________________ દૃષ્ટિરાગની ભયંકરતા 7 તેથી પુત્ર - પુત્રવધૂ આદર બહુમાન કરતાં નથી. અંતે ક્રોધમાં ને ક્રોધમાં આર્તધ્યાન કરી બકરો થાય છે. પુત્ર - પુત્રવધૂ પિતાના શ્રાદ્ધને દિવસે તે જ બકરાને ખરીદી લાવે છે. બકરાને જાતિસ્મરણ જ્ઞાન થયું. બધું જુએ છે. પોતાના પુત્ર - પુત્રવધૂને ઓળખે છે, પણ ત્યાં જ કપાય છે. જીવતો ચિરાય છે. અને પોતાના જ માંસથી પોતાને જ બલિ અપાય છે. બાકીનું માંસ પુત્ર - પુત્રવધૂ ખાય છે. બકરો મરી. જંગલમાં સર્પ થાય છે. ત્યાં પોતાના પુત્ર - પુત્રવધૂને જોતાં પૂર્વભવના વૈરને કારણે ડંખ મારે છે. મરીને હરણ - હરણી થાય છે. ફરી પાછા તેને જોતાં ડસે છે અને તે હરણ - હરણી મરીને હાથી - હાથણી થાય છે. આ બાજુ સર્પ મરીને સિંહ થાય છે. બંનેનો પરસ્પર સમાગમ થતાં વૈર ઊછળે છે અને સિંહ હાથી - હાથણીને મારી નાંખે છે અને તે બે ભીલ - ભીલડી થાય છે. હવે સિંહના ભવમાં જંગલમાં ફરતાં ફરી તે જ મહાત્માને જુવે છે કે જે પહેલાં શ્રીપતિ સાર્થવાહના ભવમાં જોયા હતા. તે વખતે મહાત્મા એનો પૂર્વભવ યાદ કરાવે છે. જાતિસ્મરણ થાય છે. કાંઈક શાંત થાય છે. ત્યાં ભીલ ભીલડી ફરતાં ફરતાં તીર કામઠું લઈને જંગલમાં આવે છે. સિંહને જોતાં જ વિચારે છે, અહો આ દુરાત્મા શાંત થયેલો દેખાય છે, તેમાં આ મહાત્માનો જ પ્રભાવ દેખાય છે. તેમ વિચારી તેના ઉપર બાણ છોડવા તૈયાર થાય છે. ત્યાં જ મહાત્મા એમને પણ એમના પૂર્વભવો યાદ કરાવે છે. બંનેને જાતિસ્મરણ થાય છે. સિંહનો જીવ વિચારે છે, અહો ! આ મારા પુત્ર - પુત્રવધૂને મેં ત્રણ ત્રણ વખત માર્યોહું કેવો પાપી ? પશ્ચાત્તાપ થાય છે. પુત્ર - પુત્રવધૂને પણ પશ્ચાતાપ થાય છે. અહી અમે અમારા પિતાના જ જીવને મારીને માંસ ખાધું અને આ ભવમાં પણ તેમને મારવા તૈયાર થયાં છીએ. આમ ત્રણે જણાં શુભભાવમાં આવ્યાં. વૈરાગ્નિ શાંત થયો. ત્યાં મહાત્માએ તેઓને વધુ સ્થિર કરવા માટે, ર સા ના, 7 ના યોનિ,... શ્લોક દ્વારા સંસારની અસારતા જણાવી. ત્રણે જણા મહાત્માઓનો ઉપકાર માને છે કે આપ અમને કષાયની આગમાંથી બચાવ્યાં. તેટલામાં જ તેમના પૂર્વભવના તાપસગુરુઓ ફરતા ફરતા ત્યાં આવ્યા. તો ત્રણે જણાંનું વીર્ય ઉલ્લસિત થયું. તેમની પ્રત્યે અત્યંત આદરવાળા થઈને કહે છે, અહો ! તમે તો અમારા પૂર્વભવના ગુરુ છો. તમે અમને તે વખતે પણ ધર્મ પમાડ્યો હતો. હવે આ ભવમાં પણ ધર્મ પમાડો. મહાત્મા વિચારે છે કે અહો ! જીવોનાં કર્મોની કેવી વિચિત્રતા છે ? સાક્ષાત્ ધર્મ પમાડનાર મહાત્માઓને પણ આ લોકો ઓળખી શકતા નથી એમ વિચારી અયોગ્ય જાણી ત્યાંથી વિહાર કરી જાય છે. પછી ભીલ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org