________________ દૃષ્ટિરાગની ભયંકરતા અહો ! દૃષ્ટિરાગ કેટલો બધો ખરાબ છે ! શ્રીપતિ નામનો સાર્થવાહ છે. તે બ્રાહ્મણકુળમાં જન્મ્યો છે. વેદોક્ત કથનમાં શ્રદ્ધાવાળો છે. એક વખત પ્રાતઃકાળે બ્રાહ્મમુહૂર્ત જાગી ગયો. વિચારે છે કે મેં આ લોકમાં ધનોપાર્જન કર્યું, પુત્રપુત્રાદિ પરણાવ્યા, સંસારનું બધું જ કર્યું પણ આત્માનું તો કાંઈ જ કર્યું નથી. તો હવે આત્મા માટે કંઈક કરું ! એવી વિચારણાથી તેણે એક લાખ બ્રાહ્મણોને જમાડ્યા. લૌકિક પરોપકારનાં કાર્યો કર્યા છતાં સંતોષ થયો નહિ, તેથી રાજાની આજ્ઞા લઈ પોતાના પુત્ર શ્રીતિલકને પોતાના સ્થાને સ્થાપી તીર્થયાત્રાએ નીકળ્યો. ત્યાં અટવીના એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામાં રહેલા મલમલિન ગાત્રવાળા મહાત્મા જોયા. ત્યાં જ મનમાં વિચારે છે કે અરે, આ પ્રાતઃકાળમાં જ મુંડિયાનાં દર્શન થયાં. અપશુકન થયાં. ત્યાં જ મહાત્મા વિશિષ્ટ જ્ઞાનના બળે તેના ભાવો જાણીને કહે છે, અરે, શ્રીપતિ સાર્થવાહ ! હજુ શૌચ - અશૌચને જાણતો નથી માટે જ મનમાં આવા અશુભભાવો કરે છે. હકીકતમાં બ્રહ્મચર્યનું પાલન એ ભાવશૌચ છે. શરીરમાંથી માંસ અને લોહી ખેંચી લેવામાં આવે તો પછી શરીરને જોવું પણ નહીં ગમે. તેવા શરીરની રક્ષા કરવી પણ દુષ્કર બને છે, કાગડા અને ગીધો તે શરીરને ફોલી ખાવા માટે ધસતા હોય છે. સંસારમાં જન્મ -- જરા - મરણ - આધિ - વ્યાધિ અને ઉપાધિ વખતે બચાવનાર કોણ છે ? વૃદ્ધાવસ્થામાં કોને સમાધિ રહેશે ? સંયમીને સમાધિ સહજ છે. ભોગો ભોગવીને પુણ્ય ખરચી નાખનાર દેવાળિયા કંપનીને અંતે અટવાવું પડશે. પરબ્રહ્મમાં મગ્ન બનેલા પવિત્ર આત્માઓને દ્રવ્યશૌચની જરૂર નથી. દ્રવ્યશૌચની જરૂર તો તેને પડે કે જે અબ્રહ્મની વાસના અને વિકારોથી ખરડાયેલા હોય. વળી પાણીના પ્રત્યેક ટીપામાં રહેલા અસંખ્ય અસંખ્ય જીવોનો તને ખ્યાલ નથી માટે તું આવા વિચારો કરે છે. ત્યારે એને લાગ્યું કે આ કોઈ વિશિષ્ટજ્ઞાની મહાત્મા લાગે છે જે મારા મનોગત ભાવોને પણ જાણે છે. પછી હાથ જોડીને વિનમ્ર સ્વરે તે શ્રીપતિ સાર્થવાહ કહે છે, મહાત્મન્ ! મને ક્ષમા કરજો. આપ કહો છો તે કદાચ સાચું પણ હોય તો પણ હું કુલોચિત ધર્મને છોડી શકું તેમ નથી. બાર-બાર વર્ષો સુધી તીર્થયાત્રા કરી તે ઘરે પાછો આવ્યો ત્યારે વૃદ્ધાવસ્થાને કારણે શરીર, લોહી....માંસ વિનાનું હાડપિંજર જેવું બન્યું છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org