________________ સંસ્કારોની સરવાણી 37 આશ્રમમાં કુલપતિ થયો. તાપસ બન્યો. હવે આશ્રમના ઉદ્યાનમાં જે કોઈ ફળ લેવા આવે તેને મારતો. ત્યાંથી મરીને તેજ આશ્રમ પાસે સર્પ થયો. હવે વનમાં આવનારાં બધાં પ્રાણીઓને પશુ-પંખીઓને અને માણસોને દૃષ્ટિવિષથી મારતો..સાધુ, સાધુપણામાં મૃત્યુ પામે તો વૈમાનિકથી નીચે ન જાય...એને એ ન મળતાં બંતર - જ્યોતિષ દેવલોક મળે તો તે સંયમની વિરાધનાનું ફળ છે. એ દેવ - દુર્ગતિ છે. આ એક કાયાનો રાગ કેવો છે ? એમાંથી કષાયો કેવા વ્યાપક બને છે ? ક્ષેત્ર વ્યાપક બનતું જાય છે. ક્ષેત્ર મોટું મોટું થતું જાય છે. પહેલાં ભવમાં એક સાધર્મિકને - ધર્મીને મારવાનો પરિણામ વધતાં વધતાં પરમાત્માને મારવાના પરિણામ સુધી ફાલ્યો-ફુલ્યો. પણ ગોભદ્ર બ્રાહ્મણના ભાવમાં નાંખેલા જે સુસંસ્કાર એ આજે કામ કરે છે. જેથી તે પરમાત્માના સંગે તર્યો. અનેક લોકોએ ના પાડવા છતાં, વારવા છતાં ભગવાન ત્યાં ગયા. અને આપણે બોલાવ બોલાવ કરીએ તોય પ્રભુ આવે નહીં - કારણ શું ? ગોભદ્રના ભવમાં કરેલી આરાધના, નાખેલા સુસંસ્કારોના કારણે એની લાયકાત ભગવાને જોઈ, માટે પ્રભુ ત્યાં ગયા....આપણે તો પૂર્વમાં કંઈ નાંખ્યું જ નથી. માટે લાયકાત જ નથી આવી. સ્થાપના નિક્ષેપો કેટલો વ્યાપક છે ? ઠેઠ કેવળજ્ઞાન સુધી વ્યાપક છે. કેવળજ્ઞાનમાં જગતના પદાર્થોની સ્થાપના જ થાય છે. જગતમાં જે કોઈ જડ-ચેતન પદાર્થો કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે.પદાર્થો તો જ્યાં છે ત્યાં જ છે પણ એ પદાર્થો કેવળજ્ઞાનમાં સમાયા...એ પદાર્થોની સ્થાપના થઈ કહેવાય. મન:પર્યવજ્ઞાની ગૌતમસ્વામીને ચિંતા થાય છે કે મને કેવળજ્ઞાન ક્યારે મળશે ? ત્યારે ભગવાન કહે છે - તું ચિંતા ન કરીશ. આ અષ્ટાપદ પર્વત ઉપર જે વ્યક્તિ પોતાની લબ્ધિથી ચડીને પરમાત્માનાં દર્શન કરે તેને કેવળજ્ઞાન નિશ્ચ મળશે. આ પ્રભુએ સ્થાપના નિક્ષેપથી આત્મકલ્યાણ બતાવ્યું છે. કૃષ્ણ અને જરાસંધ. થયું.. જરાસંધે જરા મૂકી તે વખતે નેમિનાથ ભગવાન કહે છે કે નાગલોકમાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ રહેલી છે, તું અટ્ટમ કર, આરાધના કર, પરમાત્માની પ્રતિમા મેળવ..તેનું હવણ જળ છાંટ. તેમ કરવાથી તરત જાદવોની જરા દૂર થઈ ગઈ...આ પણ સ્થાપના નિક્ષેપો છે. આ બધું શું બતાવે છે ? મૂર્તિનો પ્રભાવ બતાવી રહ્યું છે. સાક્ષાત્ પરમાત્માને સ્વીકાર્યા ક્યારે કહેવાય ? સ્થાપના નિક્ષેપામાં એટલો જ આદર-ભાવ જાગે ત્યારે..તમને મૂર્તિ દેખાય કે પરમાત્મા દેખાય ? જેને મૂર્તિમાં પરમાત્મા દેખાશે તેનું કલ્યાણ થશે. દર્શનાચારની શરૂઆત અહીંથી છે. બાપના ફોટાને બાપનો ફોટો માનો કે બાપ માનો ? પરમાત્માની મૂર્તિમાં પરમાત્મા જોવા એ દર્શનાચારની શરૂઆત છે. અને દરેક - જીવ માત્રમાં પરમાત્મા દેખાય એ દર્શનાચારની પરાકાષ્ઠા છે તમારી પત્ની તમને પત્ની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org