________________
૨૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
અંશે પણ ત્રાસ લાગે. વિડંબણા લાગે અને આત્માના ગુણો સારા લાગે, અંશે પણ ગમી જાય - તે ભવ્ય કહેવાય. તેને મોક્ષની આંશિક રુચિ છે. અને તે અવશ્ય મોક્ષગામી છે.
મગરોલિયો કહે છે કે પુષ્પરાવર્તની તાકાત ગમે તેટલી હોય પણ હું ભીંજાઉં તેમ નથી. પછી તો પુષ્કરાવર્ત મેઘ ખૂબ વરસ્યો. ધોધમાર સતત મુશળધાર વરસ્યો. ગામનાં ગામ તારાજ કરી નાખ્યાં. મગશેલ તો ક્યાંય ભરાઈ ગયો. થોડા દિવસે વરસાદ બંધ થયો. સૂર્ય પ્રકાશિત થયો. બધું સુકાઈ ગયું. મગશેલીઓ બહાર નીકળ્યો, બોલ્યો કે, આટલા બધાનો નાશ કરનારો તું મને ભીંજવી ન શક્યો. આમાં મગશેલીઆની અયોગ્યતા છે. તે જ રીતે કોયડા મગમાં પણ અયોગ્યતા પડેલી છે બધા મગ વિક્ષિત્તિ પામે એટલે પોચા થાય, સીઝી જાય, પણ કોયડા મગને સીઝવાની વાત કેવી ? વઘારનો લેપ પણ તેને લાગી શકતો નથી. એમ અભવ્ય વંધ્યા જેવો છે. પુત્રજન્મની યોગ્યતા જ નથી, જાતિ ભવ્ય વિધવા સમાન છે જ્યાં પુત્રજન્મની યોગ્યતા છે પણ સામગ્રીના અભાવે માતૃત્વ પ્રાપ્ત થતું નથી. તેમ અભવ્યને ગમે તેટલી બાહ્ય સામગ્રી મળે છતાં તેના બળે જે અત્યંતર પરિણમન થવું જોઈએ, તે થતું નથી માટે મોક્ષરૂપ ફળ ન મળે. અભવ્ય અને દુર્ભવ્ય બન્ને સરખા જેવા છે કારણ કે બન્નેને મોક્ષની ઇચ્છા થતી નથી પણ ફેર એટલો છે કે દુર્ભવ્યને ચરમાવર્તકાળ આવશે અને ત્યારે ઈચ્છા થશે. એવી ભવ્યત્વ સ્વભાવની યોગ્યતા બેઠેલી છે. અને અભવ્યનો સ્વભાવ જ મોક્ષની ઇચ્છા પ્રત્યે પ્રતિબંધક હોવાથી તેને કોઈ કાળે મોક્ષની ઇચ્છા થશે નહીં.
ભવ્યત્વ સરખું હોવા છતાં બધા જીવો એકસાથે મોક્ષે જતા નથી તેમાં કારણ તેની તથાભવ્યતા છે. આપણે પણ મોક્ષે જતાં નથી તેમાં કારણ આપણું તથાભવ્યત્વ પણ જુદું જુદું છે. કોણ કેવી રીતે મોક્ષે જશે એ જ્ઞાનીન વિષય છે. તથાભવ્યત્વ અચરમાવર્તિમાં નિષ્ક્રિય છે, સક્રિય નથી. અચરમાવર્તકાળમાં તથાભવ્યત્વનો કોઈ વિકાસ થતો નથી. તે એવું ને એવું જ પડ્યું રહે છે.
મરવો (કેરી) તોડીને પકાવો તો પાડી શકે ? ના, ઘાસમાં મૂકવા વિગેરે બધા પુરુષાર્થ કરવા છતાં પણ નિષ્ફળ જાય. ત્યાં તથાભવ્યત્વ વિકસિત કરી શકાતું નથી. એમ અચરમાવર્તકાળ જ એવો છે કે જ્યાં ધર્મનો પુરુષાર્થ થાય જ નહીં. ધર્મની ક્રિયા દેખાય, પણ વિકાસ ન થાય. ત્યાં આત્મતત્ત્વ ગમતું જ નથી. અભવ્ય નવ પૂર્વ ભણે, પણ તે અજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. સંસારનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, જાણે છે, સમજે છે, બીજા ઘણાને સમજાવે છે. એનાથી અનેક આત્મા મોક્ષ પણ પામે છે છતાં એ આત્માને આ સ્વરૂપ સ્પર્શતું જ નથી. પોતે કોરો ધાકોર રહે છે. વિષય-કષાય વિનાનું,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org