________________
૩૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ટકા છે. તે સિવાય ઘણાના ઉપકાર નીચે તમે રહો છો પણ કોના પ્રત્યેની ફરજ અદા કરો છો ? નરક - નિગોદના ખાડામાં ન જતાં અહીં માનવભવ સુધી તમને કોણ લાવ્યું ? માતા-પિતા સુધી કોણ લાવ્યું ? આ ઉપકાર પરમાત્માનો છે.
જે શેઠની ચિઠ્ઠીથી નોકરી મળે તો કોનો ઉપકાર - શેઠનો કે ચિઠ્ઠીનો ? ચિઠ્ઠીને પકડી રાખે અને શેઠને ભૂલી જાય તે ન ચાલે. આજે તમને પરમાત્માનો ઉપકાર દેખાતો નથી અને ચારિત્રની લેવાની વાત આવે તો તે વખતે માતા-પિતાનો ઉપકાર પકડી રાખો છો એ ઉચિત નથી જે પદની આરાધના કરો છો, તેના પ્રત્યે વાત્સલ્ય પ્રેમ - ભક્તિ - આદર બહુમાન ન હોય તો તે પદ ભાવથી આરાધ્યું ન કહેવાય, મનોયોગની સાધના સૌથી દુષ્કર છે. કાયયોગની આરાધના ને વચનયોગની આરાધના અપેક્ષાએ હજી સહેલી છે. પણ તેમાં રુચિ ભળે, અને મનોયોગમાં પ્રભુના આકારો બન્યા કરે એ અઘરું છે. અક્રમ કરવો સહેલો છે. એના કરતાં ત્રણ દિવસ સંપૂર્ણ મૌન પાળવું અઘરું છે. અને એના કરતાં પણ ત્રણ દિવસ મતિજ્ઞાનના ઉપયોગમાં અશુભ વિકલ્પ જ ન કરવાં અને શુભ વિકલ્પો જ કરી આગળ વધવું. એ કઠિન છે. આ વ્યવહારચારિત્ર છે અને મતિજ્ઞાનના ઉપયોગમાંથી અશુભ વિકલ્પ કાઢી, શુભવિકલ્પમાં આવી અંતે શુભ વિકલ્પમાંથી પણ બહાર નીકળી નિર્વિકલ્પક ઉપયોગમાં આવવું તે નિશ્ચય ચારિત્ર છે. વ્યવહારથી ચારિત્ર અશુભ પ્રવૃત્તિમાંથી શુભ પ્રવૃત્તિમાં આવવું તે છે. નિશ્ચયથી ચારિત્ર નિર્વિકલ્પક દશામાં છે. આ ઉપયોગચારિત્ર છે.
પ્રશ્ન : અરિહંતવાત્સલ્યાદિ આરાધના તો ઘણા જીવો કરે છે તો બધાને તીર્થંકર નામકર્મ કેમ બંધાતું નથી ?
ઉત્તર : મૈત્રી આદિ ભાવો સામાન્યથી તો બધામાં આવી શકે છે પણ તીર્થંકરના જીવોની અરિહંતવાત્સલ્યાદિ સાથે જગતના જીવો પર જે ભાવકરુણા આવે છે, તેવી કરુણા બીજાને સહજ રીતે પ્રાપ્ત થતી નથી. એમના વરબોધિમાં જ તેવી કરણ લાવવાની શક્તિ છે.
કરુણા = બધાનાં દુઃખો દૂર થાઓ, સર્વ સુખી થાઓ, માત્ર આટલું જ નથી. પણ પરદુઃખ વિનાશી એવી કરુણાની સાથે પરદુ:ખને પ્રયાણ કરવાની ઇચ્છા, બીજાનાં દુ:ખોને દૂર કરવાનો સંકલ્પ કરવારૂપ કરુણા તેમને હોય છે.
આપવાનું મન જ ન થાય તે કઠોરતા. કડ અપાય નહીં તે પણતા. * આપી દેવાય તે ઉદારતા. -
આપ્યા વિના રહી ન શકાય તે કોમળતા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org