________________
નિશ્ચય - વ્યવહારની પરસ્પર પૂરકતા
૨૩
કેવળજ્ઞાનના આનંદને વેદે છે. ચોત્રીશ અતિશયના દ્રષ્ટા છે, સ્વરૂપ આનંદના ભોક્તા છે. કેવળજ્ઞાન ચડે કે તીર્થંકર નામકર્મનો ઉદય ચડે ? કેવળજ્ઞાન અવિનાશી છે છતાં પણ જગત માટે તીર્થકર નામકર્મનો ઉદય ચડે. પણ તે વિનાશી છે કારણ કે પુગલ સ્વરૂપ છે. ભગવાનને તીર્થકર નામકર્મના ઉદય સાથે કોઈ સંબંધ નથી. તે તો કર્મનો ઉદય છે. સ્વરૂપ આનંદના ભોક્તાને કેવળજ્ઞાન હોય છે. તેને સમવસરણ કે માથે સળગતા અંગારા સમાન છે. આપણે કેવળજ્ઞાનને મતિજ્ઞાન જેવું માનીએ છીએ, માટે ભગવાનને મારા કહીએ છીએ. ભગવાન રાગીના નથી, વૈરાગીના છે. અન્યદર્શની પણ વૈરાગી હશે તો ભગવાન કહેશે કે, “હું એનો છું' જૈનદર્શની પણ રાગી હશે તો ભગવાન કહેશે કે “હું એનો નથી” આપણે દાવો કરીએ છીએ કે ભગવાન અમારા - તમારા નહી. ભગવાનની મોનોપોલી આપણી નથી, વૈરાગીની છે. આનંદવેદન સિવાય પ્રભુને જગતની કોઈ ચીજ જોડે સંબંધ નથી. ઘાતકર્મ ખપાવવા માટે સુખની સામગ્રી છોડવી જ પડશે. એના પ્રત્યે મહા વૈરાગ્ય, ત્યાગ કેળવવો પડશે. એને ભેટીને કોઈએ આત્મકલ્યાણ કર્યું નથી. કર્મ ખપાવતાં પહેલાં સુખની સામગ્રી મારક – પછી સમવસરણની અદ્ધિ જગત માટે તારક બનશે. આ બધું છોડવા જેવું છે એવું વિચારશો તો પણ ભવાંતરમાં ત્યાગ આવશે. આ બધું પકડી રાખવા જેવું કેમ લાગે છે ? અજ્ઞાન છે માટે. માટે અજ્ઞાન ટાળો તો મોહ જશે.
કાર્ય થયા પછી તથાભવ્યત્વનો નાશ થાય છે. માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે. ઘડો બન્યા પછી માટીમાં તે યોગ્યતા રહેતી નથી. મોક્ષ પામીને ભવ્યત્વ અને તથાભવ્યત્વ નાશ પામે છે. આ તથાભવ્યત્વ ચરમાવર્તિમાં પરિપક્વપણાને પામે છે. આ તથાભવ્યત્વ અચરમાવર્તમાં અપરિપક્વપણાને પામેલું હોય છે. અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ અનંત બહુભાગ જીવો અસંખ્ય પુદ્ગલ પરાવર્ત પછી મોક્ષે જાય છે. માત્ર એક અનંતમો ભાગ અનંત પુદગલ પરાવર્ત પછી મોક્ષે જાય છે એક આત્મા મોક્ષે જાય છે ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિમાં આવે છે. ધિર્મપરીક્ષામાં આની ઘણી ચર્ચા છે. આ વાતનો પરિષ્કાર કરતાં એ નક્કી થાય છે કે અનંતબહુભાગ જીવો અસંખ્ય પુદ્ગલ પરાવર્તે (જોકે તેમાં અનંત કાળ છે) મોક્ષે જાય છે. એક અનંતમો ભાગ અનંતપુદ્ગલ પરાવર્તે મોક્ષે જાય છે. એટલે એનો અર્થ એ થયો કે ઘણા જીવો અનંતપુદ્ગલ પરાવર્ત કાળ રખડતાં નથી. અસંખ્ય પુદ્ગલ પરાવર્ત રખડે છે. જોકે એ બંનેમાં અનંતો કાળ છે, પણ બે વચ્ચે અંતર ઘણું છે.
આત્માના વિકાસ માટેની કાળની યોગ્યતાનો પરિપાક જ્યાં નથી થયો તે અચરમાવર્ત કાળ અને કાળનો પરિપાક જ્યાં થયો છે તે ચરમાવર્ત છે.
કાળ પાક્યા પછી પુરુષાર્થ કામયાબ નીવડે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org