________________ જીવનની જરૂરિયાત પરમાત્માનું સમગ્ર જીવન પ્રશસ્ત છે. પ્રભુની કર્મકાય, ધર્મકાય અવસ્થા દ્વારા જગતના જીવો ઉપર સતત પરોપકાર થયા કરે છે. પ્રભુએ અહિંસા - સંયમ અને તપની સાધના બતાવીને મોક્ષમાર્ગ સ્પષ્ટ બતાવી દીધો. અહિંસાનું પાલન સંયમ - તપ દ્વારા શક્ય છે. જેના જીવનમાં તપ નથી તેના જીવનમાં તપના પ્રતિપક્ષી રૂપે ખાન - પાન - માન આવીને ઊભા રહે છે. અર્થશાસ્ત્રમાં જીવનોપયોગી પદાર્થોના ત્રણ વિભાગ બતાડ્યા છે. (1) જરૂરિયાત (2) સગવડ અને (3) શોખ. હવા - પાણી પ્રકાશ એ જરૂરિયાત છે. પંખો - લાઈટ વિ. સગવડ છે અને એરકંડીશન વિ. શોખ છે. જરૂરિયાતમાં પણ માણસ પોતાની ઈચ્છા મુજબ તેની યાદી ન બનાવે તે માટે શાસ્ત્ર જરૂરિયાતની વ્યાખ્યા નક્કી કરી આપી ઉત્સર્ગ માર્ગ ઊના ઘીથી ચોપડેલી રોટલી, થીગડા વિનાનું વસ્ત્ર અને અખંડ નળિયાંવાળું ઘર મળી જાય પછી જીવનની જરૂરિયાતો પૂરી થઈ જાય છે. પુણ્યના ઉદયમાં જીવ ભાન ભૂલે છે અને નેહા નીહો તેદી તો જેમ લાભ (પ્રાપ્તિ) થાય તેમ લોભ વધતો જાય છે. એક વખત પેસેફિક મહાસાગરમાં એક વહાણ ભાંગી ગયું. મુસાફરોએ લાકડાનાં પાટિયાં વિ. જે મળ્યું, તેના સહારે તેઓ સમુદ્રમાં તરવા લાગ્યા. એક પ્રવાસીના હાથમાં એક મજબૂત પાટિયું આવ્યું, તેણે પાટિયાને બરોબર પકડી રાખ્યું. સમુદ્રના ઝંઝાવાતો વચ્ચે પણ પાટિયાને છોડ્યું નહિ અને 60 દિવસે એ પ્રવાસી પેસેફીક મહાસાગરના કિનારે આવ્યો ત્યારે પત્રકારો એની ચોમેર ઘૂમી વળ્યા અને '60 days of pecific' 60 દિવસના પેસેફીક સાગરના અનુભવોને પૂછવા લાગ્યા. એ ભાઈએ અત્યંત શાંતિથી કહ્યું કે હું તો સતત એ વિચારતો હતો કે, “ઓ પ્રભુ તું મને બે પગ મૂકવા માટે ધરતી આપ અને એક ગ્લાસ મીઠું પાણી પીવા આપ - બસ, તેનાથી વધારે મારે કંઈ જોઈતું નથી.” હકીકતમાં આપણી પ્રાથમિક તનની જરૂરિયાતો ઘણી ઓછી છે પણ મનની ભૂખને કોઈ સંતોષી શકતું નથી. ઓછામાં ઓછી ચીજથી જીવવું એ આર્યદેશની શ્રેષ્ઠ પદ્ધતિ હતી. વધુમાં વધુ ચીજોથી જીવવું એ અનાયશની પદ્ધતિ છે. અંગ્રેજીમાં પણ એક તત્ત્વચિંતકે લખ્યું છે કે, That man is richest whose pleasures are cheapest. જગતમાં સંયમીને ઓછામાં ઓછી વસ્તુથી ચાલે છે અને વળી તેમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવનો પ્રતિબંધ હોતો નથી. જગતના કોઈ પણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org