________________
સંસ્કારોની સરવાણી
૩૫
- રાગ, દ્વેષ, કષાયો એ ઝેર છે. જ્ઞાન ચેતનાને ઝેરી બનાવે છે, મૂર્શિત બનાવે છે. જેમ સાપનું ઝેર નિશ્ચન્ટ બનાવે છે, શરીરની કોઈ પ્રવૃત્તિ થતી નથી તેમ રાગદ્વેષથી આપણી ચેતના મૂછિત થાય છે એટલે અહીં વિવેકની પરિણતિ નષ્ટ થાય છે. અવિવેકજન્ય પ્રવૃત્તિ શરૂ થાય છે. એ જ મુડદાલ પ્રવૃત્તિ છે. વિવેક એ જ જીવન છે અને અવિવેક એ જ મૃત્યુ છે. સંસારમાં બહુ ટાયલાવેડા કરો છો. સંસારના પદાર્થોમાં બહુ પાગલ બનો છો આ અવિવેક છે. તમે ક્યા ક્ષેત્રમાં વિવેકથી રહો છો ? કષાયો વધારે તેમ અવિવેક વધારે. એની પ્રવૃત્તિ આત્માને અહિત કરનારી છે. પરમાત્માનું હૃદય મૈત્રી આદિ ભાવોથી ભરેલું છે.
જગતની ગમે તેવી ખરાબમાં ખરાબ તાકાત, જગતની ગમે તેવી ખરાબમાં ખરાબ શક્તિઓ અતિશય પુણ્યશાળીને, અતિશય શુદ્ધિવાળાને લાગી. શકતી નથી.
જંબૂસ્વામીને ત્યાં પ્રભવ ચોરી કરવા આવ્યો છે. વારંવાર પોતાની વિદ્યાનો પ્રયોગ કરે છે. (૧) અવસ્થાપિની વિદ્યા (૨) તાલોદ્ધાટિની..જંબૂને કિંઈ જ અસર થતી નથી. પ્રભવને થયું કે મારી પાસે બે વિદ્યા છે તેવી સામે એની પાસે પણ બે વિદ્યા લાગે છે. વિદ્યા માંગે છે કે મારી વિદ્યા લે અને તારી વિદ્યા મને આપ. પુણ્યશાલીને, જગતમાં ઉત્તમકોટિના આત્માઓને વિદ્યા વિ. કંઈ અસર કરતી નથી. કે. લાલના જાદુ મધ્યમકોટિના માણસોને અસર કરે પણ ઊંચી કોટિના માણસોને અસર ન કરે.
જંબૂસ્વામીને કહે છે તમારી વિદ્યા મને આપો. જંબૂ કહે છે કે મારી પાસે કોઈ વિદ્યા નથી. અને તારી વિદ્યા મારે જોઈતી નથી. આજે તમારી દશા કેવી છે ? તમે કોઈની સારી વસ્તુ જરા જુઓ એટલે “હું હું આ
ક્યાંથી લાવ્યા ?” આવા પાગલ છીએ આપણે ? પુદ્ગલ પદાર્થોની પાછળ આપણું આવું ગાંડપણ છે ? “બુઝ બુઝ ચંડકોશિયા” ભગવાન એકવાર બોલ્યા અને ચંડકૌશિક બોધ પામ્યો.. હું પ00 વાર બુઝ બુઝ કહું તો તમે બુઝો ખરા ? અને પેલો એકવારમાં જ બોધ પામે ? કેમ આમ ? એ પરમાત્માના શબ્દો હતાં. માત્ર શબ્દો નહીં પણ મંત્રાક્ષર હતાં. અતિશય કરુણાથી, અને અતિશય લાગણીથી – પ્રેમમાંથી નીકળેલા શબ્દો જગતમાં સીધી અસર કરે છે.
આત્મસ્વરૂપમાં લીન બનેલા પરમાત્મા શબ્દો બોલ્યા છે. મારા જેવાના શબ્દો તમને અસર ન કરે...એ મારી ખામી છે. ચંડકૌશિકે મુખ અંદરમાં નાખ્યું એ દ્રવ્યથી અંતર્મુખતા છે. અને ભાવથી પાંચે ઇન્દ્રિયના વિષયોમાંથી અંતર્મુખતા પ્રાપ્ત કરી છે.
ચંડકૌશિક એ પૂર્વભવમાં ગોભદ્રબ્રાહ્મણનો જીવ હતો પત્ની ગર્ભવતી થતા, ઘરમાં કાંઈ ન હોવાના કારણે કમાવા નીકળ્યો. વિદ્યાધર સિદ્ધ પુરુષનો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org