________________
મોક્ષની જોડે જોડી આપનાર યોગ
૧૫
ઉપયોગમાંથી કષાય કાઢીને, મન-વચન-કાયાના યોગને સ્થિર કરવાથી કર્મનો બંધ અશુભ થતો નથી.
ઉપયોગનો આત્મા સાથે તદ્રુપ સંબંધ છે. ગુણ-ગુણીનો સંબંધ છે. યોગ અને આત્માનો લોહાગ્નિ ન્યાયે, તાદાભ્ય સંબંધ છે.
આ યોગથી આત્મા છૂટો પડી શકે છે અને એને છૂટો પાડવો એ જ સાધના છે. પણ યોગની સહાયથી જ તે છૂટા થશે. એટલે કે મન-વચન-કાયાના યોગોનો સદુપયોગ કરવાથી જ અયોગી બનાશે. યોગ બન્યા છે પુગલના, મળ્યા છે પુણ્યથી, પણ, વળગ્યા છે જીવને, તેનાથી છૂટવાનું છે. જે ચીજ આપણી નથી એનાથી છૂટવામાં જ મજા છે. જેટલી સહેલાઈથી છોડાતી હોય તેટલી સહજતાથી એને છોડી દેવા જેવી છે, ને ન છોડી શકાય તો તેનો સદુપયોગ કરો તો તેના માધ્યમથી તમારી મૂળ ચીજ - તમારું આત્મસ્વરૂપ તમને પાછું મળશે.
જે ચીજ આપણી નથી તેને રાખવી, તેને લેવી, તેને પચાવવી તે ચૌર્ય-ચોરી છે. અધ્યાત્મના માર્ગે આપણે ચોર છીએ. પારકી ચીજ રાખવી અને પાછી પોતાની કહેવી એ બદમાશી છે. તમારી છાતી વજ જેવી છે. તમને ચોર કહો, બદમાશ કહો, પણ કંઈ અસર થતી નથી.
ઉપયોગને અરિહંતાદિમય બનાવવો એ ધર્મકળા છે. ઉપયોગને રાગાદિમય બનાવ્યો છે તે જ સંસાર છે. અધર્મ છે.
આ ગ્રંથનું પ્રયોજન જણાવતાં, ગ્રંથકાર કહે છે. વક્તાનું અનંતર પ્રયોજન ગ્રંથને શબ્દદેહ આપવો, વક્તાનું તથા શ્રોતાનું પરંપર પ્રયોજન મોક્ષ પામવો તે છે અને શ્રોતાને અનંતર પ્રયોજન જ્ઞાનપ્રાપ્તિ છે. ગ્રંથ એ ઉપાય છે, યોગની પ્રાપ્તિ એ ઉપય છે. ગ્રન્થ એ શબ્દ, વાક્યસ્વરૂપ છે અને ઉપેય એ ઉપયોગની પરિણતિસ્વરૂપ છે.
ગ્રન્થનું ફળ છે – કષાયના નાશ દ્વારા યોગની પરિણતિ પ્રાપ્ત થવી તે.
भित्राः प्रत्येकमात्मानो, विभिन्नाः पुद्गला अपि ।
शून्यसंसर्ग इत्येवं, यः पश्यति स पश्यति ॥ પ્રત્યેક આત્માઓ, પોતપોતાના ગુણો સહિત નિત્ય છે, જ્યારે કમનસારે આત્માની સાથે દેહાદિભાવે, સંશ્લિષ્ટ યોગથી જોડાયેલ, મનવચન કાયયોગની પ્રવૃત્તિ રૂ૫ યોગ સંબંધ તેમ જ અસંશ્લિષ્ટ યોગથી જોડાયેલ, સમસ્ત સ્ત્રી, પુત્ર, ધન - ઘર - રાજ્ય વગેરે પુદ્ગલનાં સંબંધથી આત્મા તો ભિન્ન જ છે. આવો નિ:શંક બોધ, જે – જે આત્મામાં નિરંતર વર્તે છે. તેઓ સાચા જ્ઞાની છે એમ સમજવું.
-
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org