________________
નિશ્ચય – વ્યવહારની પરસ્પર પૂરકતા
૨૫
કામ કરતું નથી. ચરમાવર્ત ધર્મ પામવા માટેનો યૌવનકાળ છે માટે ત્યાં ધર્મઔષધ કામ કરે છે.
ચરમાવર્તવર્તી ભવ્ય જીવ દુષ્કતગ, સુકૃતાનુમોદના અને અરિહંતાદિના શરણથી તથાભવ્યતાનો પરિપાક કરવા વડે મોક્ષની નિકટ જઈ શકે છે. અચરમાવર્ત “મરવા' જેવો કાળ છે. ચરમાવર્ત “કાચી કેરી” જેવો કાળ છે. કાળ પછી કર્મની બલવત્તરતા તપાસવી પડે છે. ચરમાવર્તમાં પણ જેઓ ભારે કર્મી છે તેઓને શાસન મળતું નથી. કર્મલઘુતાથી શુભ, પુષ્ટ નિમિત્ત મળે છે. દેવ-ગુરુના ઉપદેશને ઝીલ્યા પછી જીવ પુરુષાર્થને યોગ્ય બને છે. એટલે આ પ્રમાણે વિકાસ થાય છે.
ભવિતવ્યતા - : નિગોદમાંથી નીકળ્યા સ્વભાવ – : ભવ્ય છો. કાળ : ચરમાવર્ત આવે, કર્મલઘુતા – : દેવ-ગુરુનો સુયોગ મળે. પુરુષાર્થ : જ્ઞાનનો યજ્ઞ માંડવા જેવો છે. એવું ન લાગે તો તે દુબુદ્ધિ છે એના જેવું દુર્ભાગ્ય એકે નથી.
વીર્યનો સદુપયોગ કરવો એ જ ઉત્કૃષ્ટ પ્રભુભક્તિ છે. જેણે પોતાનાં મન અને બુદ્ધિ પરમાત્માને સમર્પિત કર્યા છે – તેનું બધું સફળ છે. તેણે પરમાત્માની સાચી ઉપાસના કરી છે. જગતમાં આત્માથી વધારે કોઈ મહાન નથી. બીજા જીવો કરતાં વિશિષ્ટકોટિના તથાભવ્યત્વના બળે પ્રભુનો આત્મા વરબોધિ પામે છે અને તે વરબોધિના કારણે અહંદુવાત્સલ્યાદિ ૨૦ સ્થાનક તપની આરાધના કરવા દ્વારા પ્રભુ તીર્થકર નામકર્મની નિકાચના કરે છે અને તેના રસોઇયે જગતમાં શાસનનું નાવડું વહેતું મૂકે છે.
બીજા આત્માઓ સાવદ્યાચાર્યની જેમ તીર્થકર નામકર્મ બાંધી શકે છે. પણ નિકાચિત ન કરી શકે. નિકાચિત કરવા માટે ઉપાદાનની વિશેષ યોગ્યતા અપેક્ષિત છે. વીશસ્થાનક તપ તો નિમિત્ત છે. વરબોધિમાંથી નીકળેલા ઉપાદાનની ભાવકરુણાથી વાસિત થયેલી મૈત્રીભાવની પરાકાષ્ઠા – એ તીર્થંકર નામકર્મ નિકાચિત કરાવે છે.
પાંચ સમવાય કારણોને જાણ્યા પછી ગુણ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાનો છે.
“ભવિતવ્યતા” તત્ત્વને સ્વીકારીને “નિરીહતા કેળવવાની છે. સ્વભાવ'ના આલંબને સમતા, કાળના આલંબને ધીરજ, કર્મના આલંબને સુકૃતનો પક્ષ, અને પુરુષાર્થના આલંબને અપ્રમતપણે રત્નત્રયીમાં વીર્ય ફોરવીને સાધના કરવાની છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org