________________
૧૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પસાર થાય છે. અનંતકાળની રખડપટ્ટી પછી જીવને માંડ માંડ માનવભવ પ્રાપ્ત થાય છે. સંસ્કરણ માનવના ભવમાં જ મોટે ભાગે થાય છે. ધર્મસામગ્રી તથા જે બળ, મોક્ષ પામવા માટે જોઈએ તે માનવભવમાં મળે છે. અતિસુખ અતિદુ:ખ બન્ને ધર્મપ્રાપ્તિમાં બાધક છે.
નારકીમાં દુઃખથી જીવો આક્રાન્ત હોય છે. ઉત્તરોત્તર નારકીમાં અતિદુઃખ છે. દેવો અતિસુખમાં છે. દેવલોકમાં ઉત્તરોત્તર શાતા વધતી જ જાય છે. ત્યાં ચારિત્ર નથી. પણ ચારિત્રના સંસ્કાર રહી શકે છે. મનુષ્યજીવનમાં ઉચ્ચકોટિના તપના, ત્યાગના, અનાસક્તિના, ચારિત્રના સંસ્કાર દઢ કરેલા હોય તો ત્યાં ચારિત્રનું આવરણ પાતળું હોય છે. એમનું ચાલે ત્યાં સુધી પરમાત્માની ભક્તિમાં ચાલ્યા જાય છે.
દેવોમાં અસંખ્યાતમા ભાગે સમકિતી હોય છે. નારકીમાં અસંખ્યાતમા ભાગે સમકિતી હોય છે.
પણ નારકી કરતાં દેવો અસંખ્યાતગુણા છે. એમાંથી પરમાત્માની વાણી સાંભળવા જનારા દેવો બહુ ઓછા છે. કેમ ? પ્રમાદમાં છે. ત્યાં પણ પ્રમાદ જ ન નડે છે. ત્યાં સામાયિક નથી, પૂજા છે, તપ નથી, વિરતિનો પરિણામ નથી. છતાં ત્યાં સમકિત કોણ ટકાવી શકે ? અહીંથી સમકિત લઈને ગયા પછી ત્યાં જઈને ઘણા બધા સમકિત ગુમાવી દે છે. સમ્યક્ત્વ પામ્યા પછી સમ્યક્ત્વ વમીને ફરી અનંતકાળે સભ્યત્વ પામીને મોક્ષે જનારા વધારે જીવો હોય છે. અસંખ્યાત કાળે ફરી સમ્યક્ત્વ પામીને મોક્ષે જનારા તેનાથી ઓછા હોય છે. અને સંખ્યાત કાળે ફરી સમ્યક્ત્વ પામીને મોક્ષે જનારા તેનાથી ઓછા હોય છે. પ્રન્થિભેદ કરતાં પહેલાં જે પરિણામ આવે છે, તેને અપૂર્વ પરિણામ કહેવાય છે. પ્રેમની વૃદ્ધિ કર્યા વિના કદી સમકિત પામી ન શકાય.
સ્વાર્થભર્યો પ્રેમ કરશો તો લૌકિક પુણ્ય બંધાશે. નિઃસ્વાર્થ પ્રેમ કરશો તો લોકોત્તર પુણ્ય બંધાશે. પણ દ્વેષ તો કરાય જ નહીં. કારણકે દ્વેષ દુર્જનતાનું સૂચક છે. તેનાથી પાપ જ બંધાય, પ્રેમતત્ત્વ અભેદસૂચક છે. ન્યાય બેને જુદા પાડે છે. પ્રેમ એને એક કરે છે.
અધ્યાત્મ પ્રેમસ્વરૂપ છે; ન્યાયસ્વરૂપ નથી. કેવળજ્ઞાનમાં જડ-ચેતન બધાં તત્ત્વો સમાઈ જાય છે. પ્રેમમાં આપીને જીવવાનું છે. રાગમાં આપીને સામે લેવાનું હોય છે. રાગી આપતો હોય તો એની સામે ઘણું મળશે, એવી બુદ્ધિથી રાગી આપે છે. પ્રેમમાં તો આપવાનો જ ભાવ છે. સામે લેવાની વાત જ નથી. અનંતાનુબંધી કષાય આવા પ્રેમનો નાશ કરે છે. માટે કષાય કરવાનો નથી.
અનંતાનુબંધી કષાય એટલે સમજો.. જીવની શક્તિ અનંત છે. જ્ઞાન -
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org