________________ અહિંસા પરમો ધર્મ 43 સ્વીકારવા જ રહ્યા અને ધર્મ એ સંયોગો પ્રત્યે અભિગમ આપે છે એ વિવેક, જાગૃતિ ઉપર આધારિત છે. અઘાતી કર્મો દશ્ય સાથે સંકળાયેલ છે જ્યારે ઘાતકર્મો દૃષ્ટિ સાથે સંકળાયેલાં છે. તેનો ક્ષયોપશમ થઈ શકે છે અને તે કરવો એ જ સાધના છે. ઘાતકર્મના ઉદયને નિષ્ફળ બનાવવો, રસહીન કરીને વેદવો એ જ અંતરસાધના છે. યદ્યપિ ઘાતીનો ખોરાક અઘાતી કર્મો અને પાંચ ઇન્દ્રિયોના વિષયો છે એટલે અઘાતીકના ઉદય વખતે ઘાતકર્મોને તપાસવાં જરૂરી છે. ઘાતી કર્મો આત્માના ગુણોનો ઘાત કરે છે અર્થાતુ આત્મસ્વરૂપને વેદવામાં અંતરાય કરે છે. એટલે કે આત્મસ્વરૂપનો અનુભવ કરવામાં બાધા ઊભી કરે છે. આ ઘાતી કર્મનો ક્ષયોપશમ કરવો જરૂરી છે. તેમાં પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવો એ લક્ષ્યાંક હોવું જોઈએ. ક્ષયોપશમમાં ક્ષય અને ઉપશમ બંને હોય છે. જે કર્મ જેટલા રસથી બાંધ્યું હોય તેટલા રસથી ભોગવવું તે ઉદયભાવ છે. દા.ત. ક્રોધ મોહનીયને તીવ્ર રસથી બાંધ્યું હોય ને તે ક્રોધ મોહનીયકર્મને તે જ તીવ્રતાથી ભોગવવું તે ક્રોધમોહનીયનો રસોદય સમજવો. અહીં જીવ ક્રોધનો જ અનુભવ કરે છે, ક્ષમાનો અનુભવ કરી શકતો નથી, ક્ષમાનું આંશિક સ્વરૂપ પણ અહીં ભોગવાતું નથી. પણ કર્મો ઉદયમાં આવે તે પહેલાં જો આત્મા જાગ્રત બનીને સ્વરૂપમાં લીન થઈ જાય તો ક્રોધને બદલે ક્ષમાની અનુભૂતિ થઈ શકે છે એટલે કે કર્મોના દલિકોનો રસ અલ્પ કરીને ઉદયમાં વેદે છે. આ ક્ષયોપશમ છે. ક્રોધ, લોભ, માન, માયા વિ. કષાયોનો અનુભવ ન કરતાં, ક્ષમા, સંતોષ, નમ્રતા, સરળતા વિ. આત્મગુણોનો અનુભવ કરી આગળ વધવું એ ક્ષયોપશમ છે. જ્યાં આત્મા છે, આત્મપ્રદેશો છે ત્યાં કેવળજ્ઞાન છે, ત્યાં પૂર્ણ આનંદ છે. ત્યાં કર્મ છે, ક્રોધ પણ છે, કષાય પણ છે. તારે શેનો અનુભવ કરવો છે ? એ તું નક્કી કરો અને તેને અનુકૂળ પ્રયત્ન કર. તત્ત્વના આલંબને, તત્ત્વના ચિંતનથી મતિજ્ઞાનમાં સ્વરૂપની રુચિ ઊભી કરીને ક્રોધના રસને તોડીને તું ક્ષમાનો અનુભવ કરી શકે છે. રાગ-દ્વેષના પરિણામ જેમ ઘટે છે તેમ વૈરાગ્ય વધે છે અને તે ક્ષયોપશમ ભાવ ક્ષાયિક બનતાં વીતરાગ બની શકાય છે. જીવનું વીર્ય પાંચ ઇન્દ્રિયના વિષયમાં વ્યાપ્ત થાય છે તે વીર્યનું વિપરીત પ્રવર્તન છે, તેને દૂર કરવા માટે તત્ત્વનું ચિંતન, મનન કરવાનું સંસારનાં વૈષયિક સુખો ત્રણે કાળમાં દુઃખરૂપ છે એવી જો પ્રતીતિ થઈ જાય તો વૈરાગ્ય સહજ બને. વિષયકષાયના આનંદ પહેલા એક Craving ઊભી થાય છે. એ તૃષ્ણાથી જ સુખનો અનુભવ થાય છે ખાવામાં સુખ તો જ મળે જો ભૂખનું દુ:ખ હોય તો, હવે ખાવાનું સુખ એ તો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org