________________
૧૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
દુઃખ અને અસીમ સુખ; આ ગણિતમાં એકાંતે ફાયદો છે. સંસારનું કોકડું ગૂંચવાયું છે, તો તેને ઉકેલવાની માથાકૂટ ડાહ્યો માણસ ન કરે. એ તો એને કાપીને આગળ જ વધે. કોકડા ઉપર કાપ મૂકવો એ જ એક ઉપાય છે. આ બધા સંબંધોની આદિ જ નથી અને સંબંધ કરવા જતાં, કદી સંસારનાં કામો પૂરાં થતાં નથી એટલે ગૂંચને ઉકેલવી એ મિથ્યા ઉપાય છે. એને છોડી દો એટલે એને કાપી નાખો. એવંભૂત નય પુદ્ગલમાં લાગુ પડતો નથી કેમકે પારમાર્થિક એવંભૂત નયના મતે સંસાર છે જ નહીં. કાર્ય-કારણનો અંત આવે ત્યાં જ પારમાર્થિક એવંભૂત નય લાગુ પડે છે. તમે આજે જે બધું કરો છો તે ગાયને દોહી દોહીને કૂતરીને પાવા જેવું કરો છો.
ગ્રંથકાર આ ગ્રંથની શરૂઆત કરતાં મંગળ કરે છે કારણ કે કલ્યાણકારી કામોમાં ઘણાં વિઘ્નો આવે છે. વિનોના ત્રણ પ્રકાર છે
(૧) જઘન્ય – બહારની પ્રતિકૂળતા (૨) મધ્યમ – શારીરિક વ્યાધિ (૩) ઉત્કૃષ્ટ – માનસિક પ્રતિકૂળતા
જેમાં ઇષ્ટ તત્ત્વનું અનુસંધાન થાય છે તેમાં બહારનાં વિઘ્નો રહેતાં નથી. અને મંગળથી વિધ્ધધ્વંસ થાય છે. મંગળ એ ઈષ્ટદેવના નમસ્કારરૂપ છે. અરિહંતમય ઉપયોગ બન્યો એટલે વિપ્નો નાશ પામે છે. તમે જેટલો સમય અરિહંતના ઉપયોગમાં રહો છો તેટલો કાળ આગમથી ભાવનિક્ષેપે અરિહંત બનો છો. અરિહંતનો ઉપયોગ હોય ત્યાં મોહ ઉભો ન રહી શકે. જેવો ઉપયોગ હોય તેવો આત્મા બને છે. આત્માના ઉપયોગનું સ્થિરીકરણ અરિહંત તત્ત્વમાં થતાં જ વિશ્નો વગેરે નાશ પામે છે. તમે પણ જ્યારે ક્ષમાના ઉપયોગમાં હો છો ત્યારે ક્રોધનો ઉપયોગ છે ? ના. એટલે ક્રોધનો ઉપયોગ અટક્યો એટલે ક્રોધનૈમિત્તિક કર્મનો સંવર થાય છે.
શુભ મનોયોગ સમયે અશુભ મનોયોગ નથી માટે શુભાશ્રવ થાય છે.
શુભવચનયોગ સમયે અશુભ વચનયોગ નથી. તેથી અશુભાશ્રવ અટકે છે અને સંવર થાય છે.
શુભકાયયોગ સમયે અશુભ કાયયોગ નથી.
અને તે વખતે આત્મા મોહથી નીકળીને આત્મસ્વરૂપમાં લીન બને છે, આત્મસ્વરૂપની નિકટ જાય છે એટલે મોહક્ષય થતાં નિર્જરાનો લાભ થાય છે.
ઉપયોગને શુભ બનાવવાથી મન-વચન-કાયાના યોગોને શુભ બનાવવાથી મંગળ મહાન બને છે. મંગળ પ્રચુર બને છેમંગળ ભાવમંગળ બને છે અને તેટલું કાર્ય જલદી થાય છે.
- શુકન જોવા, દહીં ખાવું વગેરે દ્રવ્યમંગળ છે. Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org