________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
મરવાને ઘાસના ટોપલામાં નાંખો, તો કેરી થાય ? ના. કારણ કે તેનો કાળ પાક્યો નથી. મોટી કેરી હોય, ભલે કાચી હોય, એનું કદ, આકાર, ઘનતા, રૂપ, રસ સ્પર્શ વગેરે ઘાસમાં નાંખવાથી જલ્દી પાકે છે. એ જ કેરી ઝાડ ઉપર હોય તો મોડી પાકે....
૨૪
એમ અચ૨માવર્ત કાળમાં આત્મકલ્યાણની બુદ્ધિથી જીવ ધર્મ કરતો નથી. આમાં કાળ પ્રતિબંધક બને છે. અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવવા માટે કોની પ્રધાનતા ? ભવિતવ્યતાની...એક જીવ મોક્ષે ગયો ત્યારે ઘણા જીવોને શુભભાવો આવ્યા હતાં પણ ભવિતવ્યતા જેની બળવાન હોય તે જીવ બહાર આવે. એટલે કે જ્ઞાનીની દૃષ્ટિએ જે જીવ બહાર આવવાનો દેખાય...તે જ જીવ બહાર આવે.
પ્રશ્ન
શુભભાવ મન વગર શક્ય છે ?
ઉત્તર મરૂદેવા પૂર્વભવમાં કેળના ભવમાં હતાં. ત્યાં સહન કર્યું ત્યારે દ્રવ્યમન ન હતું, અવ્યક્તપણે સહન કર્યું છે. ભાવમન તો સર્વસંસારી જીવોને હોય છે. દ્રવ્યમન એને નથી. અને દ્રવ્યમનની સહાય વગર ભાવમન વિશિષ્ટ કાર્યસાધક બની શકતું નથી. પરંતુ સંજ્ઞી, અસંશી, વ્યવહારરાશિ, અવ્યવહા૨ાશિમાં સર્વત્ર શુભભાવ થઈ શકે છે.
જિંદગીભર જે ઘૂંટો છો તે Unconcious સુષુપ્ત મનમાં જાય છે. માટે જીવનભર ક્યારેય લેશ્યા બગાડવા જેવી નથી. પ.પૂ. લબ્ધિસૂરિ મહારાજ ૧૦ દિવસ છેલ્લે બેભાન રહ્યા હતા. ડૉક્ટરો સ્ટેથોસ્કોપથી તપાસતાં હતા. ત્યારે અંદરથી અરિહંત – અરિહંતનો નાદ સંભળાતો હતો. શ્વાસોચ્છ્વાસની સાથે વણાયેલો નાદ સદ્ગતિને સધ્ધર કરે છે. એમનામાં મોટામાં મોટો ગુણ હતો...જે ગુણાનુરાગ હતો. આ ગુણ પરાકાષ્ઠાનો હોવાના કારણે તેમને કોઈ દુર્જન જ દેખાય નહીં, બધાના ગુણો જ દેખાય..આવી ટેવ પાડવા જેવી ખરી..
—
=
તેઓ રોજ એક શ્લોક બનાવતા. છેલ્લા શ્વાસ સુધીની અપ્રમત્તતા દાદ માંગી લે તેવી છે. મૃત્યુની શય્યા ઉપર પણ નીચેના શ્લોકાર્થવાળો શ્લોક તેમણે બનાવ્યો છે.
‘જો આજે આ પરમાત્માનું શાસન ન પામ્યો હોત તો હું ક્યાં હોત ?'' પૂજ્યશ્રીના ચૈતન્યમય ઉપયોગમાં ગુણાનુરાગ એટલો ઘૂંટાયેલો કે દોષદૃષ્ટિનું અસ્તિત્વ નામશેષ થઈ ગયેલ.
સારું જીવન જીવવાનું ફળ જીવતાં જેટલું છે, તેના કરતાં મૃત્યુ સમયે વધારે છે. કારણકે મૃત્યુ સમયે તેનો સરવાળો થશે. જીવનભર શુભ લેશ્યાઓ ઘૂંટી હશે તો મૃત્યુ સમયે તે કામ આવશે. અર્થના કીડાએ જીવનભર અશુભલેશ્યાઓ ઘૂંટી હશે ને મન બગાડ્યું હશે તો મૃત્યુ સમયે તેનો જવાબ આપવો પડશે. મતિ પ્રમાણે ગતિ થનાર છે.
અચરમાવર્ત એ ધર્મ પામવા માટેનો બાલ્યકાળ છે માટે ત્યાં ધર્મઔષધ Jain Education International_2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org