________________
નિશ્ચય - વ્યવહારની પરસ્પર પૂરકતા
૧૭
નિશ્ચયનયની વાત છે કે દરેક આત્મા આત્મામાં છે, દરેક પુદ્ગલ પુદ્ગલમાં છે – એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ અસર કરતું નથી. પણ એનો વાસ્તવિક અર્થ શું છે ? – એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણામ પામતું નથી. જાત્યંતર થતું નથી. ચેતન ચેતન રહે છે, જડ, જડ રહે છે. ચેતન જડ ન બની શકે અને જડ ચેતન ન બની શકે. પણ એનો અર્થ એવો નથી કે ચેતન જડને અસર કરતું નથી. જડ ચેતનને અસર કરતું નથી. આમ જડ-ચેતન જો એકબીજાની નિમિત્ત – નૈમિત્તિક અસરથી મુક્ત હોત તો ધર્મતીર્થની સ્થાપના કરવાની જરૂર પણ ન રહેત.
શરીર જડ છે પણ આત્માયુક્ત છે ત્યાં સુધી સચિત્ત સ્કંધ છે. મનોયોગ, વચનયોગ અને કાયયોગ બને છે પુદ્ગલના, અને હોય છે જીવને. યોગની સંજ્ઞા કોના પ્રભાવે છે ? ઉપયોગમય આત્મા શરીરમાં આવ્યો છે માટે યોગ સંજ્ઞા છે. યોગ એ મોક્ષનું સાધન છે. શરીરમાંથી આત્મા ચાલ્યો જાય તો તેને ક્લેવર – શબ કહેવાય છે, પછી તેને કોઈ યોગ કહેતું નથી. આ યોગની સંજ્ઞા ઉપયોગવાન આત્માને આભારી છે. ખાલી નિશ્ચયની વાતો કરીને તપ-ત્યાગની ઠેકડી ઉડાવનારા એ અધ્યાત્મનો દંભ સેવે છે ને દંભ જેવું એક પાપ નથી.
માયાવી બુદ્ધિ એ વ્યભિચાર છે, દુરુપયોગ છે. અને બુદ્ધિને વેડફે છે એને કંઈ મળતું નથી, એનો મોક્ષ કદી થતો નથી. બુદ્ધિનો સદુપયોગ કરનાર કંઈ પામી શકે છે. બુદ્ધિભ્રષ્ટ જીવોનો યોગથી સંબંધ થતો નથી. યોગી કુળમાં એવા આત્માનો જન્મ થતો નથી. ૩૫૦ ગાથામાં સ્તવનમાં પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે -
“દુર્બળ નગ્ન માસોપવાસી, પણ જો માયા રંગ
એ પણ ગર્ભ અનંતા લેશે બીજું બોલે અંગ.” અધ્યાત્મની શુદ્ધિ માટે સરળતા, પાપભીરતા વગેરે ગુણો પાયાના છે. પાપ ક્ષન્તવ્ય છે. પણ તેનો પક્ષપાતી કદી અધ્યાત્મ પામે નહિ. નિશ્ચય અને વ્યવહાર ઉભયગર્ભિત સાધનાથી મોક્ષ મળે. ચીલાચાલુ આરાધકો વ્યવહારમાં ગળાબૂડ ખૂંચી ગયા છે માટે મારે નિશ્ચયની વાતો કરવી પડે છે, એના ઉપર ઝોક આપવો પડે છે. કોરા ક્રિયાકાંડ એ ઊર્ધ્વગમન કરાવી શકવા સમર્થ નથી. ક્રિયા ભાવને પેદા કરાવી શકે તો ક્રિયાની સાર્થકતા છે. નીચેના ક્રમને અનુસરવું જોઈએ. ક્રિયા - વિચાર – ભાવના – ધ્યાન - સમાધિ - કેવળજ્ઞાન.
વિચાર એટલે શું ? પદાર્થના સ્વરૂપની બૌદ્ધિક તપાસ. ક્રિયાનું સ્વરૂપ વિચાર દ્વારા નક્કી થાય છે. વિચારથી જેમ પદાર્થના સ્વરૂપની ઓળખ થાય
છે તેમ તેનું ફળ પણ નક્કી થાય છે. અને ક્રિયાના અભ્યાસ દ્વારા ભાવનામાં Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org