________________
૩૬
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ભેટો થયો. સિદ્ધ પુરુષ તેના ગુણોથી અંજાયો. પોતાની પાસે રહેલ ચંદ્રકાન્તા અને ચંદ્રલેખા વિદ્યાધર સ્ત્રીઓ તેને સમર્પિત કરી પણ આને કોઈના શીલનું ખંડન કર્યું નહિ, તેથી વિદ્યાધર પુરુષ વિશેષ પ્રભાવિત થયો અને રત્નો વિ. આપ્યા. જે લઈને ઘરે આવે છે ત્યારે પત્ની મૃત્યુ પામેલી હોય છે. ઘર સ્મશાન જેવું લાગે છે – વૈરાગ્ય પામી દીક્ષા લે છે. માસક્ષમણ તપ વિ.ની ઘોર સાધના કરે છે – તેમાં બાલમુનિ સાથે ભિક્ષાએ જતાં દેડકીની વિરાધના થાય છે સંધ્યા સમયે પ્રતિક્રમણ વખતે તે યાદ કરાવે છે – તેથી ગુસ્સો આવ્યો, મારવા દોડે છે, થાંભલા સાથે પટકાય છે અને મૃત્યુ પામી જ્યોતિષ દેવલોકમાં જાય છે.
અનંતા અનંત જીવની લાગણીઓને, ઇચ્છાઓને કચરવાનું કામ આ સંસારે કર્યું છે.
હવે તો સ્વરૂપ સિવાય કંઈ જોઈતું નથી' આ એક જ ઈચ્છા કરવા જેવી છે. સઘળી ઇચ્છાઓના પાપને – દુઃખને કચરવાની તાકાત આ એક જ ઇચ્છામાં છે. સારી ઇચ્છાના બળે ખોટી ઈચ્છાઓને કચરી નાખવાની છે. રોજ સારી ઈચ્છાઓ કરો તો પછી સારી ઇચ્છાના બળે ખોટી ઈચ્છાઓ આપોઆપ નીકળી જશે. સારી ઇચ્છાના માધ્યમથી ખોટી ઈચ્છાઓ જશે. સારા માણસનું કામ શું ? દુ:ખીઓને, આપત્તિવાળાને સહાય કરવી તે...પણ એ ક્યાં સુધી ? દુ:ખીના દુ:ખ અને આપત્તિવાળાની આપત્તિ ન ટળે ત્યાં સુધી...ટળી જાય પછી ખસી જવું..સવિચાર, સદાચારનાં આલંબન લઈને ખરાબ વિચાર, અસદાચારને કાઢવાના છે. પૂર્વમાં નાંખેલા સુસંસ્કારો જ અણીના ટાઈમે કામ લાગશે. ને પૂર્વમાં નાંખેલા સુસંસ્કારો જ પરલોકમાં બચાવશે..
જગતમાં દુર્જન કક્ષાના જીવો પ્રત્યે પણ ક્યારેય અરુચિ ન કરી શકાય...સગતિમાં જવું હશે તો થોડો પણ દ્વેષ નહીં ચાલે. દડકી મરી ગઈ, નાના સાધુએ યાદ કરાવ્યું, પ્રતિક્રમણમાં યાદ કરાવ્યું. ફરી રાત્રે યાદ કરાવ્યું...બસ, અહમ્ આવ્યું. મને તું કહેનાર કોણ ? એના પ્રત્યે અરુચિ થઈ, ક્રોધ આવ્યો, વૈશ્વાનલ = અગ્નિની જેમ લાલચોળ બન્યો.પછી હિંસા – મારવા દોડ્યો.અધ્યાત્મસારમાં ૩૦ સ્થાનો બતાવી રહ્યા છે. એમાં એક વાત કરી છે વીસ્તાર હિત ગ્રામ્'
આ સંસારમાં એક ક્ષણની અજાગૃતિ, એક ક્ષણનો પણ પ્રમાદ જીવને અનંતકાળ સંસારમાં રૂલાવી શકે છે. અહંકાર ક્યાં સુધીનું પતન કરે છે ? પહેલા અહંકારમાંથી અરુચિ, પછી ક્રોધ, પછી હિંસા આ સ્ટેપ છે, આ અવસ્થા છે.
સીધો મારવા માટે (અંધારામાં) દોડ્યો...થાંભલા સાથે અથડાયો અને મર્યો...ક્યાં ઉત્પન્ન થયો ? જ્યોતિષ દેવલોકમાં જઈ ત્યાંથી ચ્યવી કનકખલ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org