________________ સુખી થવાની ચાવી બીજાની ભૂલો જોઈને ટકટક ન કરો. તે કરવાથી પુણ્ય ખતમ થઈ જશે. વૃદ્ધાવસ્થામાં શાંતિથી જીવવું હોય તો યૌવનવયમાં અનાસક્ત બનો, મૌન કેળવી લો. જેથી વ્યર્થ શક્તિ ખરચાતી અટકી જાય. સદ્દગુરુઓ સુખી થવાની ચાવી આપે છે. “અ-બ-ક” એમાં “અ” એટલે આનંદમાં રહો. સમાધાનથી જીવ આનંદમાં રહે છે. સંઘર્ષથી જીવ વ્યથિત રહે છે. “બ” એટલે બોલબોલ ન કરો. વડીલોએ ઘડિયાળ પાસેથી શીખવાનું છે. ઘડિયાળ કલાકે અથવા અડધો કલાકે યોગ્ય ટકોરા મારે છે, પણ દર સેકંડે ટકોરા મારે તેવું ઘડિયાળ કોઈ ઘરમાં રાખે ? એટલે અવસરોચિત ઓછું અને પ્રિય બોલીને ખસી જવું. હકીકતમાં you can guide others but cannot disturb others. તમે બીજાને માર્ગદર્શન આપી શકો છો, પણ ખલેલ પહોંચાડી શકતા નથી. આ બંને વચ્ચેની ભેદરેખા અત્યંત પાતળી છે કોઈને કહેવું એ માર્ગદર્શન છે. guidance છે અને કીધા પછી જોયા કરવું - તે કરે છે કે નહીં ?' તે દખલ છે. કહેવાથી આપણી ફરજ પૂરી થાય છે. પછી બીજાના જીવનમાં અનધિકાર ચેષ્ટા કરવાથી શું વળે ? એટલે બોલબોલ ન કરવું. અને “ક” એટલે કામ કરો. કર્તવ્યનું, ફરજનું પાલન કરો. અધિકારની ચિંતા ન કરો. આજે ફરજનું પાલન કરવું એ આપણા હાથની વાત છે. અને અધિકારોને મેળવવા માટે - 1. આપણું પુણ્ય જોઈએ અને 2. સામી વ્યક્તિની પાત્રતા જોઈએ. આ બંને વસ્તુ પરાધીન છે પુણ્ય હોવું પરાધીન છે, પુણ્ય કરવું સ્વાધીન છે, અને સામી વ્યક્તિની પાત્રતા પણ આપણને આધીન નથી. તો અધિકારોની જમાવટમાં વીર્ય ફોરવવું તે મૂર્ખતા છે. એને બદલે ફરજનું પાલન કરો તો આત્મિક કલ્યાણ ચોક્કસ શક્ય બને. માટે જ ગીતામાં કહ્યું છે કે, " ઇવ ધિવકારસ્તે મા જેવુ રાવજ.” યોગ્યતા વિના મળેલી શક્તિ પણ નકામી છે. દા.ત. કષાયની હાજરીમાં થયેલું જાતિસ્મરણ જ્ઞાન બહુ નુકસાન કરે છે. અંદર શાંતિ ન હોય અને બહારથી ભડકો થાય તો શું કરવાનું ? એના કરતાં તો અજ્ઞાન શ્રેયસ્કર બની શકે. આર્તધ્યાનથી દુર્ગતિમાં ફેંકાવાનું બને છે માટે જ ધર્મધ્યાનના આલંબનથી આર્તધ્યાનને દૂર કરવાનું છે. પ્રકારોતરના આર્તધ્યાનથી અપધ્યાન બંધ થતું નથી અને અર્થ અને કામની આસક્તિથી સમાધિ દુર્લભ બને છે. ઉત્તમ ભવ હારી જવાય છે, તક ચૂકી જવાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org