________________ 48 યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ભીલડીએ તાપસ દીક્ષા અંગીકાર કરી. સિંહે અણસણ સ્વીકાર્યું. ત્રણે મરીને પહેલા દેવલોકમાં આભિયોગિક દેવ થયાં. તે વખતે ઋદ્ધિમાન દેવતાઓની ઋદ્ધિ જોઈને વિલાપ કરે છે કે, હાય અમે કેવી ભૂલ કરી. પૂર્વભવમાં અમને જૈનગુરુ મળ્યા છતાં અમે દીક્ષા લીધી નહિ. હવે શું થશે ? આના ઉપરથી આપણે સમજવાનું કે દૃષ્ટિરાગાદિના પાશમાં ફસાવું નહીં. બીજાની ભૂલો જોઈ આપણે સુધરી જવું. સત ને જણાવે તે સત્ય. - તે દશ પ્રકારે છે. (1) જનપદ સત્ય : લોક વ્યવહારમાં વપરાતો શબ્દો. (2) સમ્મત સત્ય : જે શબ્દનો અર્થ બધાને સમ્મત હોય તે. (3) સ્થાપના સત્ય : જે કોઈ વસ્તુનું વાસ્તવિક ચિત્ર દોર્યું હોય, ' અથવા મૂર્તિ સ્થાપી હોય તે. અથવા સમ્યગુ જ્ઞાનની સ્થાપના - 35 પુસ્તકો વગેરે. (4) નામ સત્ય : જે નામ થકી જેનો વ્યવહાર કરાતો હોય તે. (પ) રૂપ સત્ય : બહુરૂપી, જે - જે રૂપો કરે, તેવા સ્વરુપે તેને ઓળખવો તે. (6) પ્રતીત્ય સત્ય : પરસ્પર સાપેક્ષ ભાવે, નાના મોટાને, નાનું મોટું જાણવું તે. (7) વ્યવહાર સત્ય : ભોજન કરવા માટે, ભાણું પીરસો એમ કહેવું (8) ભાવસત્ય : સપ્રયોજન. કોઈ પણ પ્રધાન યાને મુખ્ય ભાવને (પરિણામને) આગળ કરીને તેને તથા સ્વરુપે કહેવું છે. જેમ મનુષ્યના બીજા અંગોમાં બીજા વર્ષો હોવા છતાં માણસને - કાળો - ગોરો કહેવાય છે. તે અથવા સપ્રયોજન નિત્યતા - અનિત્યતા, એકતા - અનેકતા, તેમ જ શુદ્ધતા - અશુદ્ધતાનો મુખ્યપણે વ્યપદેશ કરવો તે. (9) યોગસત્ય : જેમ ઘોડા ઉપર બેઠેલાને, ઘોડેસ્વાર કહેવો તે. (10) ઉપમા સત્ય : જેમ કોઈ પરાક્રમી, શૂરવીર પુરુષને સિંહ કહેવો ઉપર જણાવેલા દશે પ્રકારના સત્યને તે - તે ભાવે (સ્વરુપે) સત્ય જાણવા જોઈએ, અન્યથા એક-બીજા સંબંધે વિપક્ષસ બુદ્ધિએ કહેવું તે મિથ્યા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org