________________
સર્વ તીર્થંકરોની જનની કરુણા
અતીંદ્રિયસુખ હોઈ શકે છે, એ વાત જ એના મનમાં બેસતી નથી એટલે જ્ઞાનાવરણીય કર્મનો ગમે તેટલો ક્ષયોપશમ હોય તો પણ તે મોહનીય કર્મના ઉદયથી અનુવિદ્ધ હોવાથી તેને શ્રદ્ધા જ થતી નથી અને તેથી જ તેને અજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સમજવો. જેને પણ મોક્ષની વાસ્તવિક ઇચ્છા હશે તેને વિષયસુખમાં મજૂરી, ગુલામી, ત્રાસ, વિડંબના દેખાતી હશે. જો એ નથી દેખાતું તો એ જ મૂર્ખતા નાલેશી આત્માનો અપકર્ષ જ છે, આત્માનો ઉત્કર્ષ છે જ મોક્ષની ઇચ્છા થાય છે. તે પહેલાં મોક્ષની ઇચ્છા થતી નથી.
મૂઢતા છે. વિષય સુખમાં નહી, આવું દેખાય ત્યારે
-
૨૯
ચિંતનમાંથી ચિનગારી ફૂટે છે. ચિંતન જ નથી આવડતું તો નાના બાળકની જેમ ઘૂંટ્યા કરો. ચિતા મડદાને બાળે, ચિંતા જીવતાને બાળે અને ચિંતન એ કર્મોને, દોષોને, પાપોને બાળે, એનાથી જ્ઞાતા થાય છે અને કર્રા ભોક્તા ભાવ ઘટે છે. આ જગતને જોયા કરો,
દ્રષ્ટા ભાવ પ્રાપ્ત
તેના દૃષ્ટા બનો તો પણ તમે મોક્ષમાર્ગી છો. આપણે જગતને મોહદૃષ્ટિથી જોઈએ છીએ એને બદલે જગતને જ્ઞાનીની દૃષ્ટિથી જોતાં સંવેગ અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. માટે જ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિ મહારાજ જણાવે છે કે, ‘બાળાવવમાવો ઘસંવેવૈરાયાર્થ
પરમાત્માનું તથાભવ્યત્વ વિશિષ્ટ કોટીનું છે અને તેથી જ પરમાત્માના સમ્યક્ત્વને બોધિને, વરબોધિ કહેવાય છે. બીજાના સમ્યક્ત્વને બોધિ કહેવાય છે. આવો ભેદ કેમ ? જ્યાં કાર્યભેદ થયો ત્યાં કારણભેદ અવશ્ય મૂકવો જ પડે. અને જ્યાં કારણ પ્રત્યક્ષ ન દેખાય ત્યાં કારણ અદૃશ્ય છે એ માનવું જ પડે.
બે જોડિયાં બાળક જન્મે છે ત્યાં માતાનું રુધિર, પિતાનું વીર્ય, માતાના પેટમાં વૃદ્ધિ પામવાનો કાળ, માતાના મનના ભાવો, સંસ્કાર, અંદરનાં તત્ત્વો જે કાંઈ મળે છે તે બે ય બાળકને સરખાં જ મળ્યાં છે. બે બાળકનો જન્મ સાથે થાય છે, છતાં તેમાંથી એક બુદ્ધિમાન, બીજો બુદ્ધ, એક ક્ષમાશીલ, બીજો ક્રોધી, એક નિરોગી બીજો રોગી આવો ફરક કેમ ? પ્રત્યક્ષ દેખાતાં નિમિત્ત કારણોમાં કોઈ ભેદ નથી છતાં ભેદ કેમ પડ્યો ? કારણ શું ? ઉત્તર : બન્ને આત્મા સ્વતંત્ર છે, બંને પૂર્વભવમાં જુદા હતા અને એ પૂર્વના સંસ્કારો સાથે લઈને આવ્યા છે, માટે ફળમાં આજે ભેદ દેખાય છે. આ રીતે પૂર્વભવ પરલોક, પુણ્ય પાપની સિદ્ધિ થાય છે. વરબોધિ અને બોધિમાં ભેદ પડ્યો તેમાં કારણ તથાભવ્યત્વ જ છે. એ આત્મા વિકાસ પામે, ઉત્તરોત્તર વિકાસની શ્રેણિએ ચડે છે ત્યારે તે વરબોધિ પામે છે. અને બીજા આત્મા બોધિ પામે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org