________________
સર્વ તીર્થકરોની જનની કરુણા
નિયમા ભવ્ય કહે છે. અભવ્યને હું ભવ્ય છું કે અભવ્ય ? એવી શંકા જ નથી થતી....આપણને દયા આવે કે બિચારા અભવ્ય જીવો સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરશે. ક્યારે પણ મોક્ષ નહીં ? તે કહે છે - મારી શું કામ ચિંતા કરો છો ? મારે મોક્ષે જવું જ નથી.
“જે આત્માને સંસારસુખ અંશે પણ ખરાબ લાગે અને આત્માનો ગુણ - એક પણ સારો લાગે તે અવશ્ય ભવ્ય.તે અવશ્ય મોક્ષે જશે જ.
બીજાના અન્યાયને સહન કરતાં કરતાં અનંતા મોક્ષે ગયા છે. પણ બીજાને અન્યાય કરીને એક પણ આત્મા મોક્ષે ગયો નથી.
negative approach, નિષેધાત્મક દૃષ્ટિ, દોષદષ્ટિ, ખંડનાત્મક શૈલી એ કંઈ અધ્યાત્મનો માર્ગ છે ? ના નથી જ. એ તો અધ્યાત્મ માટે તાલપુટ વિષ સમાન છે. ક્યારે પણ મોક્ષ ન આપે....
જુઓ...૧૧ ગણધર ભગવંતો..દરેકને એકેક સંદેહ હતો. છતાં બધા પોતાને સર્વજ્ઞ માનતાં હતા....એ ૧૧ ગણધરને પરમાત્માએ શું કહ્યું ? અધ્યાત્મની શૈલી જુઓ – તારા વેદ ખોટા છે એમ ન કહ્યું, તારા વેદ સાચા છે, તારા વેદ પૂર્ણ છે એમ પણ ન કહ્યું, તમે ખોટા છો એમ પણ ન કહ્યું. પણ વેદની પંક્તિને તું જે રીતે લગાડવી જોઈએ તે રીતે લગાડતો નથી. માટે સંશય થયો છે. પણ જો એ પંક્તિઓને આમ નહીં પણ આમ લગાડ...ભગવાને કશું જ કર્યું નથી. પણ સ્યાદ્વાદષ્ટિ જ ભગવાને આપી છે. અનેકાન્ત દૃષ્ટિ જ ભગવાને આપી છે. એનાથી સંશય ટળી ગયો. મિથ્યાત્વ ગયું. અહં ઓગળી ગયો. અધ્યાત્મ એ પૂરક પદ્ધતિ છે, પ્રેમ અને વાત્સલ્યની પદ્ધતિ છે. જીવને ઉપર લઈ જવા માટે પ્રેમ અને વાત્સલ્યનો માર્ગ જ કામ લાગે. આપણાથી કોઈને ક્યાંય અન્યાય ન થઈ જાય તેનો સાધકે પૂર્ણ ખ્યાલ રાખવો. આપણી માન્યતાને દઢીભૂત એવી ન કરો કે જેથી બીજાને અન્યાય થઈ જાય. એક અનુયાયી તેના ઈસુ ભગવાનને કહે છે કે, “મેં મારા શત્રુને સાત-સાત વાર ક્ષમા આપી., હવે શું કરું ? કેટલી વાર આપું ?' ઈસુએ કહ્યું કે, “૭ વાર નહીં પણ ૭ ૮ ૧૦ = ૭૦ વાર ક્ષમા આપ કારણકે ક્ષમા એ આત્માનો ગુણ છે.” તે સાધકે જીવનમાં ક્ષમાગુણ અપનાવ્યો. છેલ્લે મરતાં મરતાં પણ એ શું બોલે છે તે જુઓ, “હે પ્રભો ! હે પરમાત્મા ! તું આ બધાને માફ કરજે. કારણ કે એ બધા અજ્ઞાની છે. તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે ? જો “હું જે કરીશ તેના ફળને હું અવશ્ય પામીશ.” એવી શ્રદ્ધા તેમનામાં હોત તો તેઓ આવાં અકાર્યો ન કરત. ક્ષમા હૃદયથી ગમી છે તેનો આ પુરાવો
જેને વિષય–કષાય જનિત સુખ અંશથી પણ ખરાબ લાગે એ સુખમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org