________________ પર યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પદાર્થ મેળવવા પાછળ ઘણી હિંસા કરવી પડે છે. એક કપ ચા માટે પણ અસંખ્ય અપૂકાય, તેઉકાય, વાયુકાય વિ. જીવોની હિંસા કરવી પડે છે. પદાર્થોની જરૂરિયાત વધારતાં દ્રવ્યહિંસા વધે છે અને પદાર્થોની જરૂરિયાત ઘટાડતાં દ્રવ્યહિંસા ઘટે છે. અને તે પદાર્થોમાં રાગાદિ થતાં ભાવહિંસા વધે છે. સ્પૃહા વગરનું મન બનાવો તો જ આ બધાં પાપોથી અટકી શકાય તેમ છે. પૌગલિક પદાર્થોની ઈચ્છા કરી, તે માટે પ્રવૃત્તિ કરી, પ્રાપ્તિ થઈ અને તૃપ્તિ થઈ. હવે આ પદાર્થ પુદ્ગલસ્વરૂપ છે, સ્વયં વિનાશી છે, એથી તેના દ્વારા થતી તૃપ્તિ પણ સાદિ - સાંત બની રહેશે. અને વળી ઈચ્છા ઊભી થતાં પ્રવૃત્તિ - પ્રાપ્તિ - તૃપ્તિનો ચક્રાવો ઊભો રહે છે. જ્ઞાની પુરુષ આપણને સમજાવે છે કે હવે એક એવી ઇચ્છા - સ્વરૂપને પામવાની ઈચ્છા ઊભી કરો, તેના માટે પ્રવૃત્તિ કરો, તે પામો તો તેનાથી ઊભી થતી તૃપ્તિ પણ સાદિ - અનંત રહેશે. સંસારી અને જ્ઞાનીમાં આ જ તફાવત છે; સંસારી જીવો ઇચ્છાની પૂર્તિ માટે સતત પ્રયત્નશીલ રહે છે જ્યારે જ્ઞાનીઓ ઈચ્છાનું વિલીનીકરણ કરવા તત્પર બને છે. ઇચ્છા આકાશ સમી છે. તેનો અંત થઈ શકતો નથી માટે જ્ઞાની ઈચ્છાઓનો નાશ કરી નિરીહતા ગુણને કેળવે છે. ગૃહસ્થજીવન પણ તેનું જ શ્રેષ્ઠ છે. જેને જરૂરિયાત ઓછી છે. જરૂરિયાત - સ્પૃહા વિનાનું મન, આત્માને મોક્ષની નિકટમાં લઈ જાય. બાર વ્રતનું પાલન બધી જરૂરિયાત અને ભોગવટા ઉપર અંકુશ મૂકે છે. ભોગ અને ભોગની સામગ્રી પાપરૂપ લાગે ત્યારે તેમાંથી જીવ પાછો વળે છે. ભગવાને આપણને આચારમાં અહિંસા, જીવનમાં કર્મવાદ અને વિચારમાં સ્યાદ્વાદ આપ્યો છે. સ્યાદ્ એ અપૂર્ણતાનું ઘાતક છે. સ્યાદ્ એટલે કિંચિત. પરમાત્મા અસ્યા છે. પૂર્ણ છે. પરમાત્મા કહે છે કે, “તું પૂર્ણ ન બને ત્યાં સુધી ભૌતિક પુણ્યથી કે આધ્યાત્મિક પુણ્યથી જે કાંઈ મળે છે તે સ્યાદ્ - કાંઈક - જ છે. અર્થાત ઘણું બધું નથી. ભૌતિક સુખ ગમે તેટલું હોય તો પણ બધાને બધું - પૂર્ણ મળે નહિ. બળદેવને પ્રતિવાસુદેવનાં સુખો મળતાં નથી, પ્રતિવાસુદેવને વાસુદેવના સુખો મળતાં નથી, વાસુદેવને ચક્રવર્તીના સુખો મળતાં નથી, ચક્રવર્તીને ઇન્દ્રનાં, ઇન્દ્રને અહમ્ ઇન્દ્રનાં સુખો મળતાં નથી. પૌદ્ગલિક સુખોને પામીને કોઈ પણ આત્મા પૂર્ણ બનતો નથી. પુદ્ગલ સ્વયં અપૂર્ણ છે. જે ચીજ અપૂર્ણ છે તેને પામીને આત્મા કઈ રીતે પૂર્ણતાને પામે ? સંસારમાં જે કાંઈ મળે છે તે અલ્પ, અધૂર, વિનાશી, ચાલી જવાના સ્વભાવવાળું મળે છે. ચક્રવર્તી અને ઇન્દ્રના સુખમાં પણ પૂર્ણતા નથી. આજે તમને જે કાંઈ મળ્યું છે તે કેટલું છે ? વિશ્વના નકશામાં હિન્દુસ્તાનનું સ્થાન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org