________________ અહિંસા પરમો ધર્મ 45 એને સમજાવવા છતાં આ દુષ્ટ પકડ, કદાગ્રહ છોડવો દૃષ્ટિરાગી માટે દુઃશક્ય છે. દષ્ટિરાગી સજ્જન હોઈ શકે, પરોપકારી, દયાળુ હોઈ શકે પણ પોતાની પકડમાં સમાધાન કરવા તૈયાર ન હોય. સાચું સમજવા તૈયાર ન હોય. બાવી પકડવાળાને તત્ત્વથી પહેલું ગુણસ્થાનક પણ ન હોય. ગુણસંપન્ન બપુનબંધક અવસ્થા પણ ન હોય. ચોથે, પાંચમે, ગુણસ્થાનકે કામરાગ, નેહરાગ અને છ ગુણઠાણે સ્નેહરાગ હોઈ શકે છે. સાધુતા સ્નેહરાગે ટકી શકે છે, પણ દૃષ્ટિરાગ માટે કોઈ ગુણસ્થાનક નથી. દૃષ્ટિરાગથી બચવું હોય, મોક્ષને પામવો હોય તો ગુણસંપન્ન, ગુણી, ગુણપક્ષપાતી બનવું જોઈએ. કલ્યાણમિત્રનો પક્ષપાત કરવો જોઈએ. સામાચારીના ઝઘડામાં એકાદ સ્થાને પણ આત્યંતિક બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. વ્યવહારથી આપણી સામાચારી પાચી છે એવું માનીએ તો આપણી સામાચારી પ્રત્યે આપણી વફાદારી, અને સમર્પણ ટકી શકે છે. અને નિશ્ચયથી બીજાની સામાચારી ખોટી નથી એવું માનવાથી એના પ્રત્યે ઉદારતા ટકી શકે છે. આખરે ગુણપ્રાપ્તિ કરીને આગળ વધવાનું છે. માટે જ એક કવિએ કહ્યું છે કે, “જેહનું સૂત્ર તેહને દે, જેમ તેમ કરી હરિને લે.” બીજાપક્ષના સુવિહિત ચારિત્રસંપન્નને વંદન કરવાની ઇચ્છા થતી નથી અને દૃષ્ટિરાગ નથી તો શું છે ? દૃષ્ટિરાગીની પ્રજ્ઞાપનીયતા નષ્ટ પામી જાય છે. અનુપચરિત પહેલું ગુણસ્થાનક પામવા માટે જેમ વૈરાગ્ય જરૂરી છે તેમ પ્રજ્ઞાપનીયતા પણ જરૂરી છે. મોહગર્ભિત અને દુઃખગર્ભિત વેરાગ્યમાં પણ ગુણસ્થાનક ન હોઈ શકે. ગુણાનુરાગ એ મોક્ષમાર્ગ છે. દષ્ટિરાગ એ કાંઈ મોક્ષમાર્ગ નથી. દૃષ્ટિને ગુણમય બનાવવાની છે, તો જ ઉપર ઉપરના ગુણસ્થાનક પામી શકાશે. દૃષ્ટિરાગમાં કદાગ્રહગર્ભિત માન્યતા યાપક હોય છે. શ્રીપતિ બ્રાહ્મણ પણ દૃષ્ટિરાગથી અધ:પતન પામે છે. હેતુ અહિંસા જયણા રુપે, જંતુ અઘાત સ્વરુપ; ફળરૂપે જે તેહ પરિણમે, તે અનુબંધ સ્વરુપ. મનમોહન જિનજી તુઝ વયણે મુજ રંગ.” જે કિયા જયણાના પરિણામે પ્રવર્તે છે તે હેતુ અહિંસા, જ્યાં જીવના દ્રવ્ય પ્રાણોનો ઉપઘાત ન થતો હોય તે સ્વરુપ અહિંસા, જે પ્રવૃત્તિથી આત્મા કર્મબંધનથી મુક્ત થવા રુપ ફળને પામતો હોય તે અનુબંધ અહિંસા સમજવી. પરિણામની શુદ્ધિથી હેતુ અહિંસા, યોગ -- નિરોધથી સ્વરુપ અહિંસા અને શુદ્ધ ઉપયોગ પ્રવર્તન કરવાથી અનુબંધ અહિંસા પ્રાપ્ત થાય છે. આ સંબંધે કહ્યું છે કે, “‘ક્રિયા એ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગે ધર્મ” છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org