________________
૨૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ભૂંસાઈ જાય પછી બધું સમાન છે, પણ આ સ્થિતિ લાવવા માટે જીવનવ્યવહારમાં ઊંચી કોટીના પુદ્ગલો છોડવા પડે, સાદાઈ અપનાવવી પડે ને રાગાદિ ન થાય એવાં ખાનપાન, પહેરવેશ અપનાવ્યા પછી આત્મદ્રવ્યના ચિંતનમાં ઊતરીએ તો તે નિશ્ચયનયનું ચિંતન વ્યવહારની ભૂમિકા ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે. ૩પ૦ ગાથાના સ્તવનમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. એ કહ્યું છે કે,
“શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હિડે રમે; મલિન વચ્ચે યથા રાગ કુમકુમ તણો હીન વ્યવહાર ચિત્ત એહથી નવિ ગુણો જે વ્યવહાર સેઢી પ્રથમ છાંડતાં, આદરે આપમત એક એ માંડતા તાસ ઉતાવળે નવી ટળે આપદા,
ક્ષધિત ઇચ્છાએ ઉંબર ન પાકે કદા.” વ્યવહાર એટલે શું ? - ગુરુકુળવાસ, તપ, ત્યાગ, નિયમ, સ્વાધ્યાય, શમ, દમ, ત્યાગ, તિતિક્ષા વિ. આ વ્યવહારની કઠોરતમ પાલના ધર્મ માટે અતિ આવશ્યક છે. પછી બ્રહ્મસ્વરૂપની વાતો કરવી.
અધ્યાત્મોપનિષદમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે વ્યવહારને છોડીને કોરી નિશ્ચયની વાતો કરનાર ફસાઈ જાય છે. વિષય-કષાય ચારે બાજુથી આપણને ફસાવે છે, વ્યવહારથી ભ્રષ્ટ કરે છે, આચારથી ચુકાવે છે અને મહાનરકમાં જોડે છે. શ્વેતાંબર પરંપરામાં વ્યવહાર તો પ્રથમ જોઈએ જ, પછીના તબક્કે આત્મસ્વરૂપની રુચિ, લગની વિ. આવી મળશે. નિશ્ચય વિના વ્યવહાર માત્ર ચક્રાવો બની રહે છે. ધર્મ કરનારે પોતાના વિકારો, કષાયો, રાગ-દ્વેષ, લોભ વધ્યા કે ઘટ્યા ? તેનું ચિંતવન પ્રતિપળ કરવું.
આંતરનિરીક્ષણ (introspection) કરવાથી ફળ મળે છે ક્ષમા કેટલી વધી ? અને ન વધી તો શું કરવું ?
આ બધી ચકાસણી જરૂરી છે. ક્રિયા વખતે ગુણ-દોષની સતત વિચારણા કરવી જરૂરી છે.
સાડા બાર વર્ષની ઘોર સાધનામાં પ્રભુએ એવી શુદ્ધિ કરી કે મોહ ટકી શક્યો નહી. પ્રભુએ કર્મોની સામે ધર્મની અનંતી શક્તિ સંકલ્પબળ દ્વારા બહાર લાવી દીધી ને કર્મોને પછડાટ ખાવી પડી.
- રાણીએ આખી ભેંસ ઉપાડીને સંકલ્પ દ્વારા સિદ્ધિ કેવી રીતે મળે છે એ વાત પુરવાર કરી બતાવી, અને રૂસ્તમ એવા પહેલવાનો જોતાં જ રહી ગયા.
સતતાભ્યાસ, સંકલ્પબળ, સતત પુરુષાર્થથી બધું ફળદાયી બને છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org