________________ અહિંસા પરમો ધર્મ અનંત ઉપકારી પરમાત્માએ શું ઉપકાર કર્યો ? કોઈ ન આપી શકે એવું અચિંત્ય, અલૌકિક સૂક્ષ્માદિ જીવોનું જ્ઞાન આપ્યું છે અને ““એ જીવોનું રક્ષણ કેવી રીતે કરવું ?" એ માટે સર્વોત્કૃષ્ટ સંયમનો માર્ગ બતાવ્યો છે. પૃથ્વીકાયના પ્રત્યેક કણમાં અસંખ્ય જીવી રહ્યા છે જો એને એન્લાર્જ કરીને જોઈએ તો આખા જંબૂઢીપમાં ન સમાઈ શકે. સંબોધ સિત્તરી પ્રકરણમાં જ્ઞાનીએ ફરમાવ્યું છે. "अद्दामलयपमाणे पुढविकाये हवंति जे जीवा / ते जई पारेवयमित्ता जंबुद्दीवे न मायति / / " આંબળા જેટલા પૃથ્વીકાયના ટુકડામાં પૃથ્વીના અસંખ્ય જીવો રહેલા છે. આ બધા જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ - નાનું હોવાથી તેમાં સમાઈ શકે છે પણ જો તે દરેક શરીર કબૂતરના કદ પ્રમાણ બને તો એક લાખ યોજનના વ્યાસવાળા જંબૂદ્વીપમાં સમાઈ ન શકે. એટલા બધા જીવો એક નાનકડા પૃથ્વીકાયના ટુકડામાં રહેલા છે. માટી, મીઠું, સોનું, ચાંદી આ બધા પૃથ્વીકાય જીવો છે. સાધારણ વનસ્પતિકાયમાં તો વળી અનંતા જીવો રહેલા છે. લીલ, ફુગ, બટાટા, કાંદા વિ. સાધારણ વનસ્પતિકાય એટલે અનંતકાય, નિગોદ છે. સોયના અગ્ર ભાગ ઉપર રહેલા નિગોદમાં પણ અનંતા જીવો છે. આખી દુનિયાના પાણીના જીવો - બધા સમુદ્રો, નદી-નાળાં, સરોવરો વિ. બધા પાણીના જીવો, પૃથ્વીકાયના જીવો, અગ્નિકાયના જીવો અને વાયુકાયના જીવોનો સરવાળો કરીએ તો તેના કરતાં પણ સોઈના અગ્રભાગ ઉપર બટાટામાં વધુ જીવો રહેલા છે. કારણ કે પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય અને વાયુકાયના બધા જીવોનો સરવાળો પણ અસંખ્ય જ થાય છે. અને નિગોદના તો એક શરીરમાં પણ અનંતા જીવો રહેલા છે. આ સ્થાવર જીવો હાલી ચાલી શકતા નથી છતાં તેની રક્ષા માટે પ્રભુએ અહિંસા - સંયમ અને તપ સ્વરૂપ ધર્મ બતાવ્યો છે. અહિંસાના પાલનમાં સંયમ જોઈએ. ઈદ્રિયો સંયમી ન હોય, જીવો ભોગાંધ હોય તો તે અહિંસા પાળી જ ન શકે. અન્યદર્શનકારો સદ્બુદ્ધિથી અહિંસા વિ.ના આદર્શો બતાવે છે પણ અતીન્દ્રિય પદાર્થોને જોવા માટે અતીન્દ્રિય જ્ઞાની જ સમર્થ હોઈ શકે. તે માટે કેવળજ્ઞાન અને કેવળદર્શન જરૂરી છે. પૂર્ણજ્ઞાન વિના જો પ્રતિપાદન કરવામાં આવે તો તેમાં દોષો હોવાની સંભાવના છે. ગાંધીજીએ સ્વાતંત્ર્યની ચળવળ ઉપાડી, અહિંસાનો માર્ગ અપનાવ્યો પણ આજે દેશમાં આટલી બધી હિંસા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org