________________ અહિંસા પરમો ધર્મ 41 વાળાકુંચી ફેરવવામાં પણ વિવેક જરૂરી છે. એની ઉપયોગિતા હોવાથી એનો નિષેધ ન કરી શકાય તેમ એના દુરુપયોગને ચલાવી પણ ન લેવાય. પરિકરના કોતરણીના વિભાગના પાણી કેસર વિ. ને સાફ કરવા માટે વાળા કુંચી જરૂરી છે. પણ પ્રતિમા ઉપર ઘસરકા પડે તેવી રીતનો ઉપયોગ નિષિદ્ધ છે. દાંતમાં વરિયાળીનું ફોતરું ભરાઈ ગયું હોય અને તમે જે સલુકાઈથી delicacy થી તેને કાઢો છો તેવી રીતે વાળા કુંચીનો ઉપયોગ વિહિત છે. જૈનશાસન વિવેક પ્રધાન છે. ધર્મની ક્રિયા ગમે તેટલી સારી કરો, ઊંચી કરો, પણ જો ત્યાં વિવેક નથી તો તે યોગ્ય નથી. વિધેયાત્મક વિચાર કરતાં એમ લાગે છે કે શ્રીમદે પરાકાષ્ઠાનો વિવેક બતાવ્યો છે પણ પુષ્પપૂજાનો નિષેધ કર્યો નથી. આવું જ અર્થઘટન “પુત્રી નિતિ' એ પંદ માટે કરવાનું છે. મોક્ષની વાતો કરનારા, તપ - ત્યાગ અને સંયમની ઉપાદેયતા બતાવનાર જ્યારે આ કહે છે ત્યારે સમજવું જોઈએ કે તેઓ અબ્રહ્મથી સદ્ગતિનું વિધાન કરી શકે જ નહિ, તો આ વાક્યનો લક્ષ્યાર્થ એ છે કે જો પુત્રષણા છે અને પુત્રની પ્રાપ્તિ થતી નથી એવા આત્માની પરિસ્થિતિ વ્યાકુળ હોય એ સ્વાભાવિક છે, એને સતત આર્તધ્યાન ચાલુ હોય એના કારણે તે સાધક ધર્મની આરાધના પણ ન કરી શકતો હોય તો એવા માટે કહી શકાય કે એને પુત્ર નહીં થાય તો દુર્ગતિ થશે કારણ કે પુત્રની ઝંખના તીવ્રતમ હોવાથી પરમાત્મામાં મન ચોંટતું નથી. માટે હકીકતમાં તો પુરૈષણા જ ખોટી છે. પુરૈષણા રાખો અને ધર્મ કરો તો દુર્ગતિ છે તેથી પુરૈષણા ન રાખો અને ધર્મ કરો એ રાજમાર્ગ છે. એ ઉક્ત વાક્યનું તાત્પર્ય છે પ્રશ્ન : તો સીધું જ આવું લખ્યું હોત તો ? આવી રીતે કેમ લખ્યું ? ઉત્તર : જ્ઞાનીનાં વાક્યો જ્ઞાની જ સમજી શકે છે. માટે સીધાં શાસ્ત્રો તમને ન અપાય. - પ.પૂ. હરિભદ્રસૂરિ મ.સા.ના ગ્રંથોનું તાત્પર્ય પ.પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે ખોલ્યું ન હોત તો આપણી પણ આ દશા થાત. સૂત્ર, ટીકા, ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણ રૂપ પંચાંગી માને તેને સમ્યકત્વ થાય. સર્વથા અહિંસક જીવન જીવવું હોય તેને સંસારમાં રહેવાય જ નહિ. કારણ કે ત્યાં અર્થ અને કામ છે. પરપદાર્થનો વિચાર એ જીવને રાગાદિથી વાસિત કરે છે. પરપદાર્થને મેળવવા જતાં જીવ પોતાની મન - વચન - કાયાની શક્તિ ખર્ચે છે, વળી સંસારમાં પકાયનું ઉપમર્દન ચાલુ છે. એનાથી બચવા માટે અહિંસા - સંયમ - તપ મૂક્યાં. તપથી સંયમ પ્રાણવંતું બને છે, દેદીપ્યમાન બને છે. આવો નિર્દોષ સંયમનો માર્ગ બતાવનાર જૈન શાસન જ છે અને માટે જ જૈન શાસ્ત્રો છેદ' પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org