________________ 54 યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સુધી પાપોનો પક્ષપાત, પાપરુચિ, પાપનું વલણ મનમાં બેઠું છે ત્યાં સુધી અવિરતિજન્ય પાપ ચાલુ જ છે. આખું વિશ્વ માને છે કે જ્યાં સુધી જીવ પાપ કરે ત્યાં સુધી તેને કર્મબંધ થાય. પણ જિનશાસનનો વિરતિનો આદર્શ, Concept સમજાવે છે કે આત્મા પાપ કરે યા ન કરે પણ જ્યાં સુધી આત્માને પાપનું વિરમણ નથી ત્યાં સુધી કર્મબંધ ચાલુ જ છે. આજે વૃક્ષો વિ. એકેંદ્રિય જીવો હિંસા કરે ? જુઠું બોલે ? મૈથુન સેવે ? પરિગ્રહ રાખે ? ક્રોધ - માન - માયા - લોભ પ્રગટપણે કરી શકે છે ? એકેંદ્રિય જીવો આ જગતનાં કહેવાતાં કયાં પાપો કરી શકે છે ? છતાં તેનો મોક્ષ કેમ નથી ? પાપ ભલે ન કરે પણ અપેક્ષા રહી છે. આજે સામગ્રી, શક્તિ અને સંયોગના અભાવમાં તેઓ પાપ નથી કરતા, પણ સંયોગો સાનુકુળ મળતાં પાપ કરવાનું ચાલુ થઈ જવાનું છે. બસ, આ અપેક્ષાને કારણે પાપબંધ ચાલુ જ છે. વિરતિ ગ્રહણ કરવાથી આ અપેક્ષાનો છેદ ઊડે છે. વિરતિ એટલે શ્રી અરિહંત પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞાબદ્ધ થઈને પાપથી અટકવું. સર્વવિરતિ લેનારો આત્મા આ જગતમાં થતાં બધા પાપોનું કનેક્ષન તોડી નાખે છે. મન - વચન - કાયા, કરણ - કરાવણ અને અનુમોદનથી આ સાધક પાપપ્રવૃત્તિથી અટકી જાય છે. જ્ઞાનીઓએ વિરતિ ધર્મ બતાવી જબરજસ્ત ઉપકાર કર્યો છે. જીવ વિરતિધર્મનું દ્રવ્યથી પાલન કરે તો પણ દુર્ગતિને અટકાવી શકે છે. વિરતિધર્મ ભવાંતરે વળી પાછું ચારિત્ર અપાવે અને આ રીતે ભાવચારિત્રની સ્પર્શના થતાં જીવ મોક્ષની નિકટ પહોંચે છે. પરમાત્માએ બતાવેલા ચારિત્રના પાલન વિના મોક્ષમાર્ગ નથી. પુણ્યથી શક્તિ મળે, ધર્મથી તેનો સદુપયોગ થઈ શકે. પૈસાથી ચશ્મા મળે, પુણ્યથી આંખો મળે, ધર્મથી નિર્વિકારી દષ્ટિ મળે. પૈસાથી માથાના વાળ સેટ થાય, પુણ્યથી માથું મળે, ધર્મથી સદ્દવિચાર મળે. પૈસાથી કાંડા ઘડીયાળ મળે, પુણ્યથી હાથે મળે, ધર્મથી હાથનો સદુપયોગ દાન, પ્રભુપૂજામાં થાય. પૈસાની તાકાત પુરી થાય ત્યાં પુણ્યની તાકાત શરુ થાય અને પુણ્યની તાકાત પુરી થાય ત્યાં ધર્મની તાકાત શરુ થાય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org