________________ 40 યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ફાટી નીકળી છે. તેનું કારણ - અહિંસાના પાયામાં સંયમ ન હતો. ગાંધીજીની અહિંસા રાષ્ટ્રના સ્તરે હતી. અન્ય દર્શનીઓ ગાયની હિંસાથી અટકે છે પણ બીજા પંચેંદ્રિય જીવોની હિંસા માટે નિરપેક્ષ છે, ખ્રિસ્તી ધર્મ તો પશુસૃષ્ટિને માનવ માટે સર્જેલી બતાવીને હિંસાનું ક્ષેત્ર વ્યાપક બનાવે છે આમ આ બધા આદર્શો અપૂર્ણ, સદોષ રહેવાના. જિનશાસન તો દ્રવ્યહિંસાની જેમ ભાવહિંસાને પણ સ્પષ્ટ કરે છે. આત્માના સ્વરૂપમાંથી બહાર નીકળી, આત્માને રાગાદિથી ખરડવો તે ભાવહિંસા છે. જે અંદરમાં ભાવહિંસક છે તે દ્રવ્યહિંસા અવશ્ય કરવાનો જ છે. જે આત્મા રાગાદિની પરિણતિ કાઢતો ગયો, ભાવહિંસા દૂર કરતો ગયો તે આત્મા દેશવિરત બને છે, સર્વવિરત પણ બની શકે છે. દ્રવ્યહિંસા કરતાં ભાવહિંસા અનંત અનંત ગણી ખરાબ છે. પણ જિનશાસનની સ્યાદ્વાદ શૈલી જણાવે છે કે, જેમાં હિંસા અલ્પ હોય અને તેના દ્વારા આત્મા, વિકાસના માર્ગે આગળ વધતો હોય તો તે હિંસા વર્ય નથી. એટલે કે હેતુહિંસા અને અનુબંધહિંસા રહિતની સ્વરૂપહિંસા એ દોષિત નથી. જે લોકો હિંસા - અહિંસાની વાતો કરે છે, તેને પૂછો કે કાચા પાણીના ગ્લાસમાં 5-10 માખી પડી હોય તો તમે એને બચાવો કે ન બચાવો ? માખી તરફડી રહી છે, તેને બચાવવા જતાં કાચા પાણીના જીવોને કિલામણા થાય છે છતાં માખીને બચાવશો. કેમકે માખી એ ચઉરિંદ્રિય જીવ છે અને એનું રક્ષણ કરવાના પરિણામમાં અહિંસાના - દયાના પરિણામો જળવાય છે. આમાં પાણીના જીવોની કિલામણાનો અભિપ્રાય નથી માટે હેતુહિંસા-રૂપે કર્મબંધ નથી શ્રીમદ્ રાજચંદ્ર અન્યત્ર લખ્યું છે કે, જિહાં પુષ્પ પાંખડી દુભાય ત્યાં નહીં જિનવર આણ.” આ કથન પુષ્પપૂજાના અવિવેકને દૂર કરવા માટે છે. પણ પુષ્ય પૂજાના નિષેધ માટે નથી. નાગકેતુ વિ. પુષ્પપૂજાથી કેવળજ્ઞાન પામ્યાનાં દષ્ટાંતો શાસ્ત્રમાં મોજૂદ છે. શ્રી કલ્પસૂત્રમાં 10 પૂર્વના ધારક શ્રુતજ્ઞાની શ્રી વજસ્વામીનું પણ દાંત મળે છે કે જેમણે શ્રાવકોની દ્રવ્યપૂજાનાં વિઘ્નોને દૂર કરવા માટે અપવાદ માર્ગે દેવીની સાધના કરીને પુષ્પો પ્રાપ્ત કર્યા હતાં. આમ પુષ્પપૂજા એ શાસ્ત્રવિહિત છે. પરંતુ દરેક ક્રિયામાં વિવેક જરૂરી હોય છે. આંગી વિ.ના માધ્યમથી દર્શન કરનારનો ભાવોલ્લાસ વધી જાય એ ભક્તિ છે - મૂર્તિની દર્શનીયતા નષ્ટ થાય તેવી પૂજા એ અવિવેક છે. ઘંટ વિ. અવિવેકથી ન વગાડાય. સ્તવન વિ. પણ જો મનમાં બોલીએ તો ભાવોલ્લાસ આવે નહી અને વધારે મોટેથી બોલતાં બીજાને ક્રિયામાં અંતરાયભૂત બનાય માટે પોતે પોતાનો સ્વર સાંભળી શકે અથવા ચાર પાંચ આરાધકો સાથે ક્રિયા કરતા હોય તેઓ સાંભળી શકે તેવી રીતે બોલવું જોઈએ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org