________________
૧ ૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પણ મોહની સામેની લડત બહુ ભયંકર છે. એકાદ વખત શુભ ભાવો સ્પર્શી જાય, પણ સંસ્કાર દેઢ ન કર્યા હોય તો જીવ પાછો નીચે ઊતરી જાય છે.
પ્રવૃત્તિધર્મ અપેક્ષાએ સહેલો છે. પણ જીવે પુરુષાર્થ કરીને પ્રવૃત્તિ વખતે વૃત્તિમાં શુભ સંસ્કારના મૂળને દઢ કરતાં રહેવું પડે છે. આ કરવાથી દેવલોકમાં નિકાચિત અવિરતિના કારણે જ્યારે ભોગની પ્રવૃત્તિ કરવી પડે છે ત્યારે વિરાગ બન્યો રહે છે. દેવલોક એના માટે વિશ્રામસ્વરૂપ બને છે અને ફરી માનવભવ પામી વિરાગી યાવતુ વીતરાગી બની શકે છે.
- આ પ્રક્રિયાના અભાવમાં તો દેવલોકાદિના ભોગ–વિલાસ-એશ-આરામ બધું પ્રમાદ બની રહે છે. ત્યાં સમકિત મેળવવું દુર્લભ છે અને મળેલું સમ્યકત્વ ટકાવવું દુર્લભતર છે.
ચોવીસ તીર્થકરોમાં પણ સમ્યત્વ આવ્યા પછી જેઓ ટકાવી ન શક્યા તેઓનું સમ્યક્ત્વ ગયું સમજવું. પણ તેઓની જાગૃતિ અપૂર્વ હોવાથી દેવલોક એમને મહેલને બદલે જેલ જેવો લાગે છે.
આજે ઘણા દાદા ભગવાનને કેવળદર્શન કહે છે, ક્ષાયિક સમકિતી માને છે અને મરીને મહાવિદેહમાં ગયેલા કહે છે. આવી અસંગત વાતો કરનારા જૈન પરિભાષા, જૈન શાસ્ત્રોને બરાબર સમજ્યા નથી કારણકે કેવળદર્શન પછી અવતાર જ નથી. ક્ષાયિક સમકિત માટે પણ પહેલું સંઘયણ અને મોક્ષગમન કાળ જોઈએ. તેમજ ક્ષાયિક સમકિતી માટે મર્યા પછી મહાવિદેહ નથી. વૈમાનિક દેવલોક છે.
કષાયના ઘટવાથી અહીં જ સમાધિ, શાંતિ, પ્રસન્નતા અને આનંદ મળે છે. આ અનુભૂતિ પ્રત્યક્ષ છે. મોક્ષ ભલે દૂર રહ્યો પણ ધર્મનું રોકડું ફળ = ચિત્તની પ્રસન્નતા, વિષય-કષાયની મંદતા, રાગ-દ્વેષની ક્ષીણતા વગેરે પ્રત્યક્ષ છે. ધર્મથી પુણ્ય બંધાય અને તે પુણ્યથી મળતાં સુખો ઉધાર છે. પુણ્ય એ પણ વિભાવ છે. એ કર્મસ્વરૂપ છે. એની સત્તા આત્માએ પોતામાં નાખવી પડે. પછી કાળાંતરે સુખ મળે એ સુખ ધર્મથી મળતાં અંતરંગ સુખનું બાય-પ્રોડક્ટ છે, આડપેદાશ છે. એ વાસ્તવિક સુખ નથી પણ એ સુખમાં અનાસક્તતા ભળે એ સાચું સુખ છે અને અનાસક્તિ વિનાનું સંસારનું સુખ તો બોજારૂપ છે. ઘાસસ્વરૂપ છે. આત્માનું સુખ એ અનાજસ્વરૂપ છે. પણ આ તુચ્છ સુખોમાં જીવ અટવાઈ જાય છે માટે જ દેવલોકમાં સમકિતની પ્રાપ્તિ કઠિન છે. દેવલોકમાં સુખ કલ્પનાતીત છે. નરકમાં દુ:ખ કલ્પનાતીત છે - ત્યાં સ્વરૂપની કલ્પના આવવી દુષ્કર છે. તમારે ઘેર કોઈ મળવા આવે અને બહુ સારી ટ્રીટમેન્ટ આપો, આગતા-સ્વાગતા કરો તો એને ઘેર જવાનું જલ્દી મન થતું નથી. એમ દેવલોક વગેરેમાં સ્વરૂપની લગની લાગવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org