________________
સર્વ તીર્થકરોની જનની કરુણા
જિનોત્તમ એ વિશેષણ દ્વારા પ્રભુની કર્મકાય એટલે પરોપકાર સાધવાની અવસ્થાનું વર્ણન કરે છે. કર્મકાય અવસ્થાની પહેલાં ધર્મકાય અવસ્થા આવે જ છે. (૧) શુદ્ધિ = આત્મા પર લાગેલા કર્મની નિર્જરા, એ જ સાચો ધર્મ છે. (૨) પુષ્ટિ = પુણ્યાનુબંધી પુણ્ય....એ આજ્ઞાપૂર્વકના પાલનથી થાય. અજ્ઞાન – મોહ – ઘાતી કર્મો એ આત્માના પ્રખર શત્રુ છે. એણે આત્માના અનંત આનંદને ઝૂંટવી લીધો છે. આપણે પ્રભઆજ્ઞાનું પાલન ઓઘથી કરીએ છીએ જ્યાં સુધી ઘાતકર્મરૂપ શત્રુ ઉપર પ્રહાર ન થાય ત્યાં સુધી વાસ્તવિક ધર્મ ન કહેવાય. આપણને સામાન્ય કક્ષાનું પુણ્ય બંધાય છે. અને નિર્જરા પણ અત્યંત મામુલી થાય છે. નિર્જરા = કર્મનું ખરી જવું. આશય – ઉપયોગ – લક્ષ્ય જ્યાં સુધી સ્વચ્છ નથી ત્યાં સુધી આત્મશુદ્ધિ થતી નથી. આશયથી આગળ લક્ષ્ય આવે છે. લક્ષ્ય એટલે જેમાં આશય પકડાયેલો રહે. જગતમાં આગળ વધવા માટે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે. જરૂરી છે. વ્યવહારનયે પુણ્યાનુબંધી પુણ્ય એ મોક્ષમાર્ગ છે. નિશ્ચયનયે તો બેડી એ બેડી જ છે. સોનાની હોય કે લોખંડની હોય નિશ્ચય નયે એ બેડી છે. આખરે કર્મ એ કર્મ જ છે. પછી એ શુભ હોય કે અશુભ હોય, કર્મનું કામ આખરે તો સ્વરૂપને ઢાંકવાનું જ છે. પુણ્યાનુબંધી પુણ્ય એ ઉપાદેય છે. કારણ કે પુણ્યાનુબંધી પુણ્ય સારા સંસ્કારવાળું પુણ્ય છે. તેના ઉદયે દાન – શીલ – તપ - ત્યાગ – ભાવ – ક્ષમા – સહાનુભૂતિ – પરોપકાર વગેરે દૈવી ગુણો ખીલી ઊઠે છે. જીવ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયકાળમાં સંસારને કાપતો કાપતો આગળ વધે છે. રાગાદિ પરિણતિને, રાગાદિ પરિબળોને તોડતો તોડતો આગળ વધે છે. આ રીતે ધર્મનું પાલન કરવાનું છે. ભગવાને આ રીતે ધર્મ કર્યો. તેથી કર્મો ખપ્યાં અને પુણ્ય પરાકાષ્ઠાનું ખીલી ઊઠ્યું.
જીવોમાં ભવ્ય આદિ સ્વભાવ પડેલા જ છે. ભવ્ય = જેમાં મોક્ષે જવાની યોગ્યતા છે તે ભવ્ય. અભવ્ય = જેમાં મોક્ષે જવાની યોગ્યતા નથી તે અભવ્ય.
જાતિ ભવ્ય = ભવ્ય સ્વભાવ હોવા છતાં પણ બિચારા સૂક્ષ્મ નિગોદમાં અનાદિકાળથી જ પડેલા છે. અને અનંતકાળ સુધી ત્યાં રહેવાના છે. ત્યાંથી તેઓ કદી બહાર નીકળવાના જ નથી તે જાતિભવ્ય. જાતિભવ્ય એટલે જો ત્યાંથી બહાર નીકળે તો અવશ્ય મોક્ષે જાત. એટલે કે ત્યાંથી નીકળવાના જ નથી. આથી હવે જે ભવ્યો છે અને જે પ્રત્યેકપણું પામશે તે બધા જ મોક્ષે જવાના...હું ભવ્ય છું કે અભવ્ય ? એવી શંકા જેને થાય તેને જ્ઞાનીઓ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org