________________
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આગળ વધવાની તક મળે છે.
ભાવના એટલે લક્ષ્યને આંબવાની લગની.
પ્રાયોગિક વિચારથી પદાર્થનું સ્વરૂપ સ્પષ્ટ, સ્પષ્ટતર અને સ્પષ્ટતમ થાય છે, અસંદિગ્ધ થાય છે, નિર્ણિત થાય છે. પછી ભાવના ભળતાં લક્ષ્યને પામવાની લગની વધતી જાય છે. ભાવના દ્વારા સ્વરૂપની નિકટ જવાય છે.
ધ્યાન એટલે ધ્યેયમાં એકાગ્રતા.
વિચારથી પદાર્થોનું સ્વરૂપ નક્કી થાય છે, પછી ભાવનાથી સ્વરૂપરુચિ થાય છે અને પછી ધ્યાનથી તેને પમાય છે. જે પામવું છે તે પકડાઈ જાય છે પછી ધ્યાન આવે છે. ધ્યાનમાં આગળ વધતાં પકડાયેલું સ્વરૂપ ઉપયોગને સૂક્ષ્મ બનાવે છે, પછી તગત સૂક્ષ્મવિચારો પણ દૂર થતાં સમાધિ થાય છે અને જીવ કેવળજ્ઞાનની નિકટ આવે છે.
ઉપમિતિમાં સિદ્ધર્ષિગણિ જણાવે છે કે ધ્યાનથી ધ્યાતા ધ્યેયની નજીક આવે છે, માટે સમગ્ર દ્વાદશાંગીનો સાર ધ્યાન કહે છે.
આ બધું મેળવવા માટે વિષય-કષાયની આસક્તિ છોડવી જોઈએ. આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં રાગાદિનું જે ચિતરામણ થઈ રહ્યું છે, તેનો નાશ ગ્રંથિભેદ કરે છે. રાગાદિ ચિતરામણનો નાશ જ્ઞાનથી થાય છે. ગ્રંથિભેદ થતાં રાગાદિ ચિતરામણ ઘણું બધું ઘટી જાય છે. પદાર્થની વાસ્તવિક ઓળખાણ થયા પછી રાગ દૂર થાય છે. જેના હૃદયમાં સ્ત્રી વસે છે, તેનામાં પરમાત્મા ન વસે, અધ્યાત્મના જાણકાર લખે છે સ્ત્રી અને પ્રભુ પરસ્પર વિરોધી છે. સ્ત્રી જોવાથી આત્માનો ઉપયોગ વિકારી બને છે. આ મતિજ્ઞાનના કચરામય જગતમાં પ્રભુનું ધ્યાન, ભાવ, સમાધિ આવી શકતાં નથી. હું વ્યવહાર અને નિશ્ચયને સમાંતર રાખવા માગું છું. વ્યવહાર ન હોય તો કેટલું નુકસાન થાય તે ખબર છે માટે વ્યવહારમાર્ગ છોડાય જ નહીં. વ્યવહારને પાળનાર તપ - ત્યાગ – સંયમ અનુષ્ઠાનમાં જોડાવાથી પુણ્યબંધ પામી દેવલોક મેળવે છે. વ્યવહાર છોડીને આત્માની કેવળ વાતો કરનારા સીધા દુર્ગતિમાં જાય છે, માટે નિશ્ચયના કોરા પક્ષપાતી હરગીઝ બનાય નહિ. પણ વ્યવહારની આરાધના કરનારો મોટો વર્ગ વ્યવહારથી પ્રાપ્તવ્ય એવા નિશ્ચયના સ્વરૂપને ચંડાળની જેમ અસ્પૃશ્ય માનીને વેગળો રહેનારો બને તો, જેને પામવાનું છે તેને ન ઓળખવાથી સાધના, સાધ્ય – સાધન દાવ નિરપેક્ષ બનતાં વ્યવહારાભાસ બને છે. વ્યવહારની શુદ્ધિ નિશ્ચયની દૃષ્ટિથી છે.
પ્રવૃત્તિથી પરિણતિ ધર્મ પમાય છે. વ્યવહાર ચક્રાવો છે. નિશ્ચય સીધો રસ્તો છે. ત્યાગથી નિશ્ચયની ભૂમિકા આવે, નિશ્ચયની ભૂમિકાથી ત્યાગમાં આનંદ આવે. એમ બંને એકબીજાના પૂરક છે. માટે જ વ્યવહારથી ધર્મ શરૂ કરવાનો અને નિશ્ચયની પ્રાપ્તિમાં તેનું પર્યવસાન છે. દાખલા તરીકે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org