________________ 50 યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જ્યાં સુધી જીવ વીતરાગ નથી બન્યો ત્યાં સુધી તેને કોઈ ને કોઈના સંબંધમાં તો આવવું જ પડશે. જીવો રાગ વિના રહી જ શકતા નથી તો પછી વિવેકપૂર્વક જો તારક તત્ત્વો જોડે સંબંધ બાંધવામાં આવે તો દુર્ગતિ દૂર થઈ જાય. તમને જેમ ધર્મ કરતાં નથી આવડતો, તેમ રાગ કરતાં પણ નથી આવડતો. વિષય - કષાયની પરિણતિ ઘટ્યા વગર તારક તત્ત્વો પ્રત્યે રાગ થઈ શકતો નથી. એ તો કોઈ વિરલાને જ તારક તત્ત્વો ગમે છે. ધરતી પરનું સ્વર્ગ મા - બાપે સંતાનોનું બુદ્ધિથી પૃથક્કરણ કર્યું નથી, પણ તેઓ માત્ર હૃદયથી પ્રેમ આપીને સંતાનોને મોટાં કરે છે. તો સંતાનોએ પણ પોતાની નૈતિક ફરજને અદા કરતાં વડીલોને હૃદયથી જોવાં જોઈએ, બુદ્ધિથી નહિ. * જેની બુદ્ધિ “સત્ય” તરફ ગતિ કરી છે તે બુદ્ધિશાળી બને છે. કઃ જેની બુદ્ધિ “અહં' તરફ ગતિ કરે છે તે બુદ્ધિજીવી બને છે. હૃદય અને બુદ્ધિના તફાવતમાં બુદ્ધિજીવીની બુદ્ધિની વિવક્ષા છે. હૃદય (1) હૃદય પરિસ્થિતિનો સ્વીકાર કરે છે. (1) બુદ્ધિ પરિસ્થિતિનો સામનો કરે છે. (2) હૃદય બીજાના સુખને કેન્દ્રમાં રાખે છે. (2) બુદ્ધિ પોતાના સુખને કેન્દ્રમાં રાખે છે. (3) હૃદય પાસે સમાધાનની કળા છે. Art (3) બુદ્ધિ, ધાર્યું ન થતાં સંઘર્ષ કરે છે. of Compromise. (4) હૃદય પોતાની ફરજનો વિચાર કરે છે. (4) બુદ્ધિ પોતાના અધિકારનો વિચાર કરે (5) હૃદય પાસે લાગણી છે. (5) બુદ્ધિ પાસે માંગણી છે. (6) હદય હંમેશા પોતાની ભૂલ જુએ છે. (6) બુદ્ધિ હંમેશા બીજાની ભૂલ જુએ છે. (7) હૃદયમાં કૃતજ્ઞતા છે એટલે બીજાના (7) બુદ્ધિમાં અહંકાર છે એટલે પોતે બીજા ઉપકારોને યાદ કરી નમ્ર અને પરોપકાર ઉપર કરેલા ઉપકારોને સતત યાદ કરે તત્પર બને છે. છે. અક્કડતા એ શબની પહચાન છે. (8) હૃદય સંવેદન શીલ છે. (8) બુદ્ધિ કઠોર છે. (9) હૃદયની ભાષા છે સારુ, ગમશે ફાવશે. (9) બુદ્ધિની ભાષા છે. How ?Why ? .મહત્તિ. આ હું નહીં ચલાવી લઉં ? (10) હૃદય બીજાની ભૂલને માફ કરે છે. (10) બુદ્ધિ બીજાની ભૂલની સજા કરે છે. (11) હૃદય બીજાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિ (11) બુદ્ધિ બીજાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિ ઉપર આક્ષેપ કરતું નથી. અને પોતાની ઉપર જલ્દી આક્ષેપ કરે છે અને પ્રવૃત્તિ જોઈને વૃત્તિની જરુર તપાસ કરે પોતાની ભૂલને વ્યાજબી ઠરાવવા પ્રયત્ન કરે છે. (12) હૃદય મનઃસ્થિતિને સુધારવા પ્રયત્ન કરે (12) બુદ્ધિ પરિસ્થિતિને સુધારવા પ્રયત્ન કરે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org