખારી શાનો અહંકાર કરી શકે ? મારે હજુ ઘણું મેળવવાનું છે એમ જીવ સમજે તો શાંત અને નમ્ર બને. પરમાત્માનો સ્યાદ્વાદ જેને સમજાય તે જગતનું યથાર્થ દર્શન કરી શકે અને સમજી શકે છે કે, મારા આત્માના ઉત્થાન માટે મારે મારા મતિજ્ઞાનને સ્વચ્છ અને પૂર્ણ બનાવવાનું છે. મતિજ્ઞાનમાંથી વાદ, વિવાદ, સંક્લેશ, અહંકાર, આસક્તિઓને કાઢીને મતિજ્ઞાનને મુલાયમ બનાવવાનું છે. મતિ સ્વચ્છ બનતાં પરિબળો સહજ રીતે સુધરતાં જશે. પરિણામ સુધરે તો જ મતિજ્ઞાન સ્વચ્છ બને. અંતર્મુખ આત્મા સમજે છે કે મને જે કંઈ મળ્યું છે તે આત્માથી ભિન્ન છે અને એ માટે પરિણામ ન બગાડતાં, આત્માની પરિણતિને સ્વચ્છ, સ્વચ્છતર અને સ્વચ્છતમ બનાવવી એ જ મોક્ષમાર્ગ છે. પાપો ન કરવા છતાં જ્યાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org