________________
૨૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
જાતિભવ્ય – આ જીવોને મોક્ષગમનની યોગ્યતા હોવા છતાં તેઓ અવ્યવહાર રાશિમાંથી બહાર આવવાના જ નથી.
સિદ્ધગિરિને જે સ્પર્શે તે નિયમા ભવ્ય હોય એમાં જે ભવ્યત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, તેનું કારણ વિચારતાં આવું જણાય છે કે, સિદ્ધગિરિમાં ભાવ ઉત્પાદકતા છે બીજાં બધાં આરાધનાનાં સ્થળો આદર ઉત્પન્ન કરવાનાં સ્યાદ્ કારણો છે જ્યારે ગિરિરાજ, વિચરતા તીર્થકર ભગવાન વગેરે વિશેષ તત્ત્વો આદર ઉત્પન્ન કરવાનાં પ્રધાન કારણો છે. અભવ્યમાં ભાવ ઉત્પાદનની યોગ્યતા નથી તેથી તે ભાવથી સ્પર્શતો નથી.
આવું જો ન માનવામાં આવે તો અભવ્ય જેમ સિદ્ધગિરિને ન સ્પર્શ તેમ વિચરતા તીર્થંકર પરમાત્માના સમાગમને પણ ન પામવો જોઈએ. પણ તે તો પામે છે માટે સિદ્ધગિરિના વિષયમાં પણ ભાવથી ન સ્પર્શે એવું વિચાર કરતાં લાગે છે. આ એક વિચારણા છે; અંતિમ નિષ્કર્ષ નથી. આના ઉપર શાસ્ત્રના મર્મને પામેલાઓને માર્મિક રીતે વિચાર કરવા યોગ્ય છે.
જે આત્મા ભવ્ય હોતે છતે પ્રત્યકપણું પામશે તે બધા અવશ્ય મોક્ષે જશે. ભવ્યત્વ એટલે મુક્તિગમનની યોગ્યતા સરખી હોવા છતાં તથાભવ્યત્વ જુદું હોઈ શકે છે. તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પામીને, તે તે પ્રકારના પુરુષાર્થને પામીને મોક્ષે જવાની યોગ્યતા તે તથાભવ્યત્વ છે.
દ્રવ્ય એટલે સાધુ થઈને, સાધ્વી થઈને, તીર્થંકર થઈને, ગણધર થઈને, શ્રાવક-શ્રાવિકા થઈને, અન્યલિંગે થઈને, મોક્ષે જવાનું બને તે ક્ષેત્ર એટલે ઐરાવત, મહાવિદેહ, ભરત, જંબૂદ્વીપ, પુષ્પરાવર્ત વ. ક્ષેત્રોમાંથી મોક્ષે જવું તે.
કાળ - આજે, કાલે, અનંતકાળ પહેલાં, અનંતકાળ પછી મોક્ષે જવું તે. ભાવ – અલ્પ પુરુષાર્થ, ઘણા પુરુષાર્થથી મોક્ષે જવાનું બને છે.
ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી છે. ઋષભદેવ ભગવાને ૧૦૦૦ વર્ષ ચારિત્ર પાળ્યું. ૪૦૦ ઉપવાસ ચોવિહાર કરવા પડ્યા ને કેવલી બન્યા. ભરત તો પખંડનો રસાલો ભોગવીને વીંટી પડતાં જ કેવળી બન્યા. આ તથાભવ્યત્વ છે. આમ કેમ ? તો આમાં તથાભવ્યત્વ બધાનું જુદું જ છે - આ એક જ વિચારણા જવાબ રૂપે છે. ભવ્યત્વ બધાનું એક, તથાભવ્યત્વ બધાનું જુદું એમાં પણ તીર્થકર ભગવાનનું તથાભવ્યત્વ બધા કરતાં વિશિષ્ટ હોય છે કારણ કે તેઓ તે વિશિષ્ટ તથાભવ્યત્વના કારણે વરબોધિ પામે છે [જ્યારે બીજા આત્માઓ બોધિ પામે છે.] જેના બળે અહંદુવાત્સલ્યાદિ અનેરી સાધનાઓ કરવા દ્વારા તીર્થકર નામ કર્મના વિશિષ્ટ દલિકોને નિકાચિત કરે છે અને તે કર્મનો ઉદય થતાં તેઓ તીર્થ સ્થાપી, માર્ગ આપી, ચોમેર માર્ગનો ફેલાવો કરીને મોક્ષે જાય છે. તીર્થકરો તીર્થંકરપણાની ઋદ્ધિસિદ્ધિ ભોગવીને મોક્ષે જાય છે. ચક્રવર્તી, ચક્રવર્તીપણાની ઋદ્ધિસિદ્ધિ ભોગવે તો નરકે જાય છે. કારણ કે તેમાં આસક્તિ છે. તીર્થકરો તો નિરંતર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org