________________
સંસ્કારોની સરવાણી
તીર્થકર નામકર્મનો પ્રદેશોદય તીર્થંકરનામકર્મના બંધ પછી અંતર્મુહૂર્ત શરૂ થાય છે અને તીર્થંકર નામકર્મનો રસોદય કેવળજ્ઞાન પછી તરત જ ઉદયમાં આવે છે. પરમાત્મા જન્મે ત્યારે ચારે બાજુ, ચૌદ રાજલોકમાં સર્વત્ર આનંદ આનંદ થાય છે. હું અને તમે જન્મ્યા ત્યારે કોઈને આનંદ થયો નથી. જેવો ભાવ હોય છે તેવો પ્રતિભાવ મળે છે. તમે કોઈનું હિત ન કરો, કોઈની ચિંતા ન કરો તો ભવાંતરમાં કોઈ તરફથી કોઈ પણ લાભ થવાની શક્યતા રહેતી નથી.
પૂર્વમાં નાંખેલું બીજ – દલિકો પ્રદેશથી ઉદયમાં આવેલા છે. નિકટમાં રસોદય છે તે વખતે બધાના હૃદયમાં પરમાત્મા પરમાત્મા થઈ રહ્યા છે. એક માતા બાળકને જન્મ આપે છે પછી તેની બધી કાળજી સતત રાખે છે તો તે બાળકના મનમાં માતા સ્થાન પામી જાય છે. એ પુત્ર માતાની બધી જ કાળજી રાખે છે.
પરમાત્માનું ઉત્કૃષ્ટ પુણ્ય જગતને પોતાના તરફ ખેંચે છે. આજે પરમાત્મા વિદ્યમાન નથી પણ તેમનો ઉપદેશ આજે પણ વિદ્યમાન છે પરમાત્માનું સાક્ષાત્ સાન્નિધ્ય પરમાત્માના જવાથી જતું રહે છે પણ તેમનો ઉપદેશ એ પછીથી પણ રહે છે.
આજે જમીનમાંથી વસ્તુપાળાદિની બનાવેલી પ્રભુની પ્રતિમાઓ નીકળતી જોવા મળે છે. પણ વસ્તુપાળ તેજપાળે ભોગવેલી કોઈ સામગ્રી આજે નીકળતી જોવા મળતી નથી. મૂર્તિઓમાં અવિનાશીપણાનો આરોપ કરવાથી જાણે મૂર્તિ જ કંઈક અવિનાશી બની ગઈ હોય તેમ લાગે છે.
પરમાત્માનો ઉપદેશ, શાસ્ત્ર એ પરમાત્માનો અક્ષરદેહ છે
પરમાત્માની મૂર્તિ, એ પરમાત્માનો પાર્થિવ દેહ છે એ આત્માના અશરીરીપણાના સ્વરૂપનો ખ્યાલ આપે છે. પરમાત્માનાં જેમ જેમ દર્શન કરતા જાવ તેમ તેમ પરમાત્માના સ્વરૂપનો ખ્યાલ આવે છે. પરમાત્માનાં દર્શન કરીને, પરમાત્માનો ઉપદેશ સાંભળીને, પરમાત્માનાં શાસ્ત્રો વાંચીને શું કરવાનું છે ? બધાનું આલંબન લઈને સંસારસાગર તરી જવાનો છે. નિર્વિકલ્પદશા પ્રાપ્ત કરીને શાંત - પ્રશાંત - ઉપશાંત દશા પ્રાપ્ત કરવાની છે. એ પ્રાપ્ત થાય તો ઉપદેશ સાંભળ્યો કહેવાય. સામગ્રીનું અધિકપણું એ સુખી થવાની નિશાની નથી. પણ ઓછી સામગ્રી દ્વારા જીવી શકાય અને અધિકની ઈચ્છા ન થવી એ સુખી થવાનો માર્ગ છે.
એક સંતનું સુવાક્ય છે કે, “માનવીના લોભને ઠંડો કરવો હોય, ઠારવો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org